ટ્રિપલ તલાક: શાહે સાંસદોને કહ્યું- રાજ્યસભામાં મત વિભાજન સમયે હાજરી જરૂરી
લોકસભામાંથી પસાર થયા બાદ ત્રણ તલાક બિલ મંગળવારે રાજ્યસભામાં બપોરે 12 વાગ્યે રજૂ થવાનું છે. તેને જોતા ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ તેમની પાર્ટીના દરેક સાંસદોથી કહ્યું કે, આજે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર હાજર રહે
Trending Photos
નવી દિલ્હી: લોકસભામાંથી પસાર થયા બાદ ત્રણ તલાક બિલ મંગળવારે રાજ્યસભામાં બપોરે 12 વાગ્યે રજૂ થવાનું છે. તેને જોતા ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ તેમની પાર્ટીના દરેક સાંસદોથી કહ્યું કે, આજે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર હાજર રહે. આ સાથે જ તે પણ કહ્યું કે, બિલ પર મત વિભાનજના સમયે સાંસદોની હાજરી જરૂરી છે. ભાજપ સંસદીય દળની બેઠકમાં અમિત શાહએ આ વાત કરી હતી. આ સાથે જ એ પણ કહ્યું કે, આવનારા દિવસોમાં સાંસદો માટે બે દિવસનો વર્કશોપ છે, તે દિવસે જરૂરી હાજર રહે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ, 2019 બપોર 12 વાગ્યે રાજ્યસભા રજૂ કરશે. આ સંબંધમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સદનમાં બાકી 11 બિલને આજે રજૂ કરવામાં આવશે. અત્યાર સુધી 15 બિલ લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા છે. 6 બિલ માત્ર લોકસભામાંથી પસાર થયા છે અને 4 બિલ માત્ર રાજ્યસભામાંથી પસાર થયા છે.
વધુમાં વાંચો:- ભારતીય રેલવેમાં 3 લાખ કર્મચારીઓની જઇ શકે છે નોકરી
લોકસભામાં મંજૂરી મળ્યા બાદ ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર રોક લગાવવાના ઉદેશ્યથી લાવવામાં આવેલા ‘મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ’ને મોદી સરકાર આજે (મંગળવાર) રાજ્યસભામાં રજૂ કરશે. સરકાર દરેક પરિસ્થિતિમાં આ બિલને પસાર કરવા ઇચ્છે છે, તેથી ભાજપે તેમના દરેક સાંસદોને મંગળવારે સદનમાં સંપૂર્ણ સમય હાજર રહેવાનો આદેશ આપ્યો છે. તેના માટે પાર્ટીએ સોમવારે 3 લાઇનનું વ્હિપ જાહેર કર્યું હતું. જાહેર કરેલા વ્હિપમાં કહેવામાં આવ્યું છે કે, મંગળવાર બંને સદનોના સભ્યો હાજર રહેશે અને સરકાર દ્વાર રજૂ કરવામાં આવેલા બિલનું સમર્થન કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, બપોર 12 વાગ્યે બિલ સદનમાં રજૂ કરવામાં આવશે.
વધુમાં વાંચો:- ટ્રિપલ તલાક: મહત્વનો છે આજનો દિવસ, રાજ્યસભામાં રજૂ કરશે બિલ
સપા રોકવા માગે છે બિલ
ત્યારે, સમાજવાદી પાર્ટી નથી ઇચ્છતી કે આ બિલ રાજ્યસભામાંથી પસાર થાય. તેથી આ બિલનો વિરોધ કરવા માટે તેમણે પહેલાથી જ તેમના દરેક સાંસદોને સદનમાં સંપૂર્ણ સમય હાજર રહેવાનો આદેશ આપ્યો છે. રાજ્યસભામાં સપાના ચીફ વ્હિપ રવિ વર્માએ દરેક સાંસદોને કહ્યું કે, આગામી સપ્તાહ કોઇ મહત્વપૂર્ણ બિલ રાજ્યસભામાં આવવાનું છે. તેથી દરેક સાંસદોની હાજરી અનિવાર્ય છે. આ સમયે રાજ્યસભામાં સપાના 12 સાંસદો છે.
સપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી ટ્રિપલ તલાક બિલને રાજ્યસભામાં રોકવા ઇચ્છે છે. તેથી આ વ્હિપ સપાએ જાહેર કર્યું છે. ગુરૂવારે લોકસભામાં ટ્રિપલ ટલાક બિલ પસાર થઇ ગયું છે. જેને કાનૂની માન્યતા માટે રાજ્યસભામાંથી પસાર થવું અનિવાર્ય છે. પરંતુ રાજ્યસભામાં એનડીએની પાસે બહુમત ન હોવાના કારણે આ બિલ અટકી શકે છે. જોકે, ભાજપનો પ્રયત્ન રહેશે કે ફ્લોર મેનેજમેન્ટના માધ્યમથી આ વખતે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાંથી પસાર કરવામાં આવે.
બિલ પર સમગ્ર દેશની નજર
જ્યારે યુએપીએ બિલ અને ટ્રિપલ તલાક બિલ પર સમગ્ર દેશની નજર છે. તે દરમિયાન જોવાનું રહેશે કે કેન્દ્ર સરકાર તેને રાજ્યસભામાંથી પસાર કરવામાં સફળ થઇ શકે છે કે નહીં.
અનેક પક્ષો કરી ચુક્યા છે વોકઆઉટ
તમને જણાવી દઇએ કે, કોંગ્રેસ, ટીએમસી, આરજેડી, સપા અને બસપા જેવી પ્રમુખ પાર્ટિઓ ટ્રિપલ તલાક બિલની સામે છે. ત્યારે ભાજપના સહયોગી જેડીયૂ પણ ટ્રિપલ તલાક મુદ્દે લોકસભાથી વોકઆઉડ કરી ચુકી છે. તેવી પરિસ્થિતિમાં રાજ્યસભામાં વિપક્ષી એકતા કેટલી અસરકારક સાબિત થાય છે, તે તો ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં રજૂ થયા બાદ જ ખબર પડી શકશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે