કુમારસ્વામીના આસુંઓ પર અરૂણ જેટલીનો કટાક્ષ, કહ્યું મને હિન્દી સિનેમાના ટ્રેજેડી યુગની યાદ આવી ગઈ
ગત શનિવારે બેંગલુરૂમાં એચડી કુમારસ્વામીએ કહ્યું હતું કે, તે એક વિષકંઠ (જ્યારે ભગવાન શિવ ઝેર પીને નિલકંઠ બન્યા) બનીને આ સરકારનું દુખ પી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ હાલમાં કર્ણાટકના મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીના પોતાના એક ભાષણમાં તે કહેતા આસું છલકી ગયા હતા કે, તે ગઠબંધન સરકારનું દુખ સહન કરી રહ્યાં છે. તેના પર કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે, કર્ણાટકમાં એક અવસરવાદી ગઠબંધન છે. આ ગઠબંધનનો ન તો કોઈ સ્પષ્ટ એજન્ડા છે ન તો આ ગઠબંધનમાં સામેલ પાર્ટીઓની વિચારધારાનો મેળ. જેટલીએ પોતાના ફેસબુક પેજ પર લેખ લકતા કહ્યું, આ એક બિન-વિચારધારાત્મક અવસરવાદી ગઠબંધનનો કોઈ સકારાત્મક એજન્ડા નથી, તેનું કોઇ સ્પષ્ટ પરિણામ નથી. ઋૃણાત્મક એજન્ડાનો આધાર મોદીને બહાર રાખવાનો છે.
જેટલીએ કહ્યું કે, આ નકારાત્મક એજન્ડાનો ઈરાદો માત્ર સત્તામાંથી નરેન્દ્ર મોદીને દૂર રાખવાનો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ચૌધરી ચરણ સિંહ, ચંદ્રશેખર, એચડી દેવેગૌડા અને આઈકે ગુજરાતની સાથે જે કર્યું છે, તે (કર્ણાટકનું ગઠબંધન) તે પરંપરાનું પુનરાવર્તન છે.
અરૂણ જેટલીએ કહ્યું, એક માનનીય મુખ્યપ્રધાનના દુખ અનુસાર, હું હિન્દી સિનેમાના ટ્રેજેડી યુગમાં ચાલ્યો ગયો, જ્યાં માત્ર સંવાદોના માધ્યમથી કલાકારોનું દર્દ છલકતું હતું. તેમણે કહ્યું કે, જ્યારે આ હાલ માત્ર બે પક્ષોના ગઠબંધનનો છે તો આ મહાગઠબંધનનું શું થશે જેમાં વિરોધી વિચારધારાવાળા પક્ષો સામેલ થશે.
તેમણે લખ્યું, મેં 26 મે, 2018ના રોજ કેટલાક વિપક્ષી નેતાઓના કાલ્પનિક વિકલ્પ બનાવવાની મહત્વકાંક્ષા વિશે લખ્યું હતું. મેં તે લેખમાં નિષ્કર્ષ કાઢ્યો હતો કે છેલ્લા કેટલાક દિવસોમાં એક કાલ્પનિક વિકલ્પ બનાવવા પર ચર્ચા થઈ રહી છે. જુદી-જુદી વિચારધારાવાળા પક્ષો એક ગ્રુપમાં આવવાની વાત કરી રહ્યાં છે. આ નેતાઓમાં કેટલાક સ્વાભાવિક છે તો કેટલાક સમય-સમય પર પોતાની વિચારધારા બદલતા રહે છે. તેમાં ટીએમસી, ડીએમકે, ટીડીપી, બીએસપી અને જેડીએસ જેવા પક્ષો સામેલ છે.
મહત્વનું છે કે ગત શનિવારે બેંગલુરૂમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કર્ણાટકના મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ કહ્યું, તમારો ભાઈ મુખ્યપ્રધાન બની ગયો છે, તેથી તમે ફુલ લઈને મારૂ સન્માન કરવા અહીં ભેગા થયા છો. તમે બધા ખૂશ છો, પરંતુ હું નહીં. હું એક વિષકંઠ (જ્યારે ભગવાન શિવ ઝેર પીને નિલકંઠ બન્યા) બનીને આ ગઠબંધન સરકારનું દુખ પી રહ્યો છું.
કર્ણાટકના સીએમ કુમારસ્વામી રડતા-રતડા બોલ્યા, મુખ્યપ્રધાન બનાવથી ખુશ નખી, ગઠબંધનનું ઝેર પી રહ્યો છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે