સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ ટક્કર મારે તેવી ઈમારત બનશે આંધ્રપ્રદેશમાં, 250 મીટર ઊંચી હશે

 હાલ વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ગણના થાય છે. સરદાર પટેલનું આ સ્ટેચ્યુ 182 મીટર ઊંચુ છે, પરંતુ હવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એવી જાહેરાત કરી છે કે, જેનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈને ચેલેન્જ મળી છે. ચંદ્રાબાબુ નાયડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લગભગ 68 મીટર ઊંચી એટલે કે 250 મીટર ઊંચી બિલ્ડિંગની જાહેરાત કરી છે.  આ ઈમારત આંધ્રપ્રદેશની વિધાનસભા હશે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ ટક્કર મારે તેવી ઈમારત બનશે આંધ્રપ્રદેશમાં, 250 મીટર ઊંચી હશે

નવી દિલ્હી : હાલ વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ગણના થાય છે. સરદાર પટેલનું આ સ્ટેચ્યુ 182 મીટર ઊંચુ છે, પરંતુ હવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એવી જાહેરાત કરી છે કે, જેનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈને ચેલેન્જ મળી છે. ચંદ્રાબાબુ નાયડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લગભગ 68 મીટર ઊંચી એટલે કે 250 મીટર ઊંચી બિલ્ડિંગની જાહેરાત કરી છે.  આ ઈમારત આંધ્રપ્રદેશની વિધાનસભા હશે. 

ચંદ્રાબાબુ નાયડુએ વિધાનસભાની બિલ્ડિંગની ડિઝાઈન ફાઈનલ કરી દીધી છે. તેની બ્લૂપ્રિન્ટને સરકારની પાસે બ્રિટન આધારિત એક આર્કિટેકટ જમા કરાવનાર છે. વિધાનસભા ત્રણ માળની હશે. આ ઉપરાંત બિલ્ડિંગમાં આકાશને સ્પર્શ કરતો એક 250 મીટર ઊંચું ટાવર લગાવવામાં આવશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની રાજનીતિક મહત્વાકાંક્ષા માત્ર દેશભરમાં એન્ટી-બીજેપી ગઠબંધનનો વિસ્તાર કરવા અને સીબીઆઈને રાજ્યમાં પ્રવેશથી રોકવાની જ નથી. તેમણે એકાએક આ ઈમારતની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. નાયડુએ આ જાહેરાત કરી, તે પહેલા સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યામાં ભગવાન રામની 201 મીટર ઊંચી પ્રતિમા બનાવવાનો દાવો કર્યો છે. 

પી.નારાયણે જણાવ્યું કે, સીએમ નાયડુ તેમાં કેટલાક બદલાવ કરવાના છે, જેના બાદ થોડા દિવસમાં તેનું મોડલ બનીને તૈયાર થઈ જશે. નાયડુએ ભવનની પાંચ અન્ય ઈમારતોનું મોડલ પણ ફાઈનલ કરી દીધું છે. તેમણે કહ્યું કે, સીઆઈડીએ અધિકારીઓને ટેન્ટરનો ડ્રાફ્ટ તૈયાર કરવાના નિર્દેશ આપી દેવાયા છે. 

Master.jpg

250 મીટર બિલ્ડિંગની ખાસિયત

  • વિધાનસભાના નવા ભવન માટે જે ડિઝાઈન પસંદ કરી છે તે ત્રણ માળની હશે.
  • જો કે વિધાનસભા બિલ્ડિંગનો ટાવર 250 મીટર જેટલો ઊંચો હશે.
  • બિલ્ડિંગનો આકાર ઉપરથી નીચે જતાં લીલી ફુલ જેવો હશે.
  • વિધાનસભા બિલ્ડિંગના આ નવી ઈમારતમાં બે ગેલરી હશે. જેમાં પહેલી ગેલેરી 80 મીટરે જેમાં 300 લોકો ઉપસ્થિત રહી શકશે. જ્યારે બીજી 250 મીટરે જેમાં 20 લોકો હાજર રહી અમરાવતીનો પૂરોપૂરો નજારો માણી શકશે.
  • બીજી ગેલેરી ગ્લાસથી સજાવવામાં આવશે આ ઉપરાંત ત્યાં ઈલવેટર્સની પણ સગવડ ઊભી કરવામાં આવી શકે છે.
  • આ ઉપરાંત મંત્રીના દાવા મુજબ આ બિલ્ડિંગ વાવાઝોડા અને ભૂકંપ જેવી કુદરતી આફતો સામે પણ ટકી શકે તેવી બનશે 

DsqQtAhUUAADkIW.jpg

કાવેરીની 125 ફીટ ઊંચી પ્રતિમા લગાવવાની તૈયારી
કર્ણાટક સરકાર પણ મા કાવેરીની 125 ફીટ ઊંચી પ્રતિમા લગાવવાની તૈયારીમાં છે. રાજ્યમંત્રી પી.નારાયણે કહ્યું કે, નાયડુ દ્વારા પ્રસ્તાવિત વિધાનસભા ભવનનો ઢાંચો કોઈ ઊલટા કિલ્લાના ફૂલ જેવો લાગશે. સરકાર તેના માટે નવેમ્બરમાં ટેન્ડર કાઢશે અને આખી પ્રોસેસને બે વર્ષમાં પૂરુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news