Raj Kundra: ઈડીના દરોડા બાદ રાજ કુંદ્રાએ પહેલીવાર આપ્યું નિવેદન, શિલ્પા શેટ્ટીને લઈને કહી આ વાત
Raj Kundra: રાજ કુંદ્રાના ઘરે પોર્નોગ્રાફી કેસ મામલે ઈડીના દરોડા થયા હતા. આ ઘટના બાદ ફરી એકવાર શિલ્પા શેટ્ટીનું નામ ચર્ચામાં આવ્યું હતું, જેને લઈને રાજ કુંદ્રાએ સોશિયલ મીડિયા પર પોતાનું સ્ટેટમેન્ટ શેર કર્યું છે.
Trending Photos
Raj Kundra: પોર્નોગ્રાફી કેસ મામલે ઈડી દ્વારા રાજ કુંદ્રાના ઘરે ફરી એક વખત દરોડા કરવામાં આવ્યા હતા. આ ઘટના પછી ફરી એક વખત અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું નામ પણ ચર્ચામાં આવી ગયું હતું. દરોડાની કાર્યવાહી પછી રાજ કુંદ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નોટ લખીને પોતાનું નિવેદન શેર કર્યું છે. જેમાં તેણે શિલ્પા શેટ્ટીને લઈને પણ મહત્વની વાત લખી છે.
રાજ કુંદ્રાએ શેર કરેલા પોતાના સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે છેલ્લા ચાર વર્ષથી છે તપાસ ચાલી રહી છે તે માટે સંપૂર્ણ રીતે સહયોગ કરી રહ્યો છે. તેણે એવું પણ લખ્યું છે કે જ્યાં સુધી વાત પોર્નોગ્રાફી, મની લોન્ડરિંગના દાવાની છે તો તે ફક્ત એટલું જ કહેવા માંગે છે કે કોઈપણ સનસની ફેલાવતી વાત સત્યને છુપાવી નહીં શકે. અંતે તો ન્યાયની જ જીત થશે. સાથે જ તેણે ખાસ એ વાત પર ભાર મૂક્યો છે કે જે તપાસ ચાલી રહી છે તેમાં તે સહયોગ કરી રહ્યો છે પરંતુ દરેક વ્યક્તિ પોતાની મર્યાદા સમજે અને તેની પત્ની શિલ્પા શેટ્ટીનું નામ આ મામલે કારણ વિના ઘસીટે નહીં.
મહત્વનું છે કે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા છેલ્લા ઘણા મહિનાથી ઈડીની રડાર પર છે. શુક્રવારે રાજ કુંન્દ્રાના ઘર અને ઓફિસે દરોડા કર્યા હતા. શુક્રવારે શિલ્પા શેટ્ટીના વકીલ પ્રશાંત પાટીલે પણ એક નિવેદન શેર કર્યું હતું. તેમણે એ બધા જ રિપોર્ટનું ખંડન કર્યું હતું જેમાં અભિનેત્રીનું નામ તપાસ સાથે જોડવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે શિલ્પા શેટ્ટી પર ઇડીના દરોડા સંબંધિત ખબરો સાચી નથી. તેમણે લખ્યું હતું કે શિલ્પા શેટ્ટી નો સંબંધ આ પ્રકારના કોઈ જ અપરાધ સાથે નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે