ગૃહમંત્રી અમિત શાહના ગુપકાર ગેંગ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર, લગાવ્યા ગંભીર આરોપ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)  ગુપકાર ગેંગ પર આકરા પ્રહાર કર્યા છે. અમિત શાહે કહ્યું કે ગુપકાર ગેંગ ગ્લોબલ થઈ રહી છે, તે ત્રિરંગાનું અપમાન કરે છે. આ સાથે જ શાહે સોનિયા ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું અને પૂછ્યું કે શું સોનિયા ગાંધી પણ તેમનું સમર્થન કરે છે? એ સ્પષ્ટ છે કે 'દેશવિરોધી રાજનીતિ'ને કોંગ્રેસનો સાથ મળી રહ્યો છે. 
ગૃહમંત્રી અમિત શાહના ગુપકાર ગેંગ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર, લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)  ગુપકાર ગેંગ પર આકરા પ્રહાર કર્યા છે. અમિત શાહે કહ્યું કે ગુપકાર ગેંગ ગ્લોબલ થઈ રહી છે, તે ત્રિરંગાનું અપમાન કરે છે. આ સાથે જ શાહે સોનિયા ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું અને પૂછ્યું કે શું સોનિયા ગાંધી પણ તેમનું સમર્થન કરે છે? એ સ્પષ્ટ છે કે 'દેશવિરોધી રાજનીતિ'ને કોંગ્રેસનો સાથ મળી રહ્યો છે. 

ગુપકાર ગેંગ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે ગુપકાર ગેંગ કાશ્મીરમાં આતંક યુગ પાછો લાવવા માંગે છે. એટલું જ નહીં શાહે એમ પણ કહ્યું કે જો ગુપકાર ગેંગ દેશના મૂડ સાથે ન આવે તો જનતા તેમને ડુબોડી દેશે. અમિત શાહે કહ્યું કે ગુપકાર ગેંગ વિદેશી તાકાતોનો કાશ્મીરમાં હસ્તક્ષેપ ઈચ્છે છે.

મહેબૂબા-ફારુકના નિવેદન દેશવિરોધી
અમિત શાહે કહ્યું કે મહેબૂબા-ફારુકના નિવેદનો દેશવિરોધી છે. તેમને પાકિસ્તાન સાથે સમજૂતિ છે, અને તેમને ચીનથી મદદ મળી રહી છે. તેમણે કહ્યું કે ગુપકાર ગેંગનું લક્ષ્ય કલમ 370ને ફરીથી લાગુ કરવાનો છે. 

અત્રે જણાવવાનું કે પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ એકવાર ફરીથી ભડકાઉ નિવેદન આપીને પોતાને રાજકીય સ્તરે ચમકાવવાની કોશિશ કરી છે. મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર કાશ્મીરીઓને બહાર કાઢીને અન્ય રાજ્યોના લોકોને પ્રદેશમાં વસાવવાનો આરોપ લગાવ્યો છે. મહેબૂબાએ સરકારને ખતરનાક અંજામ ભોગવવાની ચેતવણી પણ આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news