Delhi Politics: કેજરીવાલે મનીષ સિસોદિયા વિરુદ્ધ રચ્યું ષડયંત્ર? અલ્કા લાંબાનો ચોંકાવનારો દાવો

Manish Sisodia Arrest: દારૂ કૌભાંડના મામલામાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. દારૂ કૌભાંડમાં સીબીઆઈની કાર્યવાહીનો વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. 
 

Delhi Politics: કેજરીવાલે મનીષ સિસોદિયા વિરુદ્ધ રચ્યું ષડયંત્ર? અલ્કા લાંબાનો ચોંકાવનારો દાવો

નવી દિલ્હીઃ Manish Sisodia Arrest: લીકર કૌભાંડના કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. વિપક્ષ દારૂ કૌભાંડમાં સીબીઆઈની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યો છે. તે જ સમયે, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને અરવિંદ કેજરીવાલને રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. બંને નેતાઓના રાજીનામાએ નવી રાજકીય ચર્ચાને જન્મ આપ્યો છે.

કોંગ્રેસ નેતાએ મનીષ સિસોદિયાની ધરપકડ અને પછી રાજીનામાને લઈને કેજરીવાલ પર હુમલો કર્યો છે. અલ્કા લાંબાએ ટ્વીટ કરીને કહ્યું કે, કેજરીવાલ ઘણા સમય પહેલાથી મનીષ સિસોદિયાને ઠેકાણે પાડવાની ફિરાકમાં હતા, પરંતુ આ રીતે ભ્રષ્ટાચારમાં ફસાવીને ખેલ પાડી દેશે... વિચાર્યું નહોતું. 

— Alka Lamba (@LambaAlka) February 28, 2023

આ પહેલાં કોંગ્રેસ નેતા અલ્કા લાંબાએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથે દિલ્હીના 'મહા ઠગ' (CM અરવિંદ કેજરીવાલ)ને જોઈ શકીએ છીએ. સીબીઆઈ દ્વારા મનીષ સિસોદિયાની પૂછપરછ કરવા પર બોલતા, તેમણે કહ્યું કે "તે જેલમાં જશે" અને એવો પણ દાવો કર્યો કે, "દિલ્હીના સીએમનો દારૂ માફિયા સાથે સીધો સંબંધ છે."

— Alka Lamba (@LambaAlka) February 28, 2023

— Alka Lamba (@LambaAlka) February 28, 2023

નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને મંગળવારે રાજ્ય મંત્રીમંડળમાંથી પોતાના રાજીનામા આપી દીધા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બંનેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. તેમના રાજીનામાને હવે દિલ્હીના એલજી વીકે સક્સેનાને મોકલી દેવામાં આવશે. 

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસના સંબંધમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવ્યાના બે દિવસ પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે. દિલ્હી સરકારની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં રવિવારે સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. સત્યેન્દ્ર જૈન પહેલેથી જ જેલમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news