Assam: બેથી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં, CM સરમાની મોટી જાહેરાત

સરમાએ શનિવારે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, પ્રસ્તાવિત જનસંખ્યા નિયંત્રણ નીતિ અસમમાં બધી યોજનાઓમાં તત્કાલ લાગૂ થશે નહીં કારણ કે ઘણી યોજનાઓનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. 

Assam: બેથી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં, CM સરમાની મોટી જાહેરાત

ગુવાહાટીઃ અસમમાં બેથી વધુ બાળકોના માતા-પિતાને સરકારી યોજનાઓના લાભથી વંચિત કરી શકાય છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ શનિવારે કહ્યુ કે, અસમ સરકાર રાજ્યની યોજનાઓમાં લાભ માટે તબક્કાવાર 'બે બાળકોની નીતિ'ને લાગૂ કરશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની યોજનાઓમાં તો હાલ તે સંભવ નથી પરંતુ રાજ્ય સરકારની યોજનાઓમાં તેને લાગૂ કરવામાં આવશે. 

સરમાએ શનિવારે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, પ્રસ્તાવિત જનસંખ્યા નિયંત્રણ નીતિ અસમમાં બધી યોજનાઓમાં તત્કાલ લાગૂ થશે નહીં કારણ કે ઘણી યોજનાઓનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. તેમણે કહ્યું, કેટલી એવી યોજનાઓ છે, જેમાં અમે બે બાળકોની નીતિ લાગૂ ન કરી શકીએ, જેમ કે સ્કૂલો અને કોલેજોમાં ફ્રી શિક્ષણ કે પ્રધાનમંત્રી યોજના હેઠળ આવાસ. પરંતુ કેટલીક યોજનાઓમાં જો રાજ્ય સરકાર આવાસ યોજનાની શરૂઆત કરે છે તો બે બાળકોના નિયમને લાગૂ કરી શકાય છે. ધીરે-ધીરે આગળ ચાલી રાજ્ય સરકારની પ્રત્યેક યોજનાઓમાં આ લાગૂ કરવામાં આવશે. 

મુખ્યમંત્રીએ તેમના માતા-પિતાના પરિવારના આકાર માટે નિશાન બનાવવાને લઈને વિપક્ષની આલોચના કરી છે. સરમા પાંચ ભાઈઓ વાળા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે કહ્યું- 1970ના દાયકામાં અમારા માતા-પિતા કે બીજા લોકોએ શું કર્યું તેની વાત કરવાનો કોઈ તર્ક નથી. વિપક્ષ આવી વાત કરી રહ્યું છે અને આપણને 70ના દાયકામાં લઈને જઈ રહ્યું છે. પાછલા મહિને મુખ્યમંત્રી પદના શપથ લેનારા સરમા સરકારી યોજનાઓ હેઠળ ફાયદો લેવા માટે બે બાળકોના નિયમોની વકાલત કરી રહ્યા છે. 

સરમાએ 10 જૂને ત્રણ જિલ્લામાં હાલમાં બહિષ્કાર વિશે વાત કરી અને અલ્પસંખ્યક સમુદાયને ગરીબી ઓછી કરવા માટે જનસંખ્યા નિયંત્રણ લઈને, શાલીન પરિવાર નિયોજન નીતિ અપનાવવાનો આગ્રહ કર્યો હતો. સરમાએ મોટા પરિવારો માટે પ્રવાસી મુસ્લિમ સમુદાય પર દોષનો ટોપલો ઢોળ્યો હતો,જેના પર એઆઈયૂડીએફ સહિત વિભિન્ન લોકોએ આકરી પ્રતિક્રિયા આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news