2019ના ઈલેક્શનને લઈ જેટલીનો વિપક્ષ પર વાર, દેશ નબળા ગઠબંધનને સહન નથી કરી શક્તુ

તેમણે કહ્યુ કે, તમારે એક સશક્ત નેતૃત્વની જરૂર છે. તમે એક નબળા ગઠબંધનને સહન નથી કરી શક્તા. આવી સરકારમાં એક દિવસ એવો આવી શકે છે, એક ભાગીદાર કહે કે જો તમે મારા રાજ્યને વિશેષનો દરજ્જો નથી આપ્યો, તો હું સમર્થન પરત લઈ લઈશ. તો પછી બીજા પણ કહેશે કે, મારા રાજ્યને આ દરજ્જો કેમ ન મળવો જોઈએ.

2019ના ઈલેક્શનને લઈ જેટલીનો વિપક્ષ પર વાર, દેશ નબળા ગઠબંધનને સહન નથી કરી શક્તુ

નવી દિલ્હી : આગામી વર્ષે થનારા ઈલેક્શનમાં બીજેપીની વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન થિયરી પર ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે, દેશ કોઈ પણ પ્રકારના નબળા ગઠબંધનને સહન નહિ કરી શકે. ઉદ્યોગ મંડળ ફિક્કીની વાર્ષિક બેઠકમાં સંબોધિત કરતા ફાઈનાન્સ મંત્રીએ કહ્યું કે, ભારત સ્થિર નીતિગત નિર્ણય તથા સુધારાના રસ્તેથી સતત આગળ વધવા માટે એક નબળા ગઠબંધનને સહન નહિ કરી શકે.

તેમણે કહ્યુ કે, તમારે એક સશક્ત નેતૃત્વની જરૂર છે. તમે એક નબળા ગઠબંધનને સહન નથી કરી શક્તા. આવી સરકારમાં એક દિવસ એવો આવી શકે છે, એક ભાગીદાર કહે કે જો તમે મારા રાજ્યને વિશેષનો દરજ્જો નથી આપ્યો, તો હું સમર્થન પરત લઈ લઈશ. તો પછી બીજા પણ કહેશે કે, મારા રાજ્યને આ દરજ્જો કેમ ન મળવો જોઈએ.

જેટલીએ કહ્યું કે, ગઠબંધન સકરાકમાં આવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે, જ્યાં દેશ આ પ્રકારના દળો પર નિર્ભર થઈને અસહાય હોય. 

જેટલીએ દેશને જણાવ્યું કે, આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગત દોઢ મહિનામાં 5 લાખ ગરીબ પરિવારને મુક્ત ચિકિત્સા સુવિધા મળી છે. રાજકોષીય ઘટાડા પર વાત કરતા ફાઈનાન્સ મંત્રીએ કહ્યું કે, સરકાર ચાલુ ફાઈનાન્સ વર્ષમાં 3.3 ટકા રાજકોષીય ઘટાડાના લક્ષ્ય પર કાયમ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત વૈશ્વિક ચેલેન્જિસ છતાં 7થી 8 ટકા આર્થિક વૃદ્ધિ દર મેળવશે અને દુનિયાની તીવ્ર વૃદ્ધિવાળી મોટી અર્થવ્યવસ્થામાં સ્થાન બનાવી રાખશે. આપણી 7થી 8 ટકાની વચ્ચે વૃદ્ધિ મેળવવાની ક્ષમતા બિલકુલ મુશ્કેલ હશે. કેમ કે, તેની અસર બહુ જ ગંભીર હશે. 

સરકારે ચાલુ ફાઈનાન્સ વર્ષમાં રાજકોષીય ઘટાડાને ઘરેલુ ઉત્પાદના 3.3 ટકા રાખવાનું લક્ષ્યાંક છે. તે 2017-18ના 3.5 ટકાથી ઓછુ છે. તાજા આંકડા અનુસાર, એપ્રિલ-ઓક્ટોબરમાં રાજકોષીય ઘટાડો બજેટીય અનુમાન 103.9 ટકા રહે છે. 

જેટલીએ કહ્યુ કે, ભારત તેલનો મોટો આયાતકાર છે. આવામા તેલના કિંમતોનો સીધો પ્રભાવ પડશે. ભારત પાસે એક હદ સુધી કાચા તેલના વધતા ભાવથી લડવાની ક્ષમતા છે અને જ્યારે આ હદને પાર કરે છે, તો આ ફુગાવો, મુદ્રા તથા ચાલુ ખાતાના ઘટાડાને પ્રભાવિત કરી શકે છે. 

વિદેશી મુદ્રાના કુલ પ્રવાહ અને નિકાસી અંતરને ચાલુ ખાતાના નુકસાન જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપીના 2.9 ટકા રહે, જે એપ્રિલ-જૂનમાં 2.4 ટકા હતું. તેમણે કહ્યું કે, જ્યારે વૈશ્વિક ચેલેન્જિસ સામે આવે છે, તો અમે ઈચ્છીએ છીએ કે ઓછામા ઓછી આપણી આંતરિક ઘરેલુ ક્ષમતા એટલી મજબૂત બને કે તેનો સામનો કરી શકે. ભારતીય અર્થવ્યવસ્થા હવે એટલી મોટી છે કે, આપણે વૈશ્વિક ચેલેન્જિસ છતાં એક નિશ્ચિત હદ સુધી મિલીટન્સી જોઈ શકીએ છીએ. હવે આપણે પણ વૃદ્ધિના મામલે મોટી અર્થવ્યવસ્થાઓમાં તીવ્ર આર્થિક વૃદ્ધિ દર મેળવવાની કેટેગરીમા આવી ગયા છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news