J&K: જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે ગુરૂવારે પીએમ મોદીની બેઠક, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા

પીએજીડી નેતાઓનું કહેવું છે કે જો બેઠકમાં વાત કાશ્મીરના લોકોના હિતમાં હશે તો માનવામાં આવશે, બાકી ઇનકાર કરી દેવામાં આવશે.

J&K: જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે ગુરૂવારે પીએમ મોદીની બેઠક, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ગુરૂવારે અહીં જમ્મુ-કાશ્મીર પર સર્વદળીય બેઠકનું આયોજન થશે. જમ્મુ-કાશ્મીરના ગુપકાર ગઠબંધનમાં સામેલ બધા દળો તથા કોંગ્રેસે તેમાં સામેલ થવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ કોંગ્રેસનું કહેવું છે કે બેઠકમાં આમંત્રણની સાથે તેનો એજન્ડા પણ સાથે આપવાની જરૂર હતી. તો આતંકીઓની હરકતોને જોતા સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં 48 કલાકના હાઈ એલર્ટની જાહેરાત કરી છે. 

જૂના એજન્ડાની સાથે વાર્તા કરવા દિલ્હી જશે ગુપકાર ગઠબંધન
પીપુલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન (પીએજીડી) ના ઘટક નેશનલ કોંગ્રેસ અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીનું સંગઠન પાંચ ઓગસ્ટ 2019 પહેલાની બંધારણીય સ્થિતિની વાપસી અને દેશની વિભિન્ન જેલોમાં બંધ કાશ્મીરી કેદીઓને તત્કાલ છોડવાનો મુદ્દો ઉઠાવશે. પીડીપી અધ્યક્ષ મેહબૂબા મુફ્તીએ તો એક પગલું આગળ વધતા કેન્દ્રને પાકિસ્તાનની સાથે પણ વાર્તાની પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી દીધી. આ એજન્ડા સિવાય નેકાં, પીડીપી, માકપા પોતાના પક્ષની નીતિઓ પ્રમાણે પણ વાત રાખશે, કારણ કે બધાને અલગ-અલગ આમંત્રણ મળ્યું છે. આવું એટલા માટે વિવાદ યથાવત રહેવાની સ્થિતિમાં ઠીકરુ કેન્દ્ર પર ફોડી શકે અને જો વાત બને તો શ્રેય લઈ શકે.

પીએજીડી નેતાઓનું કહેવું છે કે જો બેઠકમાં વાત કાશ્મીરના લોકોના હિતમાં હશે તો માનવામાં આવશે, બાકી ઇનકાર કરી દેવામાં આવશે. તો જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના ચેરમેન સૈયદ અલ્તાફ બુખારી પણ પીએમ મોદી સાથે યોજાનારી બેઠકમાં સામેલ થશે. 

ભાજપ નેતા અને મેહબૂબા મુફ્તી દિલ્હી રવાના
સર્વદળીય બેઠકમાં ભાગ લેવા માટે જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિંદર રૈના અને પાર્ટીના અન્ય નેતા કવિંદર ગુપ્તા જમ્મુથી દિલ્હી માટે રવાના થયા છે. તો જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મેહબૂબા મુફ્તી પણ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી રવાના થઈ ગયા છે. 

દરેક મુદ્દે થશે વાત
બેઠક બાદ ડો. ફારૂકે કહ્યુ કે, અમે ક્યારેય વાતચીત વિરુદ્ધ રહ્યાં નથી. દિલ્હીએ વાતચીતનો કોઈ એજન્ડા જણાવ્યો નથી, તેથી દરેક મુદ્દે વાત થશે. કાશ્મીર મુદ્દે અમારૂ સ્ટેન્ડ બધાને ખ્યાલ છે, પીએજીડીનો એજન્ડા પણ ખ્યાલ છે, તેના પર કોઈ સમજુતી થશે નહીં. આ સિવાય અમે બધા રાજકીય કેદીઓને છોડવા અને દેશની વિવિધ જેલમાં બંધ કાશ્મીરી કેદીઓને પરત જમ્મુ-કાશ્મીર જેલમાં સ્થાળાંતરિત કરવા પર ભાર આપીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news