ઈજિપ્તની રાણી હોઠ પર કીડા ઘસીને લિપસ્ટીકનો રંગ બનાવતી, લિપસ્ટીકનો રોમાંચક ઈતિહાસ જાણીને માથુ ખંજવાળશો

ફેશન અને ગ્લેમરની દુનિયા આજે બહુ જ આગળ નીકળી ચૂકી છે. દુનિયાભરના બ્રાન્ડ માર્કેટમાં લોકોને આકર્ષિત કરવા માટે અવેલેબલ છે. ફિલ્મી દુનિયાથી લઈને સામાન્ય ઘરો સુધી મોટાભાગની મહિલાઓ રેડ હોટ લિપસ્ટીક લગાવવાનો શોખ રાખે છે. એટલું જ નહિ, આ રંગમાં જ એટલા બધા રંગ માર્કેટમાં મળે છે, જેના નામ સાંભળીને માથુ ચકરાઈ જશે. 

ઈજિપ્તની રાણી હોઠ પર કીડા ઘસીને લિપસ્ટીકનો રંગ બનાવતી, લિપસ્ટીકનો રોમાંચક ઈતિહાસ જાણીને માથુ ખંજવાળશો

નવી દિલ્હી :ફેશન અને ગ્લેમરની દુનિયા આજે બહુ જ આગળ નીકળી ચૂકી છે. દુનિયાભરના બ્રાન્ડ માર્કેટમાં લોકોને આકર્ષિત કરવા માટે અવેલેબલ છે. ફિલ્મી દુનિયાથી લઈને સામાન્ય ઘરો સુધી મોટાભાગની મહિલાઓ રેડ હોટ લિપસ્ટીક લગાવવાનો શોખ રાખે છે. એટલું જ નહિ, આ રંગમાં જ એટલા બધા રંગ માર્કેટમાં મળે છે, જેના નામ સાંભળીને માથુ ચકરાઈ જશે. ગઈકાલે નેશનલ લિપસ્ટીક દિવસ હતો. ત્યારે મેકઅપના પ્રેમીઓ એ પણ જાણી લેજો કે, કેવી રીતે લિપસ્ટીકની શરૂઆત થઈ હતી, અને કેવો હતો તેનો ઈતિહાસ.

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું મોટું નિવેદન, ‘ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ છે’ 

ઈન્ટરનેટ પર મળેલી માહિતી અનુસાર, 5000 વર્ષ પહેલા સુમેરીન પુરુષો અને મહિલાઓ કિંમતી રત્નોને પીસીને તેનો ઉપયોગ હોઠને સજાવવા કરતી હતી. તો ઈજિપ્તની રાણી કિલીયોપેટ્રા કીડાને મારીને પોતાના હોઠ પર ઘસતી હતી, જેથી તેના હોઠ લાલ રંગના થઈ જાય અને તે સુંદર દેખાય. તો ઈન્ડસ વેલી સિવિલાઈઝેશનની મહિલાઓ ગેરુનો ઉપયોગ લિપસ્ટીક તરીકે કરતી હતી. તમને જણાવી દઈએ કે, માત્ર શક્તિશાળી અને ધનવાન સ્ત્રીઓ જ લિપસ્ટીકનો ઉપયોગ રોજ કરતી હતી.

Lipstick is a cosmetic product

અરબ વૈજ્ઞાનિક બનાવી હતી દુનિયાની પહેલી લિપસ્ટીક
ઇતિહાસમાં નોંધાયેલું છે કે, મિસરની મહિલાઓનું લિપસ્ટીક લગાવવું ઓરલ સેક્સનું સંકેત માનવામાં આવતું હતું. ઈજિપ્તની વેશ્યાઓ પોતાના સેક્સ પાર્ટનરને આકર્ષિત કરવા માટે લિપસ્ટીકનો ઉપયોગ કરતી હતી. 19મી શતાબ્દીના અંત સુધી એક ફ્રાન્સીસી કોસ્મેટિક કંપની ગુએરલેનએ લિસપ્ટીક બનાવવાની શરૂઆત કરી હતી. પહેલી વ્યવસાયિક લિપસ્ટીકની શોધ 1884માં થઈ હતી. આ શોધ ફ્રાન્સના પેરિસમાં અત્તર બનાવનારાઓ દ્વારા કરવામાં આવી હતી. અરબ વૈજ્ઞાનિક અબુલકોસિસે સૌથી પહેલા 9મી સદીમાં લિપસ્ટીકની શોધ કરી હતી. આ ઉપરાંત સૌથી વધુ લાંબા સમય ચાલનારી પહેલી લિપસ્ટીકની શોધ 1950માં કરવામાં આવી હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news