ભારત-ચીન તણાવ વચ્ચે વાયુસેનાને અપાચે હેલિકોપ્ટર મળ્યાં, ચિનુક પણ થયા ડિલીવર

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાને પાંચ વધારે અપાચે હેલિકોપ્ટર મળી ચુક્યું છે. તેની સાથે જ હવે ભારતીય વાયુસેનાની પાસે તમામ 22 અપાચે એટેક હેલિકોપ્ટર સંચાલન માટે તૈયાર છે. સાથે જ ચિનુક હેલિકોપ્ટર પણ ભારતીય વાયુસેનાને મળી ચુક્યા છે. અમેરિકી કંપની બોઇંગ દ્વારા 22 મેથી અંતિમ પાચ અપાચે હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાને જુન મહિનામાં સોંપી દેવામાં આવ્યા છે. બોઇંગે એક નિવેદનમાં જણાવ્યું કે, 22 અપાચે હેલિકોપ્ટરના અંતિમ પાંચ હેલિકોપ્ટર હિંડન એરબેઝ પર વાયુસેનાને સોંપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ચિનુકની ડિલીવરી પણ માર્ચ મહિનામાં કરી દેવામાં આવી છે.
ભારત-ચીન તણાવ વચ્ચે વાયુસેનાને અપાચે હેલિકોપ્ટર મળ્યાં, ચિનુક પણ થયા ડિલીવર

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાને પાંચ વધારે અપાચે હેલિકોપ્ટર મળી ચુક્યું છે. તેની સાથે જ હવે ભારતીય વાયુસેનાની પાસે તમામ 22 અપાચે એટેક હેલિકોપ્ટર સંચાલન માટે તૈયાર છે. સાથે જ ચિનુક હેલિકોપ્ટર પણ ભારતીય વાયુસેનાને મળી ચુક્યા છે. અમેરિકી કંપની બોઇંગ દ્વારા 22 મેથી અંતિમ પાચ અપાચે હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાને જુન મહિનામાં સોંપી દેવામાં આવ્યા છે. બોઇંગે એક નિવેદનમાં જણાવ્યું કે, 22 અપાચે હેલિકોપ્ટરના અંતિમ પાંચ હેલિકોપ્ટર હિંડન એરબેઝ પર વાયુસેનાને સોંપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ચિનુકની ડિલીવરી પણ માર્ચ મહિનામાં કરી દેવામાં આવી છે.

ગત્ત વર્ષે સપ્ટેમ્બરમાં અપાચે હેલિકોપ્ટરની પહેલી બેચ ભારતને મળી હતી. જેમાં આઠ અપાચે હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. વાયુસેનાએ 22 હેલિકોપ્ટરની ખરીદી માટે 2015માં અમેરિકી કંપની બોઇંગની સાથે સોદો કર્યો હતો. પાકિસ્તાન અને ચીન પર નજર રાખવા માટે અપાચે હેલિકોપ્ટરને પંજાબ પઠાણકોટ અને જોરહાટ એબેઝ પર તહેનાત કરવામાં આવ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, હેલિકોપ્ટર વિશ્વનાં સર્વશ્રેષ્ઠ હેલિકોપ્ટર પૈકી એક માનવમાં આવે છે. ખાસકરીને તે માઉન્ટેન વોર ફેર માટે ખુબ જ શ્રેષ્ઠ છે. અમેરિકી સેના તેનો ઉપયોગ અફઘાનિસ્તાનના ઉંચા પહાડોમાં તાલિબાનો વિરુદ્ધ કરી રહી છે. હાલમાં અફાચે હેલિકોપ્ટર લદ્દાખમાં સેનાનો હિસ્સો છે. તેમાં એન્ટી ટેંક મિસાઇલથી માંડીને કોઇ પણ મુશ્કેલ સ્થિતીમાં ઉડ્યન કરવાની ક્ષમતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news