અરુણાચલમાં અનેક છે 'વેલીઝ ઓફ નો રિટર્ન', દાયકાઓ પહેલા ગુમ થયેલા વિમાનોની હજુ પણ શોધ ચાલુ 

પૂર્વ અરુણાચાલ પ્રદેશના રોઈંગ જિલ્લાના ત્રણ સ્થાનિક પર્વતારોહકો જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં જડીબુટ્ટીની શોધમાં સુરિંધી પહાડી પર ગયા તો તેમને જડીબુટ્ટી તો ન મળી પરંતુ તેમણે 75 વર્ષથી ગુમ થયેલા એક વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો. આ વિમાન અમેરિકી વાયુસેનાનું વિમાન હતું જેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચીનમાં જાપાનીઓ વિરુદ્ધની લડાઈમાં મદદ કરવા માટે આસામના દિનજાન એરફિલ્ડથી ઉડાણ ભરી હતી. આ વિમાનના કાટમાળમાં કેટલીક વસ્તુઓ એકદમ યથાવત સ્થિતિમાં મળી આવી હતી. વિમાનમાં મોટા પ્રમાણમાં ગોળીઓ ઉપરાંત એક ચમચો, કેમેરાના લેન્સ ઉપરાંત ઉનના મોજા પણ એકદમ સુરક્ષિત મળી આવ્યાં. 
અરુણાચલમાં અનેક છે 'વેલીઝ ઓફ નો રિટર્ન', દાયકાઓ પહેલા ગુમ થયેલા વિમાનોની હજુ પણ શોધ ચાલુ 

નવી દિલ્હી: પૂર્વ અરુણાચાલ પ્રદેશના રોઈંગ જિલ્લાના ત્રણ સ્થાનિક પર્વતારોહકો જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં જડીબુટ્ટીની શોધમાં સુરિંધી પહાડી પર ગયા તો તેમને જડીબુટ્ટી તો ન મળી પરંતુ તેમણે 75 વર્ષથી ગુમ થયેલા એક વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો. આ વિમાન અમેરિકી વાયુસેનાનું વિમાન હતું જેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચીનમાં જાપાનીઓ વિરુદ્ધની લડાઈમાં મદદ કરવા માટે આસામના દિનજાન એરફિલ્ડથી ઉડાણ ભરી હતી. આ વિમાનના કાટમાળમાં કેટલીક વસ્તુઓ એકદમ યથાવત સ્થિતિમાં મળી આવી હતી. વિમાનમાં મોટા પ્રમાણમાં ગોળીઓ ઉપરાંત એક ચમચો, કેમેરાના લેન્સ ઉપરાંત ઉનના મોજા પણ એકદમ સુરક્ષિત મળી આવ્યાં. 

આ પ્રકારના મિશન દરમિયાન વિમાનની અંદર ખુબ જ ઠંડીથી બચવા માટે આ પ્રકારના મોજા અને અન્ય વસ્તુઓની જરૂર હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં 42 મહિના સુધી ચાલેલા ખુબ જ સાહસિક અને અનેક રીતે આત્મઘાતી અભિયાનને  FLYING THE HUMP કહેવાતું હતું. જેમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે આજે પણ અમેરિકી સરકાર અરુણાચલ પ્રદેશમાં પોતાની ટીમ મોકલે છે. 

અસમના દિનજાન એરબેઝથી 3 જૂનના રોજ અરુણાચલના મેચુકા એરફિલ્મડ માટે ઉડેલા એએન 32 વિમાન અને તેમાં સવાર 13 લોકોની 8 દિવસો બાદ ભાળ મળી છે. સુખોઈ-30, સી 130 જે સુપર હર્ક્યુલિસ, પી 8 આઈ એરક્રાફ્ટ, ડ્રોન અને સેટેલાઈટ્સ દ્વારા વિમાનની માહિતી મેળવવાની કોશિશ થઈ રહી છે. આ અભિયાનમાં વાયુસેના ઉપરાંત નેવી, સેનાની ગુપ્તચર એજન્સીઓ, આઈટીબીપી, અને પોલીસના જવાન સામેલ હતાં. આ અકસ્માતે એકવાર ફરીથી અરુણાચલ પ્રદેશની ઉપરથી ઉડાણ ભરવાના રોમાંચકારી ઈતિહાસની યાદ અપાવી છે. 

જુઓ LIVE TV

પૂર્વી અરુણચાલ પ્રદેશની પહાડીઓ પર પહેલા પણ અનેકવાર આવા વિમાનોનો કાટમાળ મળી આવ્યો છે જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લાપત્તા થઈ ગયા હતાં. આ અમેરિકી વિમાનો ચીનના કુનમિંગમાં લડી રહેલા તત્કાલિન ચીન પ્રમુખ ચિયાંગ કાઈ શેકને સૈનિકો અને અમેરિકા સૈનિકો માટે જરૂરી સપ્લાય લઈને જતા હતાં. આ વિમાનોએ આસામના દિનજાન એરબેઝથી ચીનના કુનમિંગ સુધી એ પ્રકારનો હવાઈ પુલ બનાવી લીધો હતો. પરંતુ બીજા વિશ્વ યુદ્ધનું સૌથી મોંઘુ સૈનિક મીશન પણ હતું. જાપાનના બર્મા પર કબ્જા બાદ પૂર્વી ચીનમાં મિત્ર દેશોની સેનાઓ ફસાઈ ગઈ હતી. જેમને જરૂરી સપ્લાય મોકલવા માટે એર ટ્રાન્સપોર્ટ કમાન્ડની રચના કરાઈ. આ કમાન્ડે એપ્રિલ 1942થી લઈને નવેમ્બર 1945 સુધી 650 હજાર ટન સાધનસામગ્રી ચીન પહોંચાડી હતી. સૌથી વ્યસ્ત સમયમાં આ કામમાં 650 સુધી એરક્રાફ્ટ અને 31000થી વધુ સૈનિકો સામેલ હતાં. પરંતુ આ દરમિયાન અરુણાચલ પ્રદેશની ઘાટીઓથી પસાર થઈને હિમાલયને પાર કરવો પડતો હતો જેમાં મોટી સંખ્યામાં વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થતા હતાં. 42 મહિનાના અભિયાનમાં 540 વિમાનો કાં તો ગુમ થયા કે દુર્ઘટનાગ્રસ્ત થયાં. અભિયાનમાં કુલ 1700 પાઈલટો અને વિમાન મુસાફરોના જીવ ગયાં. જ્યારે 1200 લોકો દુર્ઘટના બાદ પણ જીવતા બચીને પાછા ફર્યા હતાં. 

અમેરિકાએ પોતના ગુમ થયેલા સૈનિકોની ભાળ મેળવવા માટે હોનોલુલુમાં  US Joint POW/MIA Accounting Command (JPAC)નું ગઠન કર્યું. અનેકવાર શોધ અભિયાન ચલાવ્યા બાદ મે 2014માં JPACએ એક મોટું અભિયાન શરૂ કર્યું. એપ્રિલ 2016માં તેમને અરુણાચલના જંગલોમાં કેટલાક હાડકાના ટુકડા મળ્યાં જે બાદમાં 25 જાન્યુઆરી 1944ના રોજ કુનમિંગથી છાબુઆ આવતા ગુમ થયેલા એક બી 24 બોમ્બરના ક્રુના હોવાનું સાબિત થયું. તેમને સૈનિક સન્માન સાથે દફન કરવા માટે પાછા અમેરિકા મોકલી દેવાયા હતાં. 

જો કે હજુ એ સ્પષ્ટ રીતે નથી કહી શકાતું કે FLYING THE HUMP મિશનો દરમિયાન આટલી મોટી સંખ્યામાં વિમાનો ક્રેશ કેમ થયાં, પરંતુ અલગ અલગ રિસર્ચમાં એક વાત સ્પષ્ટ થઈ કે અહીંના આકાશમાં ખુબ વધારે ટર્બુલેન્સ અને 100 મીલ પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતો પવન અહીંની ઘાટીઓના સંપર્કમાં આવતા એવી સ્થિતિઓ પેદા થાય છે કે ત્યાં ઉડાણ ખુબ મુશ્કેલ બની જાય છે. તદ ઉપરાંત ત્યાંની ઘાટીઓ અને ગાઢ જંગલોમાં ક્રેશ થતા  કોઈ પણ વિમાનનો કાટમાળ શોધવો એક મિશન જેવું બની જાય છે. જેના  પૂરા થવામાં કેટલીકવાર અનેક દાયકા વીતી જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news