મુઘલ બાદશાહ એટલાં મોંઘા ચશ્મા પહેરતા કે એની કિંમતમાં એક આખો મોલ ખરીદી શકાય! ચશ્મામાં એવું તો શું હશે?

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ વિશે જાણકારી પણ આપવામાં આવી છે. આ ચશ્મામાં ખાસ પ્રકારના રત્ન જડેલા છે. ચશ્મામાં કાચના બદલે હીરા અને પન્નાથી બનેલા લેન્સ લગાવવામાં આવ્યા છે. પરંતુ આ ચશ્મા માત્ર હીરા અથવા ખૂબ જ કિંમતી રત્નોનાં કારણે આટલા મોંઘા નથી. ચશ્મા મોંઘા હોવા પાછળ અન્ય ઘણા કારણો છે.

મુઘલ બાદશાહ એટલાં મોંઘા ચશ્મા પહેરતા કે એની કિંમતમાં એક આખો મોલ ખરીદી શકાય! ચશ્મામાં એવું તો શું હશે?

ઝી બ્યૂરો, અમદાવાદઃ શું તમે જાણો છો કે, પ્રાચીન મુઘલ બાદશાહ પણ ચશ્મા પહેરતા હતા. જોકે, તેમના ચશ્મા ખૂબ જ અસાધારણ અને દુર્લભ હતા. આ ચશ્મામાં કાચના બદલે દુનિયાના અમૂલ્ય હીરા લાગેલા હતા. મુઘલ બાદશાહનાં આ ચશ્મા 35 લાખ ડૉલર એટલે અંદાજે 25 કરોડ રૂપિયામાં નીલામ થઈ શકે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ વિશે જાણકારી પણ આપવામાં આવી છે. આ ચશ્મામાં ખાસ પ્રકારના રત્ન જડેલા છે. ચશ્મામાં કાચના બદલે હીરા અને પન્નાથી બનેલા લેન્સ લગાવવામાં આવ્યા છે. પરંતુ આ ચશ્મા માત્ર હીરા અથવા ખૂબ જ કિંમતી રત્નોનાં કારણે આટલા મોંઘા નથી. ચશ્મા મોંઘા હોવા પાછળ અન્ય ઘણા કારણો છે.

આભૂષણ શિલ્પ કૌશલનું ઉદાહરણ:
Sotheby's અનુસાર માનવામાં આવે છે કે, ચશ્મા મૂળ રૂપથી મુઘલ સામ્રાજ્યના રાજપરિવારના છે. આ ચશ્માને ખાસ કરીને ‘નેગેટિવિને દૂર કરવા’ અને ‘જ્ઞાનનાં ઉદય સુધી પહોંચવા’માં મદદ કરવા માટે બનાવવામાં આવ્યા હતા. Sotheby's ના મીડલ ઈસ્ટ અને ભારતના અધ્યક્ષ એડવર્ડ ગિબ્સના CNNએ જણાવ્યુ કે, ચશ્મા મુઘલ આભૂષણ શિલ્પ કૌશલનું એક દુર્લભ ઉદાહરણ છે.

200 કેરેટના હીરાથી બન્યા લેન્સ:
ચશ્મામાં લાગેલા લેન્સ જેને ‘'Halo of Light’ના નામથી ઓળખવામાં આવે છે, આ કિંમતી 200 કેરેટના લેન્સથી ચશ્માને બનાવવામાં આવ્યા છે. ચશ્માની બીજી જોડ લીલા રંગની છે. આ ચશ્માને 'Gate of Paradise’થી કહેવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે હીરાને ચશ્મામાં ફીટ કરવા, તેને શેપ આપવા માટે કોલંબિયાઈ પન્નાથી કટ કરવામાં આવ્યો હતો.
 
મુઘલ દરબારમાં રજૂ કરવામાં આવતા હતા હીરા:
ચશ્મા પર લાગેલા રત્નો વિશે ગિબ્સ કહે છે કે, આકાર, મેગ્નીટ્યૂડ અને કિંમતી રત્ન સીધા મુઘલ દરબારમાં રજૂ કરવામાં આવતા હતા. વર્ષની શરૂઆતમાં હોંગકોંગમાં 29.3 મિલિયન ડૉલર (213 કરોડ રૂપિયા)માં વેચાયા બાદ 15.81 કરોડનો રત્ન નીલામીમાં વેચાનાર અત્યાર સુધીનો સૌથી મોંઘો Purple-Pink હીરો બની ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news