શિવસેનાના Saamanaમાં છવાઈ ગયા sharad pawar, વખાણ કરતા લખાયું કે....
શિવસેના (Shiv Sena)એ પોતાના મુખ્યપત્ર સામના (Saamana)માં એક લેખ સંપૂર્ણરીતે એનસીપી પ્રમુખ શરદ પવાર (sharad pawar)ને સમર્પિત કરવામાં આવ્યો છે. સામનાના કાર્યકારી સંપાદક સંજય રાઉત (Sanjay Raut) દ્વારા લખાયેલા આ લેખમાં દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધવામાં આવ્યું છે.
Trending Photos
મુંબઈ : શિવસેના (Shiv Sena)એ પોતાના મુખ્યપત્ર સામના (Saamana)માં એક લેખ સંપૂર્ણરીતે એનસીપી પ્રમુખ શરદ પવાર (sharad pawar)ને સમર્પિત કરવામાં આવ્યો છે. સામનાના કાર્યકારી સંપાદક સંજય રાઉત (Sanjay Raut) દ્વારા લખાયેલા આ લેખમાં દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધવામાં આવ્યું છે જ્યારે એનસીપી તેમજ કોંગ્રેસના વખાણ કરવામાં આવ્યા છે. લેખમાં લખવામાં આવ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસે હાસ્યાસ્પદ કમેન્ટ કરી હતી કે મહારાષ્ટ્રમાં વિપક્ષ જ નહીં રહે અને પવારની રાજનીતિનો અંત આવી ગયો છે. જોકે તેમની ગણતરી ઉંધી પડી અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બની ગયા. પવારના મનમાં હતું એ તેમણે કરી બતાવ્યું. આ એક સારી શરૂઆત છે. લેખમાં કહેવામાં આવ્યું છે શરદ પવાર વગર રાજનીતિ નિરસ અને રૂચિહીન છે. પવાર ઇચ્છે તો કોઈ પણ ઉથલપાથલ કરી શકે છે. આ વાત પર ફરી વિશ્વાસ કરવો પડશે.
લેખમાં સામનાએ સોનિયા ગાંધી અને કોંગ્રેસને આઘાડીનો હિસ્સો બનાવવા માટે શરદ પવારને શ્રેય આપવામાં આવ્યો છે. શરદ પવારનું વડપણ ન હોય તો મહારાષ્ટ્રમાં આ પરિવર્તન શક્ય નહોતું. આ ઘટનાક્રમ પર પહેલાં તો શરદ પવાર જ વિશ્વાસ કરવા તૈયાર નહોતા. શરદ પવાર પહેલાં તો સોનિયા ગાંધી (Sonia Gandhi)ને મળ્યા હતા પણ સોનિયા ગાંધીએ પણ આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો. તેમનો પહેલો જ સવાલ હતો કે શિવસેના સાથે ગઠબંધન કરી રીતે કરી શકાય? જોકે શરદ પવારે આ શંકાનું યોગ્ય રીતે સમાધાન કર્યું હતું.
શરદ પવારે સમજણ આપતા કહ્યું હતું કે બાલાસાહેબ ઠાકરે અને ઇન્દિરા ગાંધી વચ્ચે મધુર સંબંધો હતો. કટોકટી પછી મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન શિવસનાએ કોંગ્રેસના વિરોધમાં ઉમેદવાર ઉભા નહોતા કર્યા. પ્રતિભાતાઈ પાટિલ અને પ્રણવ મુખરજી જેવા કોંગ્રેસી નેતાઓને શિવસેના સમર્થન આપે એટલે આપણે સ્વયં બાળાસાહેબ ઠાકરેને મળ્યા હતા. આમ, શરદ પવારની સમજાવટ પછી સોનિયા ગાંધી શિવસેના સાથે ગઠબંધન કરવા તૈયાર થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે