દિલ્લી : પહેલી વાર ઘરની બહાર નિકળ્યો મૌલાના સાદ, મરકઝ કેસનો છે મુખ્ય આરોપી

નિઝામુદ્દીન મરકઝ કેસનો મુખ્ય આરોપી મૌલાના સાદ પહેલી વાર ઘર બહાર નિકળ્યો છે. ક્રાઇમબ્રાંચનાં સૂત્રોએ આ માહિતી આપી છે. સુત્રો અનુસાર સાદ, જુમ્માની નમાજ અદા કરવા અબૂ બકર મસ્જિદ જાકીર નગરમાં ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મૌલાના સાદ પર આરોપ છે કે, મરકઝમાં મોર્ચામાં જલસાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટા પ્રમાણમાં લોકો સમાવેશ થયો. તેમાં વિદેશનાં પણ કોઇ જમાતી આવે, જેના કારણે ઝડપથી કોરોનાના કેસ વધ્યા.
દિલ્લી : પહેલી વાર ઘરની બહાર નિકળ્યો મૌલાના સાદ, મરકઝ કેસનો છે મુખ્ય આરોપી

નવી દિલ્હી : નિઝામુદ્દીન મરકઝ કેસનો મુખ્ય આરોપી મૌલાના સાદ પહેલી વાર ઘર બહાર નિકળ્યો છે. ક્રાઇમબ્રાંચનાં સૂત્રોએ આ માહિતી આપી છે. સુત્રો અનુસાર સાદ, જુમ્માની નમાજ અદા કરવા અબૂ બકર મસ્જિદ જાકીર નગરમાં ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મૌલાના સાદ પર આરોપ છે કે, મરકઝમાં મોર્ચામાં જલસાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટા પ્રમાણમાં લોકો સમાવેશ થયો. તેમાં વિદેશનાં પણ કોઇ જમાતી આવે, જેના કારણે ઝડપથી કોરોનાના કેસ વધ્યા.

સમગ્ર દેશના અનેક રાજ્યોમાં તે જમાતી પકડાયા હતા અને વાત સામે આવી હતી કે આ જમાતિઓનાં કારણે અનેક લોકો કોરોના સંક્રમણનો શિકાર થયા. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસ ક્રાઇમબ્રાંચને હજી પણ મૌલાના સાદની પુછપરછ નથી થઇ રહી. મૌલાના સાદે અત્યાર સુધી પુછપરછ નથી થઇ શકી. મૌલાના સાદે અત્યાર સુધી દિલ્હી પોલીસને અત્યારે કોરોના રિપોર્ટ નથી સોંપ્યો જેના કારણે તેની પુછપરછ નથી થઇ રહી. 

આ અગાઉ ક્રાઇમબ્રાંચની ટીમ મરકઝ કેસ અંગેનાં 7માંથી 6 આરોપીઓની પુછપરછ કરી ચુકી છે. બસ હવે મૌલાના સાદની પુછપરછ થવાની બાકી છે. ક્રાઇમબ્રાંચનું કહેવું છે કે મૌલાના સાદ જાણી બુઝીને તપાસથી દુર ભાગી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મુદ્દે મૌલાના સાદ અને જમાતનું નામ ખુબ જ બદનામ થઇ ચુક્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news