ગૃહમંત્રી અમિત શાહે કોરોનાને આપી માત, ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ

ગત કેટલાક દિવસોથી કોરોના વાયરસથી સંક્રમિત થયેલા ગૃહમંત્રી અમિત શાહનો તાજેતરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ પ્રકારે કોરોનાને માત આપી છે. તેમૅણે પોતે ટ્વિટ કરીને આ વાત કહી છે. તેમણે કહ્યું કે આજે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ગૃહમંત્રી અમિત શાહે કોરોનાને આપી માત, ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ

નવી દિલ્હી: ગત કેટલાક દિવસોથી કોરોના વાયરસથી સંક્રમિત થયેલા ગૃહમંત્રી અમિત શાહનો તાજેતરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ પ્રકારે કોરોનાને માત આપી છે. તેમૅણે પોતે ટ્વિટ કરીને આ વાત કહી છે. તેમણે કહ્યું કે આજે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઇશ્વરનો ધન્યવાદ વ્યક્ત કરું છું અને આ સમયમાં જે લોકોએ મારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ આપીને મારો અને મારા પરિજનોને આત્મવિશ્વાસ વધાર્યો, તે બધાનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ડોક્ટર્સની સલાહ પર હજુ પણ થોડા સુધી હોમ આઇસોલેશનમાં રહીશ. 

 

मैं ईश्वर का धन्यवाद करता हूँ और इस समय जिन लोगों ने मेरे स्वास्थ्यलाभ के लिए शुभकामनाएं देकर मेरा और मेरे परिजनों को ढाढस बंधाया उन सभी का ह्रदय से आभार व्यक्त करता हूँ।
डॉक्टर्स की सलाह पर अभी कुछ और दिनों तक होम आइसोलेशन में रहूँगा।

— Amit Shah (@AmitShah) August 14, 2020

અત્રે ઉલ્લેખનીય છે કે બે ઓગસ્ટના રોજ અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું હતું કે તે કોરોના પોઝિટિવ છે. તેમણે અંગે પોતે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. જોકે આ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમને કોઇ સ્વાસ્થ્યગત સમસ્યા થઇ રહી નથી પરંતુ તપાસ રિપોર્ટ પોઝિટિવ આવતાં તે થોડા દિવસ હોસ્પિટલમાં રહેશે. ત્યારબાદ મેદાંતા હોસ્પિટલમાં ભરતી થઇ ગયા હતા. ત્યાં તેમની સારવાર થઇ. આ દરમિયાન મંત્રીમંડળના જ અન્ય એક સભ્ય ધમેન્દ્ર પ્રધાનને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તે પણ સારવા માટે મેદાંતામાં એડમિટ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news