Shocking! ચમોલીનો અત્યંત આઘાતજનક Video, ધસમસતા પ્રવાહમાં જીવતા વહી ગયા લોકો

ચમોલીમાં ઘટેલી આ દુર્ઘટનાનો એક વીડિયો (Video) જે સામે આવ્યો છે તે કંપારી છૂટી જાય તેવો છે. આ ત્રાસદીએ કેદારનાથ ત્રાસદીની યાદ અપાવી દીધી. આ વીડિયોમાં ચમોલી (Chamoli)  તપોવન NTPC ના બેરાજમાં કંપનીના લોકો વહી જતા જોવા મળી રહ્યા છે.

Shocking! ચમોલીનો અત્યંત આઘાતજનક Video, ધસમસતા પ્રવાહમાં જીવતા વહી ગયા લોકો

નવી દિલ્હી: ઉત્તરાખંડ (Uttarakhan) માં આવેલી તબાહીનો આજે ચોથો દિવસ છે. જીવન અને મોત વચ્ચેનો સંઘર્ષ ચાલુ છે. ચમોલી (Chamoli)  અકસ્માતમાં થયેલા નુકસાન બાદ હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. NTPC ના તપોવન પ્રોજેક્ટમાં પારાવાર નુકસાન થયું છે. સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સેના, NDRF, ITBP, SDRF અને હવે મરીન કમાન્ડોની ટુકડી પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં આ તબાહીમાં કુલ 32 લોકોના મોત થયા છે. આ ભયાનક ત્રાસદીનો એક વીડિયો હવે બહાર આવ્યો છે જે જોઈને તમારા હાજા ગગડી જશે. જીવતા માણસો પૂરમાં તણાઈ રહ્યા છે. 

ઉત્તરાખંડ (Uttarakhand) ના ડીજીપી અશોક કુમારના જણાવ્યાં મુજબ આમ તો અત્યાર સુધીમાં કેટલા લોકો ગુમ થયા તેનો ચોક્કસ આંકડો નક્કી કરી શકાતો નથી પરંતુ આ આંકડો 194થી 204ની વચ્ચે હોઈ શકે છે. જે 32 મૃતદેહો મળી આવ્યાં તેમાંથી 8 ની ઓળખ થઈ શકી છે જ્યારે 24ની ઓળખ હજુ થઈ શકી નથી. બે મૃતદેહ ઉત્તરાખંડ પોલીસકર્મીના પણ મળી આવ્યા છે. 

હાજા ગગડાવી નાખે તેવો વીડિયો સામે આવ્યો
ચમોલીમાં ઘટેલી આ દુર્ઘટનાનો એક વીડિયો (Video) જે સામે આવ્યો છે તે કંપારી છૂટી જાય તેવો છે. આ ત્રાસદીએ કેદારનાથ ત્રાસદીની યાદ અપાવી દીધી. આ વીડિયોમાં ચમોલી (Chamoli)  તપોવન NTPC ના બેરાજમાં કંપનીના લોકો વહી જતા જોવા મળી રહ્યા છે. જોત જોતામાં તો જીવતા માણસો પાણીમાં ગરકાવ થવા માંડ્યા. 

જુઓ Video

તપોવન ટનલમાં 25થી 35 લોકો ફસાયેલા હોવાની શક્યતા
અત્રે જણાવવાનું કે NTPC ના તપોવન-વિષ્ણુગઢ પ્રોજેક્ટની 2.5 કિલોમીટર લાંબી ટનલમાં 30 થી 35 લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. આ લોકોને સુરંગમાંથી બહાર કાઢવા માટે બચાવકાર્ય ચાલુ છે. સુરંગમાં જળસ્તર વધી રહ્યું છે. અધિકારીઓને આશા છે કે લોકોને સુરક્ષિત રીતે સુરંગમાંથી બહાર કાઢી શકાશે. જો કે હજુ પણ ફસાયેલા લોકોનો સંપર્ક થઈ શક્યો નથી. 

— ANI (@ANI) February 10, 2021

રેસ્ક્યૂ ઓપરેશનમાં 600થી વધુ જવાનો
ચમોલી અકસ્માત બાદ 600થી વધુ સેના, આઈટીબીપી, એનડીઆરએફ, એસડીઆરએફના જવાનો બચાવકાર્યમાં લાગ્યા છે. આ જવાનો પૂરથી પ્રભાવિત અને સંપર્ક કપાયેલા ગામોમાં ખાવાનું, અને દવાઓ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી  રહ્યા છે. રાજ્યના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે આઈટીબીપી જવાનોનો ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ 12થી 13 એવા ગામડા છે જેની સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news