કયા 5 ક્ષત્રિયોને બંગડી પહેરાવવા માંગે છે પદ્મિનીબા વાળા, કર્યો મોટો ખુલાસો
Padminiba vala : પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા, રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા પર રાજપૂતોના નિવેદનો બદલ રોષ વ્યક્ત કર્યો
Trending Photos
Rupala Controversy ગૌરવ દવે/રાજકોટ : ક્ષત્રિય આંદોલન બાદ ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં મોટો ફટકો પડી રહ્યો છે. આજે ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદમાં ક્ષત્રિય સંકલન સમિતિ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે, ક્ષત્રિય સંકલન સમિતિ કોંગ્રેસની B ટીમ છે. જોકે આંદોલનને કારણે સમાજને ઘણું વેઠવું પડ્યું છે. જો પરસોત્તમ રૂપાલા ચૂંટણી નહિ હારે તો ક્ષત્રિય સંકલન સમિતિના હોદ્દેદારોને બંગડી પહેરાવીશ તેવી ચીમકી આપી હતી.
આજે પદ્મિનીબા વાળાએ પ્રધાનમંત્રીના વખાણ કર્યા હતા અને સંકલન સમિતિના સભ્યોને બંગડી પહેરાવવાની વાતો કરી રહ્યા છે. ક્ષત્રિય આંદોલનનું એપી સેન્ટર ગણાતા રાજકોટ શહેરમાં જ હવે ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યોને ક્ષત્રિય મહિલા અગ્રણી દ્વારા જ બંગડી પહેરાવવાની વાતો કરવામાં આવી રહી છે. ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિની બાએ પોતાના નિવેદન દરમિયાન જણાવ્યું હતું કે, જો રાજપૂત સમાજની આબરૂ જશે તો તે પી ટી જાડેજા, રમજુ જાડેજા અને કરણસિંહ ને બંગડી પહેરાવશે. પદ્મિની બાએ સંકલન સમિતિના પાંચ સભ્યો માટે આ વાત કરી હતી. તેમણે સ્પષ્ટ નામ ત્રણ લોકોના આપ્યા હતા.
તો સાથે જ કહ્યું હતું કે સંકલન સમિતિ સાથે હું નથી. તે સમાજને ગુમરાહ કરે છે. હાલ ચાર થી પાંચ લોકો પોતાની મરજી થી સંકલન સમિતિ ચલાવે છે. ક્ષત્રિય સમાજના લોકો ગામડે ગામડે હેરાન થઈ રહ્યા છે..ચૂંટણી પછી સમિતિ કાઈ કામ નહિ આવે. જ્યારે રૂપાલાએ ફોર્મ ભર્યું ત્યારે સમિતિ ઘરે જઈને સૂઈ ગઈ હતી.
સંકલન સમિતિના તત્વો પોતાના રોટલા શેકી રહ્યા છે, કેમ રાહુલ ગાંધીના નિવેદન પર કેમ ચુપ: પદ્મીનીબા #RahulGandhi #padminibavala #kshatriya #KshatriyaSamaj #ZEE24KALAK pic.twitter.com/6hpiQHuw4Z
— Zee 24 Kalak (@Zee24Kalak) April 30, 2024
પદ્મિની બા વાળાએ કહ્યું કે, રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા દ્વારા પણ ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી અત્યારે અમારી લડત ચાલુ જ છે. રૂપાલાનો વિરોધ યથાવત રહેશે. હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે. રાહુલ ગાંધીનું મોસાળ ક્યું છે જે જણાવે. આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં છે જે બકાલું વેંચીને જેલમાં નથી ગયા. હાલ જે રજવાડા વિરૂદ્ધ બોલે છે તેની તમામની સામે લડવું જોઈએ. આપણે બધા સામે વિરોધ કરવો જોઈએ. અત્યારે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આ બહેનોની સામાજિક લડાઈ નથી.
પદ્મિની બાએ સંકલન સમિતિ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે જે લોકો સમાજનો ઝંડો લઈને નીકળ્યા છે તેમણે રાહુલ ગાંધી પાસે માફી મંગાવી જોઈએ તો સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પણ તેમણે વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આજે હિન્દુત્વ ને લઈને મોદી સાહેબે કરેલા કામ ભૂલવા ન જોઈએ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે