1 ઈંચ વરસાદે અમદાવાદને ધમરોળ્યું, 20થી વધુ વૃક્ષો ધારાશાઈ, અનેક જગ્યાએ જમીન બેસી ગઈ
ગુજરાતમાં વિધીવત ચોમાસાનો પ્રાંરભ થઈ ગયો છે. ત્યારે રવિવારે ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર ખાબકી પડ્યો હતો. અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર જેવા અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ :ગુજરાતમાં વિધીવત ચોમાસાનો પ્રાંરભ થઈ ગયો છે. ત્યારે રવિવારે ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર ખાબકી પડ્યો હતો. અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર જેવા અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ, અમદાવાદમાં પણ ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓએ વૃક્ષ પડવાના બનાવો બન્યા હતા, તો ક્યાંક જમીન ખસી જવાના બનાવ બન્યા હતા.
અમદાવાદમાં મધરાતે કેટલો વરસાદ
અમદાવાદ શહેરમાં મધરાતે 1 થી 2માં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એક કલાકમાં શહેરમાં સરેરાશ 23.83mm (એક ઇંચ) વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઓઢવમાં 51.50mm (2 ઈંચ), વટવામાં 43.00mm, મણિનગરમાં 33.50mm, ચકુડિયામાં 32 મીમી, સરખેજમાં 25મીમી, બોડકદેવમાં 22મીમી, વિરાટનગરમાં ૨૨મીમી, દૂધેશ્વર, મેમકો, નરોડા, કોતરપુર, ગોતા, ઉસ્માનપુરામાં સરેરાશ 20 થી 21મીમી (પોણો ઇંચ) વરસાદ ખાબક્યો હતો.
ઠેરઠેર વૃક્ષો ધારાશાયી
મધરાત્રિએ એક ઇંચ જેટલો વરસાદ બાદ અમદાવાદના અલગ અલગ સ્થળ પર પાણી ભરાયા હતા. અનેક સ્થળઓએ ઝાડ પડવાની ઘટના પણ બની. ભારે વરસાદ અને પવન ફૂંકાતા અમદાવાદભરમાં 95થી વધુ વૃક્ષો ધારાશાયી થયા છે. ચાંદખેડાના ન્યુ સીજી રોડ ઉપર 10 વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદના કોર્પોરેટ રોડ પર પાણી ભરાયા અને વાહન પણ ફસાયાના બનાવો બન્યા છે. તો બીજી તરફ એઈસી ફ્લાય ઓવરથી શાસ્ત્રી બ્રિજ વચ્ચે 7 વૃક્ષો પડ્યા છે.
અમદાવાદમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે અનેક જગ્યા પર ભૂવા પડતા જમીન બેસી ગયાનું સામે આવ્યું છે. ત્યારે CTM નેશનલ હાઈવે નંબર આઠ નજીકના સર્વિસ રોડ પર પાણીની પાઈપ લાઈનનું કામ કરવામાં આવ્યું અને કાર્ય પૂર્ણ થતા યોગ્ય પૂરાણ નહીં થતા ગઈકાલે વરસેલા વરસાદમાં જમીન બેસી જતા પાણી ભરાયા અને તે રસ્તા પરથી જઈ રહેલી ટ્રક ફસાઈ ગઈ હતી. આ ઉપરાંત મકરબા અને નારોલ નજીક પણ ટ્રક ફસાવાની ઘટના બની છે. શહેરના વેજલપુર અને મકરબા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ શ્યામલ સર્કલ નજીક હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. રસ્તા પર પડેલા ભૂવા અને યોગ્ય પૂરાણ નહીં કરવા પર સ્થાનિકો તંત્રના કાર્ય પર સવાલ ઉઠાવી રહ્યાં છે.
મોડીરાત ભારે પવન સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ ભૂવા પડવા સાથે જમીન બેસી ગયાનુ બહાર આવ્યું છે. સીટીએમ નેશનલ હાઈવે નંબર-૮ પર આવેલ વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીક સવિઁસ રોડ પર એક માસ પહેલા ખોદવામાં આવેલ પાણીની પાઈપ લાઈન બાદ યોગ્ય પુરાણ ન થતા લાંબી જમીન બેસી જતા તેમાં હેવી ટ્રક ટેલર તેમાં ફસાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે