Punjab માટે Arvind Kejriwal ના 3 મોટા વાયદા, જો AAP ની સરકાર બનશે તો ફ્રી આપશે વીજળી

પંજાબમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ જ કડીમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચંડીગઢ પહોંચ્યા.

Punjab માટે Arvind Kejriwal ના 3 મોટા વાયદા, જો AAP ની સરકાર બનશે તો ફ્રી આપશે વીજળી

નવી દિલ્હી: પંજાબમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ જ કડીમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચંડીગઢ પહોંચ્યા. અરવિંદ કેજરીવાલે આગામી વર્ષે ચૂંટણી માટે મોટી જાહેરાત કરી છે અને દિલ્હીની જેમ અહીં પણ મફત વીજળી આપવાનું વચન આપ્યું છે. 

દરેક પરિવારને 300 યુનિટ વીજળી મફત
અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દરેક પરિવારને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે આમ થતા જ લગભગ 80 ટકા લોકોનું વીજળી બિલ ઝીરો થઈ જશે. અમારી સરકાર બની તો 24 કલાક વીજળી રહેશે, પરંતુ બિલ નહીં આવે. 

અરવિંદ કેજરીવાલ જાહેરાત કરી કે પંજાબમાં અમારી સરકાર બનતા જ જૂના પેન્ડિંગ બિલ માફ કરી દેવાશે. જે રીતે દિલ્હીમાં અમે 24 કલાક વીજળી આપી છે તે જ રીતે પંજાબમાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે. 

— ANI (@ANI) June 29, 2021

અરવિંદ કેજરીવાલે કહ્યું કે AAP ની સરકાર બનતા જ પહેલો નિર્ણય વીજળી સંલગ્ન લેવામાં આવશે. 300 યુનિટ મફત વીજળી, જૂના વીજ બિલ માફ તરત કરી દેવાશે. પરંતુ 24 કલાક વીજળી આપવામાં થોડો સમય જશે કારણ કે નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. 

અરવિંદ કેજરીવાલની 3 મોટી જાહેરાત
- 300 યુનિટ વીજળી મફત
- જૂના વીજળી બિલ માફ (ઘરેલુ)
- 24 કલાક વીજળી મળશે. 

અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે દેશમાં આજે સૌથી મોંઘી વીજળી પંજાબમાં મળે છે. તે પણ ત્યારે કે જ્યારે પંજાબ પોતાની વીજળી જાતે બનાવે છે. દિલ્હીમાં વીજળી બનતી નથી, બીજા રાજ્યો પાસેથી ખરીદવી પડે છે આમ છતાં સૌથી સસ્તી વીજળી દિલ્હીમાં છે. ગત એક વર્ષથી આમ આદમી પાર્ટીના લોકો સસ્તી વીજળી માટે પ્રદર્શન કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news