ભારતમાં લાખો એપ્પલના ફોન બંધ થાય તેવી શક્યતા, મુદ્દો કોર્ટમાં ગુંચવાઇ શકે
એપ્પલ પોતાની પ્રાઇવસી મુદ્દે પહેલાથી જ ખુબ કડક છે એટલે ટ્રાઇ દ્વારા અપાયેલ નિર્દેશો પાળવાની મનાઇ કરી ચુક્યું છે
Trending Photos
નવી દિલ્હી : ભારતીય ટેલિકોમ રેગ્યૂલેટર (TRAI)એ ભારતમાં તમામ સ્માર્ટફોનમાં ડૂ નોટ ડિસ્ટર્બ એપને ફરજીયાત કરવાની જાહેરાત કરી છે. એન્ડ્રોઇડમાં આ પ્રકારનું ફિચર પહેલાથી જ છે પરંતુ એપલ દ્વારા હજી સુધી એવું નથી કર્યું. યુઝર પ્રાઇવસી મુદ્દે એપ્લ પોતાની કડકાઇ માટે સમગ્ર વિશ્વમાં જાણીતી છે. એવા ઘણા ઉદાહરણ જોવા મળ્યા છે કે જ્યારે કંપનીએ અમેરિકન સરકારના મુદ્દે FBI સુધીની વાત માનવાનો ઇન્કાર કર્યો છે.
યુઝર પ્રાઇવસીના મુદ્દે એપલે પોતાના કડકાઇ મુદ્દે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. એવા ઘણા ઉદાહરણ જોવા મળ્યા છે જ્યારે કંપનીએ અમેરિકન સરકાર મુદ્દે FBI સુધી આ વાત માનવાનો ઇન્કાર કર્યો છે. તેની પાછળ કંપનીની દલીલ યૂઝરની પ્રાઇવસી જ રહી છે. TRAI દ્વારા ઇશ્યું કરાયેલા આ નિર્દેશ બાદ હવે એપલ ટ્રાઇપના આ નવા નિયમની વિરુદ્ધ કોર્ટ જઇ શકે છે. ટ્રાઇના આ નિયમ હેઠળ જો કોઇ કંપનીએ પોતાના સ્માર્ટ ફોનમાં ડૂનોટ ડિસ્ટર્બ એપ નથી ઇન્સ્ટોલ કર્યો તો તેને બંધકરી દેવામાં આવશે.
સુત્રોના હવાલાથી આવી રહેલા સમાચારો અનુસાર ટ્રાઇ દ્વારા લાવવામાં આવેલો આ નિયમ પોતાનાં વર્તુળમાં નથી અને તેના માટે એપ્પલ કાયદાની મદદ લઇ શકે છે. મળતી માહિતી અનુસાર ટ્રાઇ કાયદાની પદ્ધતીથી કોઇ ટેલિકોમ કંપનીને કોઇ હેન્ડસેટની સર્વિસ બંધ કરવા માટે કહી શકે છે. જો કે એપ્પલ iOSના આગામી વર્ઝન એટલે કે iOS 12 સોફ્ટવેર અપડેટમાં આ પ્રકારના ફિચરની આશા છે જેમાં યુઝર્સ બિન જરૂરી કોલ્સ અને મેસેજને રિપોર્ટ કરી શકે છે. એપ્પલે ટ્રાઇને તે અંગે માહિતી આપી છે અને તે સપ્ટેમ્બર સુધી દરેક આઇફોનમાં આપવામાં આવશે.
ટ્રાઇના આ નિયમનું કારણે આ સમાચારો આવવાનાં ચાલુ થઇ ચુક્યા છે કે લાખો આઇફોન બંધ થઇ શકે છે કારણ કે હાલ ટ્રાઇના આ નિયમનું પાલન કરવા માટે એપ્પલ તૈયાર નથી. જો આ મુદ્દો વધારે ગુંચવાશે તો આ મુદ્દો વિવાદિત બની શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે