સેનાએ પાકિસ્તાનની BAT દ્વારા LoC પર ઘુસણખોરીના પ્રયાસનો વીડિયો બહાર પાડ્યો
ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ભારતીય સેનાએ એક ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ફોર્સના ચાર જવાનોને મારી નાખવાનો પણ દાવો કરાયો હતો. આ લોકો Loc પરથી ભારતીય સરહદમાં ઘુસણખોરીનો એક પ્રયાસ કરતા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ સોમવારે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT)ના નિયંત્રણ રેખા પર ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવાયો હતો. જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં BAT દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરાયો હતો. ભારતીય સેનાએ વળતો જવાબ આપીને BATના ચાર જવાનોને મારી નાખ્યા હતા, જેમના મૃતદેહ આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં BAT દ્વારા આ ઘુસણખોરીનો પ્રયાસ કરાયો હતો. સેનાએ એ સમયે જણાવ્યું પણ હતું કે, એલઓસીની નજીક BATના જવાનો અથવા આતંકવાદીઓનાં ચાર મૃતદેહ જોવા મળ્યા હતા.
#WATCH: Indian Army foiled an infiltration attempt by a Pakistani BAT(Border Action Team) squad along the Line of Control in Keran Sector of Kupwara in the 1st week of Aug. Bodies of eliminated Pakistani Army regulars/terrorists along with equipment seen in video.#JammuAndKashmir pic.twitter.com/kXKsJskVs0
— ANI (@ANI) September 9, 2019
સોમવારે ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરતા એલઓસી પર આવેલા આતંકવાદીઓના લોન્ચ પેડનો સફાયો કર્યો હતો. ભારતીય સેનાએ પીઓકેની લીપા વેલીમાં આવેલા આતંકવાદીઓના લોન્ચિંગ પેડ્સનો સફાયો કરી નાખ્યો હતો. સૂત્રોએ ઝી મીડિયાને જણાવ્યું કે, ભારતીય સેનાએ પાકિસ્તાની આર્મીની પોસ્ટ નજીક આવેલા લોન્ચ પેડને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાનની સેના આ પોસ્ટનો ઉપયોગ ભારતમાં સરહદે આવેલા ગામડાઓ પર હુમલો કરીને આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરવા માટે કરતી હતી. ઈન્ટેલિજન્સ સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાની સેના અને આઈએસઆઈએ પીઓકેમાં ત્રણ નવા આતંકી કેમ્પ સ્થાપ્યા છે, જેનો હેતુ જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓની ઘુસણખોરી કરાવાનો છે.
ભારતીય સેનાએ પીઓકેમાં લગભગ 18 જેટલા આતંકી કેમ્પ અને લોન્ચ પેડ શોધી કાઢ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ શરણ લઈ રહ્યા છે અને પાક. સેના તથા આઈએસઆઈ આ આતંકવાદીઓને ભારતમાં ઘુસેડવા માટેનાં પ્રયાસ કરી રહ્યા છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે