જ્યારે AIIMSના ડોક્ટરના સવાલ પર વાજપેયીએ કહ્યું, 'નમવાનું તો હું શીખ્યો જ નથી'
અટલજીને અંતિમ વિદાઇ આપવા માટે રાષ્ટ્રપતિથી માંડીને સામાન્ય માણસ સુધી કરોડો લોકો ઉમટી પડ્યા હતા
Trending Photos
નવી દિલ્હી : અટલ બિહારી વાજપેયી પંચતત્વમાં વિલિન થઇ ચુક્યા છે. શુક્રવારે સાંજે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર હિંદૂ રીતિ રિવાજની સાથે મુખાગ્ની આપવામાં આવી છે. તેમનો પાર્થિવ દેહ શરીર સવારે તેમનાં સરકારી આવાસો પરથી ભાજપ મુખ્યમથક પહોંચાડવામાં આવ્યું હતું. અહીં લાખોની ભીડ તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચી હતી. બીજી તરફ જ્યારે સ્વર્ગીય વાજપેયીજીને મુખાગ્ની આપવામાં આવી રહી હતી, તેની તુરંત બાદ ટ્વીટર પર અરૂણ જેટલીએ તેમની સાથેના પોતાના અનુભવો ટ્વીટર પર શેર કર્યા હતા.
Once in AIIMS his doctor asked him “Kya Aap Jhuk Gaye The?”, to which the man in pain not losing his sense of humour replied in the context of the Emergency: “झुकना तो सीखा नहीं डॉक्टर साहब । यूँ कहिये मुड गए होंगे” later he penned “टूट सकते हैं मगर हम झुक नहीं सकते”
— Arun Jaitley (@arunjaitley) August 17, 2018
જેટલીએ લખ્યું કે, અટલજી આ દુનિયા છોડીને જતા રહ્યા છે પરંતુ જે યુગની આધારશિલા તેમણે રાખી હતી તે વધારે સમૃદ્ધ થઇ ચુક્યું છે. આ જ વાજપેયીજીનો વારસો છે. એક અન્ય ટ્વીટમાં વાજપેયી અંગે જણાવતા જેટલીએ કહ્યું કે, એક વખત એમ્સના ડોક્ટર્સે તેમને પુછ્યું કે, શું તમે નમી ગયા હતા ? તે સમયે આ વ્યક્તિએ પારવાર દુખ વચ્ચે પણ પોતાનાં ચિરપરિચિત અંદાજમાં કહ્યું કે, નમવાનું તો અમે શિખ્યા જ નથી ડોક્ટર સાહેબ. એમ કહો કે વળી ગયા હશો. થોડા સમય બાદ તેમણે 'टूट सकते हैं, मगर हम झुक नहीं सकते..' કવિતા લખી હતી.
Atalji has left the world. But the era of which he laid the foundation will prosper even more. That is the Vajpayee legacy.
— Arun Jaitley (@arunjaitley) August 17, 2018
અરૂણ જેટલીએ અટલ બિહારી વાજપેયીએ સમગ્ર કાર્યક્રમ પર એક બ્લોગ પણ લખ્યો. તેમણે લખ્યું કે, એમરજન્સી અને લોકશાહીને બચાવવા માટેની સંપુર્ણ લડાઇ જનસંધ દ્વારા તેમના જ નેતૃત્વમાં લડાઇ હતી. જનતા સરકારમાં એક નાનકડો અનુભવ મેળવ્યા બાદ જ જનસંઘ ફરીથી એક ખુણામાં જતુ રહ્યું હતું, જો કે અટલજીએ આજે ભાજપ જે મુકામ પર છે ત્યાં સુધી પહોંચાડ્યું.
He had no personal enemies since he spoke mostly on issues rather than individuals. He was a wordsmith. He will be remembered the most for oration both in Parliament and outside. In Parliament, he was heard in pin drop silence. His oration was always blended with humour.
— Arun Jaitley (@arunjaitley) August 17, 2018
અટલજીને અંતિમ વિદાઇ આપવા માટે લાખોની ભીડ ઉમટી હતી. રાષ્ટ્રપતિ સ્મૃતિ સ્થળ પર તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, ત્રણેય સેનાના પ્રમુખ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, લાલકૃષ્ણ અડવાણી અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે અંતિમ વખત શ્રદ્ધાંજલી આપી હતી.
The battle against the Emergency and for restoration of democracy was fought by Jan Sangh under his leadership. After a brief experience in the Janata Government, the Jan Sangh was back to square one, but Atalji guided it where BJP is today.
— Arun Jaitley (@arunjaitley) August 17, 2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે