Exclusive : તમામ આરોપો ખોટા, અમારો વ્યવસાય બ્લેકમની સાથે જોડાયેલો નથી - વિવેક ડોભાલ
'ધ કારવાં' નામના એક વેબ મેગેઝિને અજિત ડોભાલ અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારક અજિત ડોભાલના પુત્ર વિવેક ડોભાલ કેમૈન આઈલેન્ડમાં હેજ ફંડ ચલાવે છે
Trending Photos
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનું નામ ડી કંપની સાથે જોડવનું એક કાવતરું રચવામાં આવી રહ્યું છે. તેમને અને તેમના પરિવારને કેટલાક લોકો દેશના ગદ્દાર સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અજિત ડોભાલ એવી વ્યક્તિ છે જેમને કીર્તિ ચક્ર મળી ચૂક્યું છે. પાકિસ્તાનમાં એક કોવર્ટ ઓપેરશનમાં તેમણે પોતાની જાનની બાજી લગાવી દીધી હતી. સાથે જ અજિત ડોભાલને પીઓકેમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઈકના માસ્ટરમાઈન્ડ પણ માનવામાં આવે છે.
'ધ કારવાં' નામના એક વેબ મેગેઝિને અજિત ડોભાલ અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, 'રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો પુત્ર વિવેક ડોભાલ કેમૈન આઈલેન્ડમાં એક હેજ ફંડ ચલાવે છે. કેમૈન આઈલેન્ડ ટેક્સ હેવન તરીકે જાણીતો છે. આ હેજ ફંડ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોટબંધીની જાહેરાતના માત્ર 13 દિવસ બાદ રજિસ્ટર્ડ કરાઈ હતી. વિવેકનો આ વ્યવસાય તેમના ભાઈ શૌર્ય ડોભાલના વ્યવસાય સાથે જોડાયેલો છે.'
મેગેઝિને વધુમાં લખ્યું છે કે, 'શૌર્ય ડોભાલ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને તેઓ મોદી સરકારની એકદમ નજીક મનાતી થિન્ક ટેન્ક ઈન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ છે.' મેગેઝિનના આરોપ બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ વિવેક ડોભાલની આ કંપની દ્વારા નાણાની હેરફેર થઈ હોવા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
'ધ કારવાં' મેગેઝિન દ્વારા ડોભાલ પરિવારને ડી કંપની જણાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ડી કંપનીને અંડરવર્લ્ડ ડોન દાઉદની કંપનીના નામથી પણ ઓળખવામાં આવે છે. ડોભાલ પરિવાર પર લાગેલા આરોપો અંગેનું સત્ય જાણવા માટે ઝી મીડિયા દ્વારા વિવેક ડોભાલનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમની પાસેથી સત્ય જાણવાનો પ્રયાસ કરાયો છે.
પ્રથમ આરોપઃ એવો આરોપ છે કે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીનો નિર્ણય લીધો, તેના બરાબર 13 દિવસ બાદ તમે GYN ASIA નામની એક કંપની બનાવી હતી, જેનો હેતુ દેશની બહાર પૈસા મોકલવા અને લાવવા માટે કરાયો હતો?
જવાબઃ GYN ASIAની શરૂાત ઓક્ટોબર, 2013માં કરવામાં આવી હતી. એ સમયે આ કંપનીનું નામ VIVAM HOLD Co. LTD. હતું. આ કંપની માટે ફંડ એક્ઠું કરવાની શરૂઆત નવેમ્બર, 2015માં કરાઈ હતી અને ભારતમાં તેનું રજિસ્ટ્રેશન ઓગસ્ટ, 2016માં થયું હતું. તેનો અર્થ એવો થયો કે, અમે ઓક્ટોબર 2013માં જાણતા હતા કે નવેમ્બર, 2016માં ભારત સરકાર નોટબંધી કરવાની છે. આ તમામ આરોપો પાયાવિહોણા છે અને જરૂર પડે અમે પુરાવા કોર્ટમાં રજૂ કરીશું.
બીજો આરોપઃ તમારા પર એવો આરોપ છે કે, GYN ASIA ના સંબંધ તમારા મોટાભાઈ શૌર્ય ડોભાલ સાથે છે અને સાઉદી અરબના શાહી ઘરાણા સાથે પણ GYN ASIA કંપનીનું નામ જોડાયેલું છે?
જવાબઃ મારા ભાઈ શૌર્ય ડોભાલનો અમારા બિઝનેસ સાથે કોઈ સંબંધ નથી. GYN ASIA માટે અમારી પાસે સંસાધન મર્યાદિત હતા. આથી મારા ભાઈ શૌર્ય ડોભાલની કંપની ZEUZ પાસે ઓફિસમાં જગ્યા માગી હતી અને તેમની ઓફિસમાં જ કામ કરતા અકુલ જઝારિયા અને પ્રિયંકા દુઆને અમારી કંપનીનું કામ સંભાળવાની જવાબદારી સોંપી હતી. તેના બદલે અમારી કંપની GYN ASIA દર મહિને રૂ.1,60,000નો પગાર ચૂકવતી હતી. અમારી કંપનીના સાઉદી અરબને શાહી ઘરાણા સાથે કોઈ સંબંધ નથી. મારી કંપનીના 6 રોકાણકારમાંથી એક પણ સાઉદીનો નથી અને હોય તો તેમાં ખોટું શું છે?
ત્રીજો આરોપઃ અજિત ડોભાલે વર્ષ 2011માં કાળા નાણા અંગેનો એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેમૈન આઈલેન્ડ ટેક્સ હેવન કહેવાય છે. તેમ છતાં વિવેક ડોભાલે કેમેનમાં હેજ ફંડનો વ્યવસાય શા માટે કર્યો?
જવાબઃ મારા પિતા અજિત ડોભાલે સમગ્ર દુનિયાના એ દેશો શોધ્યા હતા, જેને ટેક્સ હેવન કહેવાય છે. મારા પિતાના રિપોર્ટમાં બ્લેકમની ધરાવતા દેશમાં કેમૈન આઈલેન્ડનું પણ નામ હતું, પરંતુ અમારો વ્યવસાય બ્લેક મની સાથે જોડાયેલો નથી. આ કાયદેસરનો બિઝનેસ છે અને તમે નારંગી અને સફરજનની સરખામણી કરી શકો નહીં.
ચોથો આરોપઃ કેમૈન આઈલેન્ડમાંથી વર્ષ 2017માં બારતમાં કુલ રૂ.8,300 કરોડનું રોકાણ FDIમાં થયું છે. શું આ નાણા GYN ASIAમાંથી આવ્યા છે?
જવાબઃ GYN ASIA ફંડની શરૂઆત રૂ.77 કરોડથી થઈ હતી, જેમાંથી રૂ.15 કરોડનું રોકાણ ભારતમાં કરાયું હતું. ત્યાર બાદ અમારું FPI લાયસન્સ રદ્દ થઈ ગુયં. કેમ કે સેબીના નિયમો અનુસાર FPI લાયસન્સ માટે ઓછામાં ઓછા 25 રોકાણકાર જરૂરી છે. આથી અમારું ભારતમાં ઓપરેશન ઓગસ્ટ 2017થી બંધ થઈ ગયું છે. અમેરિકા અને ચીન વચ્ચે 2018માં શરૂ થયેલા ટ્રેડ વોરને કારણે અમને મોટું નાણાકીય નુકસાન થયું છે. આથી કોંગ્રેસે અમારા પરિવાર પર જે આરોપ લગાવ્યા છે, તે ખોટા છે.
પાંચમો આરોપઃ અજીત ડોભાલના પરિવારની કંપનીને 'ડી કંપની' કહેવાઈ છે. આ અંગે તમારું શું કહેવું છે? તમારા પિતા અજિત ડોભાલનું નામ ઘુસેડવા અંગે તમને દુખ થયું છે?
જવાબઃ ડી કંપની દાઉદની કંપનીને કહેવાય છે. મારા પિતાએ આખી જિંદગી જીવને જોખમમાં મુકીને દેશના દુશ્મનો સાથે લડાઈ લડી છે અને કોઈએ માત્ર બે મિનિટમાં જ તેમના પર આટલા ગંભીર આરોપ લગાવી દીધા છે. મારા ભાઈનું નામ ઉછાળીને મારા પિતાની નજરમાં અમને નીચા દેખાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોઈ આવું શા માટે કરે? અમે આ દેશમાં જન્મ્યા છીએ અને આ દેશ માટે જ મરી મીટિશું.
છઠ્ઠો આરોપઃ જો તમને આ દેશ સાથે આટલો બધો પ્રેમ છે તો પછી એવું શા માટે કહેવાઈ રહ્યું છે કે તમે બ્રિટિશ નાગરિક બની ચૂક્યા છો?
જવાબઃ જૂઓ, મારી 19 વર્ષની કારકિર્દી છે. આ દરમિયાન હું મોટાભાગનો સમય લંડનમાં જ રહ્યો છું. રોકાણના કામને લઈને મારે લંડનમાં જ વધુ રહેવું પડે છે, કેમ કે ઈન્વેસ્ટમેન્ટ બેન્કરથી માંડીને ફંડ મેનેજર સુધીના લોકો અહીં જ રહે છે. આથી, મારા માટે અહીંની નાગરિક્તા જરૂરી હતી. મારી પાસે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા એટલે કે OCI છે. અમારા પરિવારને ગદ્દાર કહેવાયો છે. જ્યારેથી આ આરોપ લાગ્યા છે, ત્યારથી મારા પિતા દુખી દેખાઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે