RSSની બેઠકનો આજે છેલ્લો દિવસ, રામ મંદિર પર મોહન અને શાહનું મંથન

આરઆરએસ અને ભાજપની વચ્ચે બેઠકમાં રામ મંદિરને લઇ ચર્ચા થઇ રહી છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવાને લઇ સંઘે કહ્યું કે સરકાર જમીનનું હસ્તાંતરણ કરી મંદિરનું નિર્માણ કરે.

RSSની બેઠકનો આજે છેલ્લો દિવસ, રામ મંદિર પર મોહન અને શાહનું મંથન

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરઆરઆસ)ની કારોબારી બેઠકનો શુક્રવારે (02 નવેમ્બર) છેલ્લો દિવસ છે. બેઠક મુંબઇની પાસે ભાયંદરમાં કેશવ શ્રુતિમાં શરૂ થઇ હતી. આ બેઠકમાં આજે સંઘના પ્રમુખ મોહન ભાગવતની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આરઆરએસ અને ભાજપની વચ્ચે બેઠકમાં રામ મંદિરને લઇ ચર્ચા થઇ રહી છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવાને લઇ સંઘે કહ્યું કે સરકાર જમીનનું હસ્તાંતરણ કરી મંદિરનું નિર્માણ કરે. જણાવવામાં આવી રહ્યું છે કે અમિત શાહ સંપૂર્ણ દિવસ આરઆરએસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહશે.

બુધવારે (31 ઓક્ટોબર)થી આરઆરએસની ત્રણ દિવસીય દિવાળી બેઠક પાલઘરમાં શરૂ થઇ હતી. આ બેઠતમાં આરઆરએસ સાથે જોડાયેલા 54 સંઘ શામેલ છે. આ બેઠકમાં દેશભરમાંથી આવેલા સંઘના પદાધિકારી અને કાર્યકર્તાઓ પણ શામેલ છે. આ બેઠકમાં સરસંગન્ચાકમાં ડૉ. મોહન ભાગવત, સરકારીવા સુરેશ જોષી, ઉપખ્યા ભાયાજી, સહ સરકારી, સુરેશ સોની, ડૉ. ક્રિષ્ના ગોપાલ, દત્તાત્રેય હોસ્બાલે, વી. ભાગ્ય, ડૉ. મનમોહન વૈદ્ય હાલમાં હાજર છે.

RSS की बैठक का आज आखिरी दिन, राम मंदिर पर मोहन भागवत और अमित शाह का मंथन

(ફોટો સાભાર: ટ્વિટર @RSSorg)

સંધ પ્રચારક ડો. મનમોહન વૈધ્યએ બેઠકના પહેલા જ દિવસે કહ્યું હતું કે હવે સરકારે રામ મંદિરનું નિર્માણ માટે જમીનનું હસ્તાંતરણ કરવાનું કામ શરૂ કરી દેવું જોઇએ અને રાષ્ટ્રનું ગૌરવ વધારવું જોઇએ. મનમોહન વેધ્યએ કહ્યું કે રામ મંદિરના મામલે હિન્દુ વિરૂદ્ધ મુસ્લિમ અથવા મંદિર વિરૂદ્ધ મસ્જિદ વિશે નથી. કોર્ટે પહેલા જ કહ્યું હતું કે નમાઝ માટે મસ્જિદ જરૂરીયાત નથી. તે ખુલ્લી જગ્યા પર પણ નમાઝ પઢી શકાય છે.

તેમણે કહ્યું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવું કાયદાકીય કાર્ય ન હતું. રામ મંદિર પર હવે વધુ ચર્ચા કરવાની જરૂરીયાત નથી. તેમણે કહ્યું કે જ્યારે બાબર પર વિજય પ્રાપ્ત કર્યો હતો તો તેમની પાસે મોટા પ્રમાણમાં જમીન હતી અને ક્યાંય પણ મસ્જિદ બનાવી શકતા હતા. અદાલતે કહ્યું કે તે મુસ્લિમ પ્રાર્થનાઓ માટે મસ્જિદ મહત્વપૂર્ણ નથી. ઇસ્લામી વિદ્વાવાનું પણ કહેવું છે જે જગ્યાનો વિજય પ્રાપ્ત કરી મસ્જિદ નિર્માણ કરવામાં આવે છે, ત્યાં પ્રાર્થના કરવી મુશ્કેલ છે.

राम मंदिर निर्माण के लिए केंद्र करे भूमि का अधिग्रहण : आरएसएस

ઉલ્લેખનીય છે કે રામ મંદિરના મુદ્દાને લઇ સાધું-સંતોની જેમ વીએચપીની સાથ મળીને આંદોલન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ ઉચ્ચ અધિકારીઓ સમિતીની બેઠકમાં આ વાતનો નિર્ણય કરવામા આવ્યો હતો. જેમાં સાંસદનો ઘેરાવાથી લઇને દરેક રાજ્યમાં રામ મંદિરના પક્ષનો માહોલ ગરમાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે પણ આ મુદ્દા પર સાધું-સંતોના આંદોલનને સમર્થન આપતા કહ્યું હતું કે, ‘અમે હજુ સુધી તેમનું સમર્થન કર્યું છે અને આગાઉ પણ તેઓ જે નિર્ણય કરશે તેને મારુ સમર્થન છે.’

અયોધ્યા મામલે મે 29 ઓક્ટોબરે સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી હતી. તે સમયે આશા હતી કે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દા પર જો સતત સુનાવણી  થઇ તો જલ્દી આ મામલા પર કોઇ નિર્ણય આવી શકે છે. રામ મંદિર પર નિર્ણય આવવાની સુરતમાં દરેક રીતે ભાજપને ફાયદો થઇ શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ સમજી રહી છે કે જો નિર્ણય આવ્યો તો ફરી લોકસભા ચૂંટણી પહેલા મંદિર નિર્માણને લઇ માહોલ બની શકે છે. જેનો ફાયદો તેમને થતો, પરંત સુપ્રીમ કોર્ટે જાન્યૂઆરી 2019 સુધીમાં સુનાવણી મોકૂફ રાથી ભાજપની સાથે સાથે સંઘ પરિવારની યોજનાઓ પર પાણી ફેરવી દીધુ.

Discussion on Ram temple between amit shah and mohan bhagwat in RSS meeting

(ફોટો સાભાર: ટ્વિટર @RSSorg)

તમને જણાવી દઇએ કે રામ મંદિરના મદ્દાને લઇ સંઘની તરફથી તે જ સમયે માહોલ સર્જાવવાનો શરૂ થઇ ગયો છે, જ્યારે સંઘસંચાલક મોહન ભાગવતે તેમના વિજ્યાદશમીના ભાષણમાં નાગપુરથી જ રામમંદિર બનાવવા માટે કાયદો બનાવવાની માગં કરી હતી. હેવ તે જ લાઇનને આગળ વધારતા સંઘની તરફથી રામ મંદિર મુદ્દાને ગરમાવવાની તૈયારી થઇ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news