Video: રાજકોટમાં કેબિન પાર્લરમાં પોલીસના દરોડા, યુવક-યુવતીઓ સ્થળ છોડીને ભાગ્યા

 Video: રાજકોટમાં કેબિન પાર્લરમાં પોલીસના દરોડા, યુવક-યુવતીઓ સ્થળ છોડીને ભાગ્યા

રાજકોટઃ શહેરમાં ચૌધરી હાઇસ્કૂલની સામે એક પાર્લર ચાલતું હતું. તો પોલીસને જાણ થતા આજે પાર્લર પર દરોડા પાડ્યા હતા. જ્યારે પોલીસે રેડ પાડી ત્યારે પાર્લરની અંદર અનેક યુવક-યુવતીઓ હાજર હતા. પોલીસે પાર્લરના સંચાલકની ધરપકડ કરી છે. 

પ્રાપ્ત વિગત અનુસાર, ચૌધરી હાઇસ્કૂલ સામે બેપ્પી કેબિન પાર્લર ચાલતું હતું. તેના પર પોલીસે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન અંદર અનેક યુવક-યુવતીઓ બેઠા હતા. આ તમામ વિદ્યાર્થીઓ હતો. પોલીસને જોઈને તમામ યુવક-યુવતીઓ ભાગી ગયા હતા. આ પાર્લર વિશે આસપાસના રહિશોએ પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news