વડાપ્રધાને પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણ માટે લોકો પાસે માંગ્યા સૂચનો
વડાપ્રધાને કહ્યું કે, તેઓ આગામી દિવસોમાં લોકો પાસેથી ઉપયોગી જાણકારી મળવાને લઈને આશાન્વિત છે.
Trending Photos
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય દિવસ પર પોતાના ભાષણ માટે લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી છેલ્લા ત્રણ વર્ષના ભાષણો માટે લોકો પાસેથી સૂચનો માંગતા રહ્યાં છે. વડાપ્રધાને ટ્વીટ કર્યું, 15 ઓગસ્ટ પર અમારા ભાષણ વિશે તમારા શું વિચાર અને સૂચનો છે? તેને તમે વિશેષ રૂપે બનાવેલા મંચ નરેન્દ્ર મોદી એપ પર મારા સાથે શેર કરો.
વડાપ્રધાને કહ્યું કે, તેઓ આગામી દિવસોમાં લોકો પાસેથી ઉપયોગી જાણકારી મળવાને લઈને આશાન્વિત છે. નરેન્દ્ર મોદી છેલ્લા 3 વર્ષમાં પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણ માટે લોકો પાસેથી સૂચનો અને વિચાર માંગતા રહ્યાં છે. લોકો માઇજીઓવી વેબસાઇટ પર પણ પોતાના સૂચનો મોકલી શકે છે.
mygov.in પ્રમાણે વડાપ્રધાન મોદી પોતાના ભાષણમાં કેટલાક વિચારોને સામેલ કરી શકે છે. વેબસાઇટ પર બળાત્કાર, ખુલ્લામાં શૌચ, અનામત પ્રણાલી અને શિક્ષા સહિત કેટલાક મામલા પર પહેલાથી જ કેટલાક વિચારો પ્રાપ્ત થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ 5મું સ્વતંત્રતા દિવસ ભાષણ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે