CM કેજરીવાલે કહ્યું- ‘24 કલાકમાં 9 હત્યા’, પોલીસ પર ઉઠાવ્યો સવાલ, મળ્યો આ જવાબ...
શનિવારથી અત્યાર સુધીમાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં 9 હત્યા થઇ છે. આમ આદમી પાર્ટી (AAP)એ આ ઘટનાઓને લઇને કાયદો તેમજ વ્યવસ્થા માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રાજધાનીમાં ગુનાહિત ગુના વધી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં સતત થઇ રહેલી હત્યાઓને લઇને CM કેજરીવાલે દિલ્હી પોલીસ પર નિશાન સાધ્યું ત્યારે પોલીસે સીએમને જવાબ આપ્યો. સીએમ કેજરીવાલે દિલ્હી પોલીસને પૂછ્યું કે, લોકો સુરક્ષા માટે કોનો દરવાજો ખખડાવે? તેના જવાબમાં દિલ્હી પોલીસે આંકડા દર્શાવી સીએમને જણાવ્યું કે દિલ્હીમાં ક્રાઇમના દરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
તમને જણાવી દઇએ કે, શનિવારથી અત્યાર સુધીમાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં 9 હત્યા થઇ છે. આમ આદમી પાર્ટી (AAP)એ આ ઘટનાઓને લઇને કાયદો તેમજ વ્યવસ્થા માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રાજધાનીમાં ગુનાહિત ગુના વધી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આવા કિસ્સાઓમાં સુરક્ષા માટે કોના દરવાજા ખખડાવવા જોઇએ? ત્યારે આમ આદમી પાર્ટીએ કાયદા વ્યવસ્થા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ), તેમના સાંસદો, ઉપ રાજ્યપાલ તથા કેન્દ્રીય ગૃહમંત્રીને પણ જવાબદાર ગણાવ્યાં.
શનિવારની સવારે 42 વર્ષીય એક વ્યક્તિએ દક્ષિણ દિલ્હીના મહરોલી વિસ્તારમાં તેની પત્ની અને ત્રણ બાળકોનું ગળું કાપી હત્યા કરી હતી. જ્યારે અન્ય એક ઘટનામાં અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને 51 વર્ષના વૃદ્ધ અને તેમની પત્નીને છરી મારી હત્યા કરી દીધી હતી. રવિવાર સવારે વસંત વિહાર વિસ્તારમાં એક વૃદ્ધ દંપતિ તથા તેમના નોકરની લાશ મળી હતી. તેમના ગળા કાપી નાખવામાં આવ્યા હતા.
Delhi is witnessing a dangerous spurt in serious crimes. An elderly couple and their domestic help murdered in Vasant Vihar. Nine murders reported in last 24 hours across the city. Whose door should be knocked for safety & security of Delhiites ?
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 23, 2019
સીએમ કેજરીવાલે ટ્વિટ કર્યું, દિલ્હીમાં ગુનાહિત ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. એક વૃદ્ધ દંપતિ અને તેમના નોકર વસંત વિહારમાં મૃત મળ્યા હતા. શહેરરમાં છેલ્લા 24 કલાકમાં 9 હત્યા થઇ છે. દિલ્હીના લોકોની સુરક્ષા માટે કોનો દરવાજો ખખડાવવો જોઇએ. આ ટ્વિટના જવાબમાં દિલ્હી પોલીસે ગુના વધવાના દાવાને નકાર્યો હતો. દિલ્હી પોલીસે કહ્યું, દિલ્હીમાં આ પ્રકારના ગુનાઓ વધ્યા નથી. આ વર્ષ 2018ની સરખામણીમાં ગુનાહિત ગુનાઓમાં 10 ટકાનો ઘટાડો થયો છે. આ રીતે વૃદ્ધો સામેના ગુનાખોરીના ગુનામાં 22 ટકાનો ઘટાડો થયો છે.
No such increase in crime in Delhi. Overall heinous crimes down by 10 % this year compared to 2018. Similarly
heinous crime committed against senior citizens also down by 22% due to preventive efforts of Delhi police. @ArvindKejriwal pic.twitter.com/FaAA5PvLnK
— Delhi Police (@DelhiPolice) June 23, 2019
દિલ્હી પોલીસે દાવો કર્યો, જે ઘટનાઓનો ઉલ્લેખ સીએમ અરવિંદ કેજરીવાલ કરી રહ્યાં છે. આ ત્રણમાંથી બે કિસ્સાઓમાં ગુનો પરિવારના સદસ્ય દ્વાર કરવામાં આવ્યો છે અથવા ઘરના જ કોઇ વ્યક્તિ દ્વાર કરવામાં આવ્યા છે. ત્યારે વસંત વિહાર મામલે પણ ઘરમાં આવનાર વ્યક્તિ સાથે મિત્રતાનો સંબંધ હતો અને પોલીસ પાસે તેના મહત્વપૂર્ણ સ્રોત છે. આપના નેતા આતિશીએ મીડિયાને કહ્યું કે, તેમની પાર્ટી ખરાબ કાયદા વ્યવસ્થા માટે ભાજપને જવાબદાર માને છે.
(ઇનપુટ: એજન્સી ભષા)
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે