અપર્ણા ઇચ્છે છે અયોધ્યામાં બને રામ મંદિર, મુલાયમના રાજમાં કાર સેવકો પર થયો હતો ગોળીબાર
રામ મંદિર નિર્માણને લઇને ચાલી રહેલા રાજકીય સંગ્રામની વચ્ચે સમાજવાદી પાર્ટીએ સંરક્ષક મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધુ અપર્ણા યાદવે મોટું નિવેદન આપ્યું છે
Trending Photos
બારાબંકી: દેશભરમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને ચાલી રહેલા રાજકીય સંગ્રામની વચ્ચે સમાજવાદી પાર્ટીએ સંરક્ષક મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધુ અપર્ણા યાદવે મોટું નિવેદન આપ્યું છે. અપર્ણાએ કહ્યું કે અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ છે અને ત્યાં રામનું મંદિર બનવું જોઇએ. જોકે તેમણે આ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ પર સંપૂર્ણ વિશ્વાસ છે.
અપર્ણમાએ કહ્યું કે રામ મંદિર બનવું જોઇએ અને તે રામ મંદિરના પક્ષમાં છે. તે ગુરૂવારના બારાબંકીના દેવા શરીફમાં હતી, તે દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા અપર્ણા આ અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું કે અયોધ્યામાં બનવું જોઇએ રામ મંદિર, રામ જન્મભૂમી રહી છે. તેમમે કહ્યું કે હું ભાજપ અને કોઇની સાથે નથી, હું રામની સાથે છું.
ચૂંટણીમાં પડી હતી કૌટુંબિક ખેંચતાણની અસર
અપર્ણમા યાદવે કહ્યું છે કે શિવપાલ દ્વારા જુદી પાર્ટી બનાવવાથી તેની અસર 2019ની લોકસભા ચૂંટણી પર પણ જોવા મળશે. તેમણે કહ્યું કે જો શિવપાલની પાર્ટીથી તક મળશે તો ચૂંટણી પણ લડશે. તેમણે કહ્યું કે કૌટુંબિક ખેટતાણના કારણે 2017ની ચૂંટણી પ્રભાવિત થઇ હતી અને 2019ની ચૂંટણી પર પણ તેની અસર જરૂર જોવા મળશે. કેમકે કાકોજીનો પણ પાર્ટીને મજબૂત કરવામાં ઓછું યોગદાન આપ્યું નથી.
કાકાની પાર્ટીથી લડીશ ચૂંટણી
2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ કઇ પાર્ટીના પ્રતીક સાથે લડશે તો તેણે કહ્યું કે હજું લોકસભા ચૂંટણીમાં સમય છે. જોકે તેને પુછવામાં આવ્યું કે તેઓ સમાજવાદી પાર્ટીના પ્રતિક સાથે ચૂંટણી લડેશે અથવા પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીથી લડશે? અપર્ણાએ કહ્યું કે તેઓ કાકા શિવપાલ અને નેતાજીની સાછે છે, એટલા માટે જ્યાં મોટા રહેશે ત્યાંથી હું પણ રહીશ.
CM યોગી સાથે મુલાકાત બાદ થઇ હતી ચર્ચા
મુલાયમ સિંહના નાના પુત્ર પ્રતીક યાદવની પત્ની અપર્ણા યાદવે આ પહેલા પણ ઘણી વખત એસપીથી અલગ સ્વર અપનાવ્યો છે. યુપીમાં ભાજપ સરકારની સત્તામાં આવ્યાના થોડા દિવસ પછી જ અપર્ણા અને તેમના પતિ પ્રતિક યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચાઓ થઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે