વરસાદમાં અમરનાથનો રસ્તો પણ ધોવાયો: સેંકડો યાત્રી અધવચ્ચે ફસાયા

અમરનાથ યાત્રાની શરૂઆતથી જ જમ્મુ - કાશ્મીરમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદનાં કારણે ભુસ્ખલનની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. સુરક્ષાનાં કારણોથી તંત્રએ યાત્રીઓને જ્યાં ત્યાં કેમ્પોમાં રોકાઇ જવા માટેની અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાંથી બાબા બર્ફાનીનાં દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓ મોટા પ્રમાણમાં વરસાદમાં કેવા કેવા કેમ્પોમાં રોકાયેલા છે. 
વરસાદમાં અમરનાથનો રસ્તો પણ ધોવાયો: સેંકડો યાત્રી અધવચ્ચે ફસાયા

શ્રીનગર : અમરનાથ યાત્રાની શરૂઆતથી જ જમ્મુ - કાશ્મીરમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદનાં કારણે ભુસ્ખલનની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. સુરક્ષાનાં કારણોથી તંત્રએ યાત્રીઓને જ્યાં ત્યાં કેમ્પોમાં રોકાઇ જવા માટેની અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાંથી બાબા બર્ફાનીનાં દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓ મોટા પ્રમાણમાં વરસાદમાં કેવા કેવા કેમ્પોમાં રોકાયેલા છે. 

ખરાબ હવામાનનાં કારણે શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા છે. આ તસ્વીર જમ્મુનાં ભગવતી નગરમાં એક યાત્રીક નિવાસ કેમ્પની છે. બાબાનાં શ્રદ્ધાળુઓ પર હવામાનનાં મારનો કોઇ પણ ખોફ નથી. તેમનો જોશ હજી પણ યથાવત્ત છે. જો કે સતત વરસાદનાં કારણે શ્રદ્ધાળુઓને પરેશાનીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જો કે તીર્થયાત્રીઓને કોઇ સમસ્યા ન થાય તે માટે સતત તંત્ર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

અમરનાથની યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓની સુવિધાનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. અમરનાથ યાત્રીઓ માટે લંગરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ઘણા લંગર દ્વારા શ્રદ્ધાળુઓની મદદ કરી રહ્યા છે. રિપોર્ટ છે કે જમ્મુમાં ભારે વરસાદનાં કારણે ભગવતીનગર યાત્રી નિવાસથી ખીણની તરફથી કોઇ પણ વાહનને જવાની પરવાનગી નથી આપવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ આ પ્રકારની યાત્રી કેમ્પ બાબા બર્ફાનીનાં દર્શન માટે યાત્રા ચાલુ થવાની રાહ જોઇ રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 28 જુને યાત્રા ચાલુ થઇ હતી. જો કે પહેલા દિવસથી જ વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદનાં કારણે રસ્તાઓની પરિસ્થિકી ખસ્તા છે. બાલટાલ અને પહેલગામ બંન્ને માર્ગોથી યાત્રા અટકાવી દેવામાં આવી છે. સમાચાર છે કે કેટલાક સ્થળો પર યાત્રાનો રૂટ પણ વહી ગયો છે. 60 દિવસની આ યાત્રા માટે અત્યાર સુધી બે લાખથી વધારે શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. આ યાત્રાનું સમાપન 26 ઓગષ્ટે થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news