અમરનાથ યાત્રા આજથી શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના 

અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓનો પહેલો જત્થો આજે રવાના થઈ ગયો.

અમરનાથ યાત્રા આજથી શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના 

જમ્મુ: અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓનો પહેલો જત્થો આજે રવાના થઈ ગયો. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં દેશભરમાંથી લગભગ દોઢ લાખ શ્રદ્ધાળુઓએ 46 દિવસ ચાલનારી આ અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 

જમ્મુ બેસ  કેમ્પથી રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર કે કે શર્માએ ઝંડો બતાવીને પહેલા જથ્થાને રવાના કર્યો. સમગ્ર અમરનાથ યાત્રામાં ખુણે ખુણે સુરક્ષાકર્મીઓ તહેનાત છે. આ યાત્રા અનંતનાગ જિલ્લાના 36 કિમી લાંબા પરંપરાગત પહેલગામ માર્ગ અને ગાંદેરબલ જિલ્લાના 14 કિલોમીટર લાંબા બાલટાલ માર્ગથી થાય છે. અહીંથી નીકળેલા શ્રદ્ધાળુઓ સાંજ સુધીમાં શ્રીનગર પહોંચશે અને સોમવારે બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. 

— ANI (@ANI) June 29, 2019

અમરનાથ યાત્રાને લઈને સાધુઓ સહિત સેંકડો શ્રદ્ધાળુઓ અત્યંત ઉત્સાહિત છે. જમ્મુના મંડલ આયુક્ત સંજીવ શર્માએ કહ્યું કે તીર્થયાત્રીઓની સુવિધાઓ અને યાત્રા દરમિયાન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા સહિત તમામ જરૂરી વ્યવસ્થા કરાઈ છે. અમરનાથ યાત્રા 15 ઓગસ્ટે સમાપ્ત થશે. 

જુઓ LIVE TV

જમ્મુ પોલીસના આઈજી એમ કે સિન્હાએ કહ્યું કે જોખમની આશંકાને જોતા યાત્રા માર્ગ પર લખનપુર (જમ્મુ-કાશ્મીરનું પ્રવેશદ્વાર)થી લઈને આધાર શિબિરો, આશ્રય કેન્દ્રો, રોકાણ સ્થળો અને સામુદાયિક રસોડા જેવા સ્થળો પર પુરતો સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. તેમણે કહ્યું કે અમરનાથ યાત્રામાં વિધ્નો નાખવાની આતંકવાદીઓની કોઈ પણ યોજનાને લઈને કોઈ પણ ગુપ્ત બાતમી નથી પરંતુ રાજ્યની વર્તમાન સુરક્ષા સ્થિતિ જોતા કોઈ પણ આતંકી પ્રયાસને નિષ્ફળ બનાવવાના પુરતા સુરક્ષા બંદોબસ્ત કરાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news