નવો આદેશ ! હવે આ રાજ્યનાં સરકારી કર્મચારી નહી કરી શકે રાજ્યબહાર યાત્રા

આંધ્રપ્રદેશ સરકારે પોતાનાં અધિકારીઓ અને કર્મચારીઓનાં રાજ્ય બહાર યાત્રા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોવિડ 19 ફેલાતો અટકાવવાનાં ઉપાયો હેઠળ આ આદેશ બહાર પાડ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ નીલમ સાહનીએ એક આદેશમાં ક્ષેત્રીય કામકાજથી જોડાયેલા અધિકારીઓને છોડીને અધિકારીઓ અને કર્મચારીઓને આ નિર્દેશ પણ આપ્યો કે, રાજ્યમાં શક્ય કેટલી ઓછો વ્યવહાર કરે અને વિભાગ પ્રમુખની લેખીત પરવાનગી વગર મુખ્યમથક નહી છોડવા માટે જણાવ્યું છે. 
નવો આદેશ ! હવે આ રાજ્યનાં સરકારી કર્મચારી નહી કરી શકે રાજ્યબહાર યાત્રા

અમરાવતી : આંધ્રપ્રદેશ સરકારે પોતાનાં અધિકારીઓ અને કર્મચારીઓનાં રાજ્ય બહાર યાત્રા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોવિડ 19 ફેલાતો અટકાવવાનાં ઉપાયો હેઠળ આ આદેશ બહાર પાડ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ નીલમ સાહનીએ એક આદેશમાં ક્ષેત્રીય કામકાજથી જોડાયેલા અધિકારીઓને છોડીને અધિકારીઓ અને કર્મચારીઓને આ નિર્દેશ પણ આપ્યો કે, રાજ્યમાં શક્ય કેટલી ઓછો વ્યવહાર કરે અને વિભાગ પ્રમુખની લેખીત પરવાનગી વગર મુખ્યમથક નહી છોડવા માટે જણાવ્યું છે. 

અત્યાર સુધી આંધ્રપ્રદેશ સચિવાલયનાં છથી વધારે કર્મચારીઓમાં ગત્ત દસ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણની પૃષ્ટિ થઇ છે. સચિવાલયમાં કાર્યરત મહત્તમ કર્મચારી હૈદરાબાદથી છે, બીજી તરફ કેટલાક અધિકારીઓ નિયમિત રીતે હૈદરાબાદ અને નવી દિલ્હી વચ્ચે વ્યવહાર થાય છે જ્યા તેમના પરિવાર રહે છે. મુખ્ય સચિવે કહ્યું કે, આ કર્મચારી અથવા અધિકાીરની જવાબદારી છે કે, પોતાને બચાવો તથા ઓફીસમાં સંક્રમણ અને ઓફીસમાં સંક્રમણ ફેલાતા અટકાવવામાં મદદ કરે. 

તેમણે કહ્યું કે, નિષિદ્ધ ક્ષેત્રોમા રહેનારા અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યાલય ન જવું જોઇએ અને ક્ષેત્રના નિષિદ્ધ (પ્રતિબંધિત)ની શ્રેણી બહાર ન આવે ત્યાં સુધી ઘરોમાં કામ કરવુ જોઇએ. તેમણે કહ્યું કે, હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગો, કિડનીની બિમારીઓ વગેરેની સમસ્યા સામી જુઝ રહેલા કર્મચારીઓ અને ગર્ભવતી મહિલાઓને પણ ઘરેથી કામ કરવાનું કહ્યું છે. તમામ સરકારી અધિકારીઓ અને સ્ટાફનાં સભ્યો માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું ફરજીયાત કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news