World Cup 2019: ક્રિસ ગેલને મળી મોટી જવાબદારી

આગામી 30 મેથી શરૂ થઈ રહેલા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ માટે ક્રિસ ગેલને વેસ્ટ ઈન્ડિઝ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 
 

World Cup 2019: ક્રિસ ગેલને મળી મોટી જવાબદારી

નવી દિલ્હીઃ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને 30 મેથી શરૂ થતાં આઈસીસી વિશ્વ કપ (ICC World Cup 2019)માં વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ ટીમનો વાઇસ કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે 15 સભ્યોની ટીમનું નેતૃત્વ ઓલરાઉન્ડર જેસન હોલ્ડરના હાથમાં છે. 

39 વર્ષના બેટ્સમેને વાઇસ કેપ્ટન બનાવવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું, 'વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટનું ગમે તે ફોર્મેટમાં પ્રતિનિધિત્વ કરવું સન્માનની વાત છે અને વિશ્વ કપમાં રમવું તો વધુ ખાસ છે.' એક સીનિયર ખેલાડી તરીકે આ મારી જવાબદારી છે કે હું કેપ્ટન અને ટીમના દરેક ખેલાડીનું સમર્થન કરુ. 

ક્રિસ ગેલે સ્વીકાર્યું કે, એક સીનિયર ખેલાડી તરીકે ટીમને તેની પાસે ઘણી આશા હશે. તેણે કહ્યું, આ મોટો વિશ્વ કપ છે અને વેસ્ટ ઈન્ડિઝના લોકોને મારી પાસેથી ઘણી આશા હશે. 

મહત્વનું છે કે, આઈપીએલને કારણે ગેલ વેસ્ટ ઈન્ડીઝ અને આયર્લેન્ડમાં ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણીમાંથી બહાર છે. 

આ વચ્ચે વિકેટકીપર બેટ્સમેન શાઈ હોપને ત્રિકોણીય સિરીઝ માટે હોલ્ડરની સાથે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિરીઝ 18 મે સુધી ચાલશે. 25 વર્ષીય હોપે કહ્યું, મારા માટે વાઇસ કેપ્ટન તરીકે નિમણુંક થવી મહત્વની છે, મને આ ભૂમિકા નિભાવવા માટે કહેવામાં આવ્યું હતું, અને મેં તેનો સ્વીકાર કર્યો. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ માટે મને જે પણ કહેવામાં આવશે હું તેનો સ્વીકાર કરવા માટે તૈયાર છું. 

વેસ્ટઈન્ડિઝની 15 સભ્યોની વિશ્વ કપ ટીમઃ જેસન હોલ્ડર (કેપ્ટન), આંદ્રે રસેલ, એશ્લે નર્સ, કાર્લોસ બ્રૈથવેટ, ક્રિસ ગેલ, ડૈરેન બ્રાવો, એવિન લુઇસ, ફૈબિયન એલેન, કીમર રોચ, નિકોલસ પૂરન, ઓશાને થોમસ, શાઈ હોપ, શૈનન ગૈબ્રિયલ, શેલ્ડન કોટરેલ, શિમરોન હેટમાયર. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news