રામ મંદિર ભૂમિ પૂજન પર રોક લગાવવાની માગણી, હાઈકોર્ટમાં અરજી દાખલ
Trending Photos
મોહમ્મદ ગુફરાન, પ્રયાગરાજ: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટના રોજ પ્રસ્તાવિત ભૂમિ પૂજન પર રોક લગાવવાની માગણીને લઈને ગુરુવારે અલાહાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરાઈ. દિલ્હીના સાકેત ગોખલેએ અલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લેટર પીઆઈએલ મોકલી છે.
પીઆઈએલમાં કહેવાયું છે કે ભૂમિ પૂજન કોવિડ-19ના અનલોક-2ની ગાઈડલાઈનનો ભંગ છે. ભૂમિ પૂજનમાં ત્રણસો લોકો ભેગા થશે જે કોવિડના નિયમોનો ભંગ હશે.
લેટર પિટિશન દ્વારા ભૂમિ પૂજનના કાર્યક્રમ પર રોક લગાવવાની માગણી કરાઈ છે. કહેવાયું છે કે આ કાર્યક્રમ થવાથી કોરોના સંક્રમણ ફેલાવવાનું જોખમ વધશે. અરજીમાં એ પણ કહેવાયું કે યુપી સરકાર કેન્દ્રની ગાઈડલાઈનમાં છૂટ આપી શકે નહીં.
ચીફ જસ્ટિસને લેટર પિટિશનને પીઆઈએલ તરીકે મંજૂર કરીને સુનાવણી હાથ ધરી કાર્યક્રમ પર રોક લગાવવાીની માગણી કરાઈ છે. સાકેત ગોખલે અનેક વિદેશી અખબારોમાં કામ કરી ચૂક્યા છે અને સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે.
જુઓ LIVE TV
જો કે લેટર પિટિશનને હજુ સુધી ચીફ જસ્ટિસે સુનાવણી માટે મંજૂર કર્યો નથી. પિટિશનમાં રામ મંદિર ટ્રસ્ટની સાથે જ કેન્દ્ર સરકારને પણ પક્ષકાર બનાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે