Redmi Note 6 Proનો બ્લેક ફ્રાઇડે સેલ, સ્પેશિયલ ઓફરમાં થશે મોટો ફાયદો

શાઓમી તરફથી ગુરુવારે ભારતીય બજારમાં રેડમી નોટ 5 પ્રો (Redmi Note 5 Pro)ના અપડેટ વર્જન રેડમી નોટ 6 પ્રો (Redmi Note 6 Pro)ને લોન્ચ કરી દેવામાં આવ્યો છે. 

Redmi Note 6 Proનો બ્લેક ફ્રાઇડે સેલ, સ્પેશિયલ ઓફરમાં થશે મોટો ફાયદો

નવી દિલ્હી: શાઓમી તરફથી ગુરુવારે ભારતીય બજારમાં રેડમી નોટ 5 પ્રો(Redmi Note 5 Pro)ના અપડેટ વર્જન રેડમી નોટ 6 પ્રો (Redmi Note 6 Pro)ને લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ નવા ફોનનો સેલ બ્લેક ફ્રાઇડે એટલે કે, 23 નવેમ્બરથી ફ્લિપ કાર્ટ (flipkart.com) અને mi.com પર શરૂ થઇ ગયો છે. રેડમી નોટ 6 પ્રોમાં નોચ ડિસપ્લેની સાથે જ 4 કેમેરા છે. ચાર કેમેરામાં બે કેમેરા ફ્રંટ અને બે કેમેરા રિયરમાં આપવામાં આવ્યા છે. ફોનમાં 4 જીબી અને 6જીબી રેમ આપવામાં આવી છે. બંન્ને મોડલમાં 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. 

4 જીબી રેમ વાળા વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા 
ફોનની 4 જીબી રેમ વાળા વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે 6 જીબી રેમ વાળા વેરિએન્ટની કિંમત 15,999 રાખવામાં આવી છે. ત્યારે બ્લેક ફ્રાઇડે પર થનારા પહેલા સેલમાં ફોનની ખરીદી પર અનેક ઓફરો મળી રહી છે. બ્લેક ફ્રાઇડે સેલમાં ફોનની ખરીદી પર 1000 હજાર રૂપિયાનો ફાયદો થઇ શકે છે. એટલે તમે 4 જીબી વેરિએન્ટને 12,999 અને 6 જીબી રેમ વાળા વેરિએન્ટને 14,999 રૂપિયામાં ખરીદી શકો છે. આ સિવાય HDFCના કાર્ડથી પેમેન્ટ કરવાથી તમને 500 રૂપિયાનું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. 

એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ પર મળશે 5 ટકાની વધારાની છૂટ 
જો તમારી પાસે એક્સિસ બેંકનું બઝ ક્રેડિટ કાર્ડ છે. અને તમે તેનાથી રેડમી નોટ 6 પ્રો માટે પેમેન્ટ કરો તો તમને તેના પર 5 ટકાની વધારાની છૂટ આપવામાં આવી રહી છે. એટલે કે તમને 4 જીબીનું મોડલ લેવા પર વધારાના 650 રૂપિયાની છૂટ આપવામાં આવશે. જ્યારે ફોન ખરીદવા પર નો કોસ્ટ ઇએમઆઇની સાથે નો કોસ્ટ ઇએમઆઇનો વિકલ્પ આપવામાં આવ્યો છે. મહત્વનું છે,કે શાઓમી તરફથી લોન્ચ કરવામાં આવેલા આ મોબાઇલ નોટ 5 પ્રો સ્માર્ટફોનનું જ અપગ્રેટ વર્જન છે. તેમાં નોચ ડિસપ્લે અને ડ્યુઅલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

રેડમી નોટ 6 પ્રોની ખાસિયતો 
રેડમી નોટ 6 પ્રોમાં બેક પેનલ પર 12 MP અને 5 MP નો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ડ્યુઅલ સિમ (Nano) વાળા રેડમી મોટ 6 પ્રો એમઆઇયુઆઇ 10 પર કામ કરી શકે છે. અને તેમાં 6.25 ઇંચની ફૂલ એચ ડી આઇપીએસ એલસીટી ફૂલ સ્ક્રીન પેનલ આપવામાં આવી છે. તથા ફોનની સ્ક્રીનને ગોરીલા ગ્લાસથી સુરક્ષિત કરવામાં આવી છે. ફોનમાં 14 nm ઓક્ટાકોર ક્લાલકેમ સ્નૈપડ્રેગન 636 soc પ્રોસેસર આપવામાં આવ્યું છે. મીડ રેન્જ વાળા આ કેમેરાના ફ્રંન્ટમાં પણ ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 20 MPનો પ્રાઇમરી અને 2MPનો સેકેન્ડરી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 4000 mAhની પાવરફુલ બેટરી આપવામાં આવી છે. કંપની દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, કે એક વાર ચાર્જ કર્યા બાદ આ ફોનની બેટરી 2 દિવસ સુધી ચાલી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news