અમે BJPવાળા છીએ, પાકિસ્તાનથી ગોળી આવશે તો ભારતથી ગોળો જશે: અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બીડી રામના સમર્થનમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પલામુમાં એક જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યાં. સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે દેશની સામે બે વિકલ્પ છે. એક બાજુ પ્રમાણિક મોદી અને બીજી બાજુ સત્તાના સ્વાર્થ માટે ભેગા થયેલા લોકોનું ટોળું.
અમે BJPવાળા છીએ, પાકિસ્તાનથી ગોળી આવશે તો ભારતથી ગોળો જશે: અમિત શાહ

પલામુ: ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બીડી રામના સમર્થનમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પલામુમાં એક જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યાં. સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે દેશની સામે બે વિકલ્પ છે. એક બાજુ પ્રમાણિક મોદી અને બીજી બાજુ સત્તાના સ્વાર્થ માટે ભેગા થયેલા લોકોનું ટોળું.

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે વાયુસેનાના રણબાંકુરોએ પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લીધો તો બે જગ્યાએ માતમ છવાયો. એક તો પાકિસ્તાનમાં અને બીજો રાહુલ ગાંધી, લાલુ યાદવ અને રાબડી દેવીના ઘરોમાં. તેમના ચહેરાના નૂર ગાયબ થઈ ગયાં. એવું લાગે છે કોઈ કાકા કે મામાનો ભાઈ મરી ગયો હતો. 

અમિત શાહે કહ્યું કે, 'કોંગ્રેસવાળા, આરજેડીવાળા, હેમંતજી આતંકીઓ સાથે તમારે ઈલુ ઈલુ કરવું હોય તો કરો પરંતુ અમે તો ભાજપવાળા છીએ. પાકિસ્તાનથી ગોળી આવશે તો અહીંથી ગોળો જશે. અમે દેશની સુરક્ષા સાથે રમત કરી શકીએ નહીં. રાહુલબાબા કાન ખોલીને સાંભળી લો... મોદી ફરીથી પીએમ બનવાના છે. કાશ્મીરને હિન્દુસ્તાનથી કોઈ અલગ કરી શકે નહીં. કોંગ્રેસની ઈચ્છા જે પણ હોય, કોઈ છીનવી નહીં શકે. અમે કલમ 370 હટાવીને રહીશું.'

જુઓ LIVE TV

અમિત શાહે કહ્યું કે, 'ઉમર અબ્દુલ્લા કહે છે કે કાશ્મીરમાં બીજા પીએમ હોવા જોઈએ. એક દેશમાં  બે પીએમ હોઈ શકે ખરા. તેઓ કાશ્મીરને ભારતથી અલગ કરવા માંગે છે.' આ દરમિયાન તેમણે કહ્યું કે મહાગઠબંધનવાળાનો એક જ હેતુ છે ભ્રષ્ટાચાર. નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ વર્ષોની પ્રતિક્ષા બાદ મળ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news