પોલિટિકલ સ્ટાર અમર સિંહ અને બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનના સંબંધોની 'અમર કહાની'


અમરસિંહનો રાજકીય વર્તુળો સિવાય બોલીવુડ સાથે પણ સંબંધ રહ્યો છે. અમર સિંહની અમિતાભ બચ્ચન સાથે દોસ્તી હંમેશા ચર્ચામાં રહી છે. આવો એક નજર કરીએ અમર સિંહ અને અમિતાભ બચ્ચનના સંબંધો પર... 

પોલિટિકલ સ્ટાર અમર સિંહ અને બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનના સંબંધોની 'અમર કહાની'

નવી દિલ્હીઃ દિગ્ગજ રાજનેતા અને ઉત્તર પ્રદેશથી રાજ્યસભા સાંસદ અમર સિંગનું શનિવારે 64 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહેલા અમર સિંહની સિંગાપુરની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અમરસિંહનો રાજકીય વર્તુળો સિવાય બોલીવુડ સાથે પણ સંબંધ રહ્યો છે. અમર સિંહની અમિતાભ બચ્ચન સાથે દોસ્તી હંમેશા ચર્ચામાં રહી છે. આવો એક નજર કરીએ અમર સિંહ અને અમિતાભ બચ્ચનના સંબંધો પર... 

ખરાબ સમયમાં આપ્યો અમિતાભ બચ્ચનનો સાથ
90ના દાયકામાં અમિતાભ બચ્ચન સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યાં હતા. એક બાદ એક સત ફ્લોપ ફિલ્મો અને પોતાની કંપની એબીસીએલના ડૂબવાને કારણે તેમને સતત આવકવેરા વિભાગની નોટિસ મળી રહી હતી. તે સમયે માત્ર 4 કરોડ રૂપિયા ન ચુકવી શકવાને કારણે તેમના બંગલા વેચવા અને દિવાલીયા થવાની નોબત આવી ગઈ હતી. ત્યારે અમર સિંહે હાથ લાંબો કર્યો અને અમિતાભને દેવામાંથી બહાર કાઢ્યા. પછી આ મિત્રતા લાંબી ચાલી અને બોલીવુડથી લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય રહી. 

અમર સિંહનું નિધન, પીએમ મોદી-ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

જયા બચ્ચનને રાજનીતિમાં લાવ્યા અમર સિંહ
જયા બચ્ચન સમાજવાદી પાર્ટીના ચાર વખતના રાજ્યસભા સાંસદ છે. તેમને રાજનીતિમાં લાવવાનો શ્રેય અમર સિંહને આપવામાં આવે છે. કહેવામાં તે પણ આવે છે કે તે સમયે અમિતાભ બચ્ચને જયા બચ્ચનના રાજનીતિમાં જવાનો વિરોધ પણ કર્યો, પરંતુ અમર સિંહે તેમને રાજી કરી લીધા હતા. 

આ કારણે અમર સિંહ અને બચ્ચન પરિવાર વચ્ચે પડી તીરાડ
2010મા જ્યારે અમરસિંહને પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે સમાજવાદી પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા, ત્યારે તેમણે જયા બચ્ચનને પણ પાર્ટી છોડવા માટે કહ્યું હતું. પરંતુ જયા બચ્ચન પોતાનું રાજકીય કરિયર દાવ પર લગાવવા રાજી નયા. કહેવામાં આવે છે કે ત્યાંથી બચ્ચન પરિવાર અને અમર સિંહના સંબંધોમાં ખટાસ પડવાની શરૂ થઈ હતી. 

અમર સિંહે આપ્યા વિવાદિત નિવેદન
અમર સિંહ અને અમિતાભ વચ્ચે અંતર વધારવામાં ઘણી ભૂમિકા અમર સિંહના વિવાદિત નિવેદનોની પણ રહી. 2017મા જ્યારે અમર સિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું જ્યારે અમિતાભ બચ્ચનને જ્યારે મળતો હતો, તેની પહેલાથી અમિતાભ અને જયા બચ્ચન અલગ-અલગ રહેતા હતા. એક પ્રતીક્ષામાં રહે તો બીજા અન્ય બંગલા જનકમાં રહેતા. એશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચન વચ્ચે પણ મતભેદના સમાચાર છે. પરંતુ તેના માટે હું જવાબદાર નથી. અમર સિંહે તે પણ કહ્યુ હતું કે, અમિતાભ બચ્ચને મને જયા બચ્ચનને રાજનીતિમાં લાવવાને લઈને ચેતવ્યા હતા. 

અમર સિંહે માગી માફી
મહત્વનું છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં અમર સિંહે એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું- આજે મારા પિતાજીની પુણ્યતિથિ છે અને મને અમિતાભ બચ્ચન જીનો મેસેજ મળ્યો. જીવનના એવા તબક્કે જ્યારે હું જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છું, હું અમિત જી અને બચ્ચન પરિવારને કહેલા અપશબ્દો માટે માફી માગુ છું. ઈશ્વર તેમના પર પોતાની કૃપા બનાવી રાખે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news