પત્નીની સાથે સફર કરી રહ્યા હતા બિપિન રાવત, જાણો હેલીકોપ્ટરમાં કોણ-કોણ હતું સવાર

CDS Bipin Rawat Helicopter Crash: તમિલનાડુમાં વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ હેલીકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત અને સેનાના મોટા અધિકારી સામેલ હતા. જાણો હેલીકોપ્ટરમાં કોણ-કોણ સવાર હતું. 

પત્નીની સાથે સફર કરી રહ્યા હતા બિપિન રાવત, જાણો હેલીકોપ્ટરમાં કોણ-કોણ હતું સવાર

નવી દિલ્હીઃ Tamil Nadu Chopper Crash:  તમિલનાડુના કૂન્નુરમાં વાયુસેનાનું એમઆઈ-17 હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ હેલીકોપ્ટરમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને સેનાના મોટા અધિકારી સવાર હતા. સીડીએસ જનરલ રાવતના પત્ની પણ હેલીકોપ્ટરમાં સવાર હતા. વાયુસેનાએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સીડીએસ રાવતને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આ હેલીકોપ્ટરમાં કોણ-કોણ સવાર હતા. 

આ હેલીકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડ્ડર, લેફ્ટિનેન્ટ કર્નલ હરજિંદર સિંહ, નાયક ગુરસેવક સિંહ, નાયક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર, બી સાઈ તેજા અને હવલદાર સતપાલ સામેલ હતા. 

હેલીકોપ્ટર ક્રેશ થયા બાદ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ થઈ ચુક્યુ છે. હાલ તે સામે આવ્યું નથી કે વાયુસેનાનું હેલીકોપ્ટર ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું કે કોઈ ટેકનીકલ ખામીને કારણે. ભારતીય વાયુસેનાએ આ ઘટનાની પુષ્ટિ કરી દીધી છે કે જનરલ રાવત આ હેલીકોપ્ટરમાં સવાર હતા. આ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

CDS બિપિન રાવત જે હેલિકોપ્ટરમાં સવાર હતા તેના ભૂક્કા બોલાઈ ગયા, ઘટનાસ્થળની તસવીરો જોઈને ધ્રુજી જશો

ક્રેશ થયા બાદ હેલીકોપ્ટરમાં આગ લાગી હતી. હેલીકોપ્ટર ક્રેશ થયા બાદ સ્થાનીક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને મદદ શરૂ કરી દીધી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યાં છે. તો રક્ષામંત્રી રાજનાથ સિંહ આ વિશે સંસદમાં નિવેદન આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news