શું તમને ખબર છે? આ દેશમાં મફતમાં કરી શકો છો અભ્યાસ! જાણો કયો છે સારો વિકલ્પ

Free Study: દુનિયામાં એવા કેટલાક દેશ છે જે ભારત સહિત અન્ય દેશમાંથી આવતા વિદ્યાર્થીઓને ફ્રીમાં અભ્યાસ કરાવે છે. આ સિવાય કેટલાક એવા દેશ પણ છે જેમાં ઉચ્ચ અભ્યાસ માટેની ફી નહીં બરાબર છે. આજે તમને એવી કોલેજ-યુનિવર્સિટી વિશે જણાવીશું, જ્યાં તમે બહું ઓછી ફીમાં અને કેટલી જગ્યાએ તો લગભગ મફતમાં અભ્યાસ કરી શકો છો.

શું તમને ખબર છે? આ દેશમાં મફતમાં કરી શકો છો અભ્યાસ! જાણો કયો છે સારો વિકલ્પ

દિક્ષિતા દાનાવાલા: આજ-કાલ દરેકની એવી ઈચ્છા હોય છે કે, વિદેશમાં અભ્યાસ કરવા મળે, પરંતુ પૈસાની અછતે દરેકનું સપનું પુરૂ નથી થઈ શકતુ. પરંતુ તમારે આવું કરવાની કોઈ જરૂરત નથી, કારણ કે દુનિયામાં એવા કેટલાક દેશ છે જે ભારત સહિત અન્ય દેશમાંથી આવતા વિદ્યાર્થીઓને ફ્રીમાં અભ્યાસ કરાવે છે. આ સિવાય કેટલાક એવા દેશ પણ છે જેમાં ઉચ્ચ અભ્યાસ માટેની ફી નહીં બરાબર છે. આજે તમને એવી કોલેજ-યુનિવર્સિટી વિશે જણાવીશું, જ્યાં તમે બહું ઓછી ફીમાં અને કેટલી જગ્યાએ તો લગભગ મફતમાં અભ્યાસ કરી શકો છો.

જર્મની
સૌથી સારા શિક્ષણ મામલે જર્મની સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અહીં કોઈ પણ સરકારી વિશ્વવિદ્યાલયમાં કોઈ પણ પ્રકારની ટ્યુશન ફી નથી લેવામાં આવતી. પછી તે જર્મનીનો વિદ્યાર્થી હોય કે, બહારના દેશનો. જોકે, તમારે એડમિનિસ્ટ્રેશન ફી આપવી પડશે, જે લગભગ વર્ષની માત્ર 11 હજાર થી 19 હજાર રૂપિયા હોય છે.તે લગભગ આપને પરવડે તેમ છે...

નોર્વે 
નોર્વે એવો દેશ જેમાં લગભગ ગેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરેટ પ્રોગ્રામ એકદમ ફ્રી છે. જોકે તમારે એક શર્ત પુરી કરવી પડશે. શર્ત એ છે કે તમને નોર્વેની ભાષા આવડતી હોવી જોઈએ. જો તમારે અહીં ફ્રીમાં અભ્યાસ કરવો હોય તો તમે નોર્વેની ભાષા શીખી લો.તમને આ તક ખૂબ જ ઝડપથી મળી જશે.

સ્વીડન
સ્વીડનમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે યુરોપિયન ઈકોનોમીક એરિયાના વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી નથી લેવામાં આવતી. ભારત જેવા દેશ આમાં નથી, જોકે અહીં PHD  તમામ લોકો માટે ફ્રી છે. એટલું જ નહી અહીં પીએચડી કરનારને સરકાર તરફથી દર મહિને કેટલાક રૂપિયા પણ મળે છે.

ફિનલેન્ડ
ફિનલેન્ડ એવો દેશ જે  કોઈ પણ દેશના નાગરિક પાસેથી ફી નથી લતો, પરંતુ હવે તે નિયમમાં બદલાવ કરવા જઈ રહ્યો છે. આ દેશ પણ યુરોપિયન ઈકોનોમિક એરિયાના બહારના વિદ્યાર્થી પાસેથી હવે ફી વસુલશે. પરંતુ જો તમે અહીંની ભાષા શીખી લો તો તમારી ફી નહીં ચુકવવી પડે...

ઓસ્ટ્રિયા
ઓસ્ટ્રેલિયા જ્યાં યુરોપિયન યૂનિયનના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ફ્રીમાં છે. પરંતુ સારી વાત એ છે કે, અહીં ફી બહુ ઓછી છે. ભારતીય રૂપિયા પ્રમાણે જોઈએ તો લગભગ વર્ષની 55 હજાર રૂપિયા જ ફી છે.

ફ્રાન્સ અને સ્પેન
ફ્રાન્સ અને સ્પેનમાં કેટલીક યુનિવર્સિટિને બાદ કરતા સામાન્ય રીતે અહીંયા હાયર એજ્યુકેશન ફ્રી છે તો સાથે બેલ્જિયમ ,ગ્રીસ જેવા દેશોમાં પણ ફ્રીમાં અથવા ઓછી ફી માં આપ અભ્યાસ મેળવી શકો છો. 

જો આપ પણ વિદેશ જઈને અભ્યાસ કરવા માંગતા હોવ તો આપના માટે આ વિકલ્પ સારો છે.

જર્મની
સારા શિક્ષણ માટે જર્મની બેસ્ટ 
ટ્યુશન ફી લેવામાં નથી આવતી 

નોર્વે 
નોર્વની ભાષા આપને શીખવી પડશે

સ્વીડન
PHD કરનારને સરકાર તરફથી મળે છે પૈસા 

ફિનલેન્ડ
નિયમો બદલાયા છે પણ, ભાષા પર પ્રભુત્વ હશે તો આપને મળશે ફ્રી શિક્ષણ 

ઓસ્ટ્રિયા
ઓછી ફી આપે ચૂકવવી પડશે 

ફ્રાન્સ અને સ્પેન
હાયર અજ્યુકેશન ફ્રી 
બેલ્જિયમ અને ગ્રીસમાં ઓછા દરે અભ્યાસ કરી શકો છો 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news