VIDEO: ભાષણ આપતા-આપતા રડવા લાગ્યા અસદુદ્દીન ઓવૈસી, જાણો કેમ થયા ભાવુક
Asaduddin Owaisi Emotional Speech: હૈદરાબાદમાં સંબોધન દરમિયાન ખરગોન અને જહાંગીરપુરીમાં થયેલી ઘટનાઓને યાદ કરતા ઓવૈસી ભાવુક થઈ ગયા હતા.
Trending Photos
હૈદરાબાદઃ એઆઈએમઆઈએમ ચીફ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ ભાષણ આપતા-આપતા રડવા લાગે છે. આવો તમને જણાવીએ કે કઈ વાતનો ઉલ્લેખ થયો કે ઓવૈસીની આંખમાં આંસુ આવી ગયા.
ઓવૈસીની આંખમાં આવ્યા આંસુ
હૈદરાબાદમાં નમાઝ બાદ ઓવૈસી ત્યાં હાજર લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમણે ખરગોન અને જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો તે તેમની આંખમાં આંસુ આવી ગયા હતા.
Jumu'atul-Wida ke mauqe per Jalsa Youm-Ul-Quran mein Barrister @asadowaisi Sahab ka khusoosi khitab. https://t.co/57aJlp79xY
— AIMIM (@aimim_national) April 29, 2022
મુસલમાનો સાથે થયો અત્યાચાર
તેમણે કહ્યુ કે ખરગોન અને જહાંગીરપુરીમાં મુસલમાનોની સાથે અત્યાચાર થયો છે. તેમના ઘર-દુકાનો તોડી દેવામાં આવી. તેમણે ત્યાં હાજર લોકોને કહ્યું કે, હિંમત ગુમાવવાની નથી.
સાંભળો મને મોતનો ડર નથી
લોકસભા સાંસદ ઓવૈસીએ કહ્યુ- જાલિમો સાંભળો, મને મોતનો ડર નથી. અમે તમારા અત્યાચારથી ડરવાના નથી. અમે મોતથી ડરવાના નથી. તમારી સત્તાથી ડરવાના નથી. અમે શાંતિથી કામ લેશું પરંતુ મેદાન છોડવાના નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે