પોલીસ પર FIR ક્યારે, CAA-NRC પર સ્ટેન્ડ શું? વાંચો- વિદ્યાર્થીઓના સવાલ અને જામિયા VCના જવાબ

વિદ્યાર્થીઓએ આ દરમિયાન માગ કરતા કહ્યું કે, પરીક્ષા 15 દિવસમાં પૂરી કરો, એફઆઈઆર પરત થવી જોઈએ. વીસીએ વિદ્યાર્થીઓની માગ સ્વીકારતા પરીક્ષાની તારીખ ફરીથી જાહેર કરવાની વાત કરી છે. 

પોલીસ પર FIR ક્યારે, CAA-NRC પર સ્ટેન્ડ શું? વાંચો- વિદ્યાર્થીઓના સવાલ અને જામિયા VCના જવાબ

નવી દિલ્હીઃ જામિયા મિલ્લિા ઇસ્લામિયાના કુલપતિ નજમા અખ્તરે સોમવારે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. લાઇવ ટીવી પર દેશે આજે જામિયાના વીસી અને વિદ્યાર્થીઓ વચ્ચે સવાલ જવાબને સાંભળ્યા હતા. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને નજમાએ કહ્યું કે, તેમના તરફથી હિંસાના મુદ્દા પર એફઆઈઆર દાખલ કરાવી દેવામાં આવી છે, પરંતુ પોલીસ તેમની એફઆઈઆર નોંધી રહી નથી. સાથે તેમણે વિશ્વાસ અપાવ્યો કે આપણે દિલ્હી પોલીસ વિરુદ્ધ કોર્ટ સુધી જશું. 

વિદ્યાર્થીઓએ આ દરમિયાન માગ કરતા કહ્યું કે, પરીક્ષા 15 દિવસમાં પૂરી કરો, એફઆઈઆર પરત થવી જોઈએ. વીસીએ વિદ્યાર્થીઓની માગ સ્વીકારતા પરીક્ષાની તારીખ ફરીથી જાહેર કરવાની વાત કરી છે. 

જામિયાના વાઇસ ચાન્સેલર અને વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત 

સવાલઃ પોલીસ કોના કહેવા પર ઘુસી હતી, તમે પગલા કેમ ન ભર્યા?
જામિયા વીસીઃ અમારા તરફથી FIR કરવામાં આવી છે પરંતુ દિલ્હી પોલીસ FIR નોંધી રહી નથી. જે તમે ઈચ્છો છો તે અમે ન કરી શકીએ, કારણ કે અમે સરકારી ઓફિસર છીએ. તમે મારા મોઢામાં શબ્દો ન નાખો. પોલીસ અમને પૂછ્યા વગર કેમ્પસમાં આવી હતી. પોલીસે કેમ્પસમાં ઘુસીને અમારા માસૂમ બાળકોને માર્યા હતા. અમે સરકારની સામે આ મુદ્દાને ઉઠાવ્યો છે. 

સવાલઃ સીએએ, એનઆરસી પર તમારુ વલણ શું છે?
જામિયા વીસીઃ તમે માત્ર યુનિવર્સિટી, પરીક્ષાના મુદ્દા પર વાત કરો, બહારની વાત ન કરો.

સવાલઃ વિદ્યાર્થીઓની સુરક્ષા કઈ રીતે કરશો?
જામિયા વીસીઃ અમે એફઆઈઆર કરાવી દીધી છે, એફઆઈઆરથી સુરક્ષા પર વાત થતી નથી. અમારાથી જે થઈ રહ્યું છે, તે કરી રહ્યાં છીએ. દિલ્હી પોલીસ વિરુદ્ધ અમે જે એફઆઈઆર કરી છે તેના પર કાલથી પગલા શરૂ થઈ જશે. 

સવાલઃ ગર્લ્સ હોસ્ટેલ સુરક્ષિત કેમ ન કરી શક્યાં?
જામિયા વીસીઃ હોસ્ટેલમાં બધી સુરક્ષા ડબલ કરી દેવામાં આવી છે, જે જરૂરીયાત હશે તે કરવામાં આવશે. 

સવાલઃ તમે અમને છોડીને ઓસ્ટ્રેલિયા જઈ રહ્યાં છો, તેવામાં અમને સુરક્ષિત કોણ રાખશે
જામિયા વીસીઃ હું તમને છોડીને ક્યાંય જઈ રહી નથી. 

સવાલઃ કાશ્મીર હોસ્ટેલની એક વિદ્યાર્થીનીએ વીસીને પૂછ્યું કે અમે ઘાયલોની મદદ  કરી, પરંતુ પ્રશાસને હોસ્ટેલ ખાલી કરવાનું કહ્યું.

જામિયા વીસીઃ મારા તરફથી હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો નથી. પરંતુ બહારના લોકોને હોસ્ટેલમાંથી કાઢવામાં આવ્યા હતા. 

સવાલઃ જે વિદ્યાર્થીઓ પર એફઆઈઆર થઈ છે, તેનું શું થશે?
જામિયા વીસીઃ જે વિદ્યાર્થીઓને પોલીસ લઈ ગઈ છે, અમે તેને પરત લઈ આવ્યા છીએ. 

સવાલઃ અમારી લાઇબ્રેરી ક્યારે ખુલશે?
જામિયા વીસીઃ લાઇબ્રેરી ઝડપથી શરૂ થશે, તેને યોગ્ય કરવાનું કામ ચાલું છે. તમારા કહેવા પર અણે યુનિવર્સિટી ખોલી આપી, પરીક્ષાની તારીખ પણ આગળ વધારી દીધી છે. 

ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર ભરવામાં આવેલા પગલા વિરુદ્ધ સોમવારે વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરની ઓફિસની ઘેરાબંધી કરી હતી. આ દરમિયાન વીસી વિરુદ્ધ નારેબાજી થઈ અને લાંબા પ્રદર્શન બાદ નજમા અખ્તર વિદ્યાર્થીઓ સાથે વાત કરવા પહોંચ્યા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news