PM મોદીનાં નેતૃત્વમાં પાકિસ્તાનની કોઈ પણ ઉશ્કેરણીનો જવાબ આપી શકે છે ભારતઃ અમેરિકાનાં રિપોર્ટમાં દાવો

અમેરિકાનાં ગુપ્તચર સમૂહના એક વાર્ષિક રિપોર્ટમાં મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં ભારતનાં વૈશ્વિક રાજકીય પરિદ્રશ્ય અંગે ઘણી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ રિપોર્ટનું માનીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત પાકિસ્તાન તરફથી કોઈ પણ ઉશ્કેરણીનો સૈન્ય જવાબ આપે તેની સંભાવના વધુ છે.

PM મોદીનાં નેતૃત્વમાં પાકિસ્તાનની કોઈ પણ ઉશ્કેરણીનો જવાબ આપી શકે છે ભારતઃ અમેરિકાનાં રિપોર્ટમાં દાવો

અમેરિકાનાં ગુપ્તચર સમૂહના એક વાર્ષિક રિપોર્ટમાં મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં ભારતનાં વૈશ્વિક રાજકીય પરિદ્રશ્ય અંગે ઘણી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ રિપોર્ટનું માનીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત પાકિસ્તાન તરફથી કોઈ પણ ઉશ્કેરણીનો સૈન્ય જવાબ આપે તેની સંભાવના વધુ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંકટ વધુ ગંભીર છે, કેમ કે બંને પરમાણુ તાકાત સંપન્ન દેશ છે. 

અમેરિકાનાં ગુપ્તચર સમૂહ દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવતા આ રિપોર્ટમાં ભારત માટેનાં જોખમોનું પણ આકલન કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગનાં નિર્દેશકનાં કાર્યાલય દ્વારા અમેરિકન કોંગ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર ભારત-ચીન દ્વિપક્ષીય સરહદ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા પ્રયત્નશીલ છે, પણ 2020માં બંને દેશોની સેના વચ્ચે થયેલા સંઘર્ષને જોતાં સંબંધ તણાવપૂર્ણ જ રહેશે. આ ઘટના બાદ બંને દેશો વચ્ચેના સંબંધ ગંભીર સ્તર પર છે. 

ભારત-ચીન વિવાદ હજુ ઠેરનો ઠેર
રિપોર્ટમાં કહેવાયું છે કે, સરહદ વિવાદ વચ્ચે ભારત અને ચીન દ્વારા સૈન્યનું વિસ્તરણ બંને પરમાણુ તાકાત વચ્ચેનાં સશસ્ત્ર ટકરાવનાં જોખમને વધારે છે, જેનાથી અમેરિકાનાં લોકો તથા તેમનાં હિતો સામે જોખમ સર્જાઈ શકે છે. તેમાં અમેરિકાનાં હસ્તક્ષેપની માગ કરવામાં આવે છે. છેલ્લા ગતિરોધને જોતાં સ્પષ્ટ છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સતત નિમ્ન સ્તરનો સંઘર્ષ ઝડપથી વધી શકે છે.

ભારત-પાકિસ્તાન સંબંધ અંગે રિપોર્ટમાં ખુલાસો
રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ વધુ ચિંતાનો વિષય છે. જો કે બંને દેશો સંભવિત રીતે 2021ની શરૂઆતમાં નિયંત્રણ રેખા પર સંઘર્ષવિરામ માટે સહમત થયા ત્યારબાદ પોતાના સંબંધ મજબૂત રાખવા માટે ઈચ્છુક છે. જો કે પાકિસ્તાનનો આતંકવાદી સમૂહોને સમર્થનનો લાંબો ઈતિહાસ રહ્યો છે અને પીએમ મોદીનાં નેતૃત્વમાં પાકિસ્તાનની ઉશ્કેરણીનો જવાબ હવે ભારત પહેલાથી વધુ સૈન્ય બળ સાથે આપે તેની આશંકા છે.

યુક્રેન અને રશિયા યુદ્ધથી ગરીબી વધી
કોવિડ 19 મહામારી ઉપરાંત યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ગરીબી વધી છે. સાથે જ આર્થિક વિકાસમાં યુદ્ધે અવરોધ ઉભો કર્યો છે. ઘરેલુ અશાંતિ, ઉગ્રવાદ, લોકતાંત્રિક મોરચે પીછેહઠ અને આપખુદશાહી માટે પરિપક્વ સ્થિતિમાં વધારો થયો છે. યુક્રેન યુદ્ધે સાબિત કર્યું છે કે આંતરરાજ્ય સંઘર્ષ ફક્ત પ્રત્યક્ષ રીતે સામેલ પક્ષોને જ પ્રભાવિત નથી કરતો, પણ ક્ષેત્રીય તેમજ સુરક્ષા, આર્થિક અને માનવીય પ્રભાવ પણ પાડે છે. જેના પર અમેરિકાએ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news