કોરોનાના વધુ એક વેરિએન્ટે આપી દસ્તક! એટલો ખતરનાક કે દર 3 દર્દીમાંથી 1નું મોત

ઓમિક્રોન વેરિઅન્ટની હળવાશની અસર વચ્ચે, અન્ય વેરિઅન્ટે વિશ્વના તમામ દેશોની ચિંતા વધારી દીધી છે. વુહાનમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના નવા વેરિએન્ટ નિયોકોવ ( NeoCoV) વિશે ચેતવણી આપી છે.

કોરોનાના વધુ એક વેરિએન્ટે આપી દસ્તક! એટલો ખતરનાક કે દર 3 દર્દીમાંથી 1નું મોત

નવી દિલ્હી: ઓમિક્રોન વેરિઅન્ટની હળવાશની અસર વચ્ચે, અન્ય વેરિઅન્ટે વિશ્વના તમામ દેશોની ચિંતા વધારી દીધી છે. વુહાનમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના નવા વેરિએન્ટ નિયોકોવ ( NeoCoV) વિશે ચેતવણી આપી છે, જે હાલમાં દક્ષિણ આફ્રિકામાં ફેલાય છે. ન્યૂ સ્ટ્રેન કથિત રીતે મધ્ય પૂર્વ્ક શ્વસન સિંડ્રોમ  MERS-COV સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. રશિયન ન્યૂઝ એજન્સી સ્પુટનિકના અહેવાલ મુજબ, દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત ચામાચીડિયામાં જોવા મળેલા NeoCoV માં મૃત્યુદર અને ટ્રાન્સમિશન દર વધુ છે.

'દર 3 દર્દીમાંથી 1 નું મૃત્યુ'
જો કે, સ્પુતનિકે દાવો કર્યો હતો કે 2012 અને 2015 ની માફક નિયોકોવ નવો નથી, તે મધ્ય પૂર્વીય દેશોમાં શોધાયો હતો. ચીનના વુહાનના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ પ્રકાર દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે. આમાં દર 3માંથી 1 દર્દીનું મોત થઈ શકે છે. જો કે, ચીનના વૈજ્ઞાનિકો પર આંધળો વિશ્વાસ કરી શકાય નહીં, કારણ કે 2020માં વુહાનથી જ કોરોના મહામારી ફેલાઈ હતી.

રશિયન વૈજ્ઞાનિકોએ આપી આ દલીલ
દક્ષિણ આફ્રિકામાં નિયોકોવ વેરિઅન્ટ ચામાચિડીયામાં જોવા મળ્યો છે. આ પહેલાં પ્રાણીઓમાં પણ જોવા મળ્યો હતો. BioRxiv વેબસાઈટ પર પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે નિયોકોવ (Neokov) અને તેના પાર્ટનર વાયરસ PDF-2180-CoV મનુષ્યને સંક્રમિત કરી શકે છે. વુહાન યુનિવર્સિટી અને ચાઈના એકેડમી ઓફ સાયન્સના સંશોધક પણ આ જ વાત કહે છે. તેમના અનુસાર માત્ર એક મ્યૂટેશન પછી તે માનવ કોષોને સંક્રમિત કરી શકે છે. જો કે, રશિયાના વાઈરોલોજી અને બાયોટેકનોલોજી વિભાગનો તર્ક એ પણ છે કે આ પ્રકારમાં મનુષ્યોમાં ફેલાવાની ઓછી સંભાવના છે. હજુ પણ આ અંગે રિસર્ચની જરૂર છે.

ઓમિક્રોન એ કોરોનાનો અંત નથી!
અમારી સહયોગી વેબસાઈટ India.com એ એક નિવેદનને ટાંકીને કહ્યું કે, 'વેક્ટર રિસર્ચ સેન્ટર ચીની શોધકર્તા દ્વારા NeoCoV કોરોના વાયરસ પર પ્રાપ્ત  આંકડાથી અવગત છે. હાલ, મુદ્દો માનવો વચ્ચે સક્રિય રીતે ફેલાવવામાં સક્ષમ નવા કોરોના વાયરસના ઉદભવનો નથી. તમને જણાવી દઈએ કે આ કોવિડ-19 પર WHOના ટેકનિકલ નેતૃત્વ પછી આવ્યું છે. આ સિવાય અન્ય એક નિષ્ણાત મારિયા વાન કેરખોવે દાવો કર્યો છે કે ઓમિક્રોન કોરોના વાયરસનું અંતિમ સંસ્કરણ નથી અને ભવિષ્યમાં વધુ હોઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news