Video: અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં બોયફ્રેન્ડ શિખર પર પ્રેમ લુંટાવતી જાન્હવી કપૂરનો વીડિયો વાયરલ, જુઓ તમે પણ

Janhvi Kapoor Shikhar Pahariya video: ઈંસ્ટાગ્રામ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ક્રુઝ પાર્ટીનો છે. આ પાર્ટીમાં જાનવી કપૂર અને શિખર પહાડિયા ક્યુટ અંદાજમાં જોવા મળે છે.

Video: અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં બોયફ્રેન્ડ શિખર પર પ્રેમ લુંટાવતી જાન્હવી કપૂરનો વીડિયો વાયરલ, જુઓ તમે પણ

Janhvi Kapoor Shikhar Pahariya video: બોલીવુડ અભિનેત્રી જાનવી કપૂર તેના બોયફ્રેન્ડ શિખર પહાડીયા અને લઈને ચર્ચામાં છે. કોફી વિથ કરણમાં પહેલી વખત જાનવી કપૂરએ શિખર પહાડિયા સાથેની ડેટિંગ અંગે હિન્ટ આપી હતી. ત્યાર પછી ઘણી વખત જાનવી કપૂર શિખરને લઈને પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂકી છે. જોકે આજ સુધી અભિનેત્રીએ ઓફિશ્યલી કોઈ નિવેદન આપીને સ્વીકાર્યું નથી કે તે શિખરને ડેટ કરે છે. પરંતુ ક્યારેક શિખરના નામનો નેકલેસ તો ક્યારેક ઇન્ટરવ્યૂમાં તેની વાત કરીને તે પોતાના સંબંધોને લઈને હિન્ટ આપે છે. હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ક્રૂસ પાર્ટીમાં પણ બંને સાથે છે અને તેમનો એક ક્યુટ વિડીયો વાયરલ થયો છે. 

ઈંસ્ટાગ્રામ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ક્રુઝ પાર્ટીનો છે. આ પાર્ટીમાં જાનવી કપૂર અને શિખર પહાડિયા ક્યુટ અંદાજમાં જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જાનવી કપૂર પોતાના હાથે બોયફ્રેન્ડ શિખરને જમાડી રહી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. 

જાનવી કપૂર પહેલી વખત કોફી વીથ કરણમાં અર્જુન કપૂર સાથે આવી હતી ત્યારે તેણે પોતાના લગ્નને લઈને વાત કરી હતી. જાનવી કપૂર એ જણાવ્યું હતું કે તેના મગજમાં શરૂઆતથી જ ક્લિયર છે કે તે તિરુપતિમાં લગ્ન કરશે અને પરિવારના લોકો જ લગ્નમાં હશે. તેણે પણ કહ્યું હતું કે તે કાંજીવરમ સાડી પહેરશે, સોનાના ઘરેણા પહેરશે અને માથામાં મોગરા લગાવશે. તેનો પતિ લુંગીમાં હશે અને તે કેળાના પત્તા પર ભોજન કરશે. ત્યાર પછીથી શિખર પહાડિયા સાથે તેની ડેટિંગની ચર્ચાઓ જોરશોરથી થવા લાગી છે. 

આ સિવાય કોફી વીથ કરણમાં જ્યારે તે બહેન ખુશી કપૂર સાથે આવી હતી ત્યારે પણ એક પ્રશ્નના જવાબમાં તેણે શિખુ નામ લઈને પોતાની ડેટિંગ પર આડકરતી રીતે કન્ફર્મેશન કરી દીધું હતું. તે ઘણી વખત શિખર પહાડિયા સાથે તિરૂપતિ અને અન્ય મંદિરોમાં દર્શન કરવા પણ ગઈ છે. તાજેતરમાં જ એક શો દરમિયાન તેને શિખરના નામનો નેકલેસ પણ પહેર્યો હતો. 

જણાવી દઈએ કે શિખર પહાડિયા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલકુમાર સિંદેનો પૌત્ર છે. જાનવી કપૂર અને શિખર એકબીજા સાથે ઘણી વખત સ્પોટ થઈ ચૂક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news