Weather Update: ગુજરાત પર તોળાઈ રહી છે 'આકાશી આફત', ભારેથી અતિભારે વરસાદ માટે રહેજો તૈયાર
Gujarat Weather forecast : ચોમાસું બરાબર બેસી ગયું છે. વરસાદના અનેક રંગ જોવા મળી રહ્યા છે. ક્યાંક ભારે વરસાદથી પૂર જેવા હાલાત છે તો ક્યાંક દુષ્કાળની સ્થિતિ છે.
Trending Photos
Weather forecast Aaj Ka Mausam: ચોમાસું બરાબર બેસી ગયું છે. વરસાદના અનેક રંગ જોવા મળી રહ્યા છે. ક્યાંક ભારે વરસાદથી પૂર જેવા હાલાત છે તો ક્યાંક દુષ્કાળની સ્થિતિ છે. આજના હવામાનની વાત કરીએ તો આજે 2 ઓગ્સટના રોજ યુપીમાં પૂર્વથી પશ્ચિમ સુધી ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ ભારતમાં 2 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આપી છે. 2 થી 4 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વીય બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન વિરાટ બનતા તેનો માર્ગ ઉત્તર પશ્ચિમ ભારત તરફ રહેવાની શક્યતા દર્શાવી છે. અરબસાગરના ભેજ અને પશ્ચિમ ભારતમાં ફુંકાતા ભારે ભેજવાળા પવનના લીધે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા બતાવી છે. બંગાળના ઉપસાગરના દીપ ડિપ્રેશનના લીધે મધ્ય ભારત, રાજસ્થાન, ઉત્તર ગુજરાત, કચ્છના કેટલાક ભાગો, પંચમહાલના કેટલાક ભાગો અને, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે.
વરસાદના ચોથા રાઉન્ડને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવે ભારેથી અતિભારે વરસાદ માટે તૈયાર રહેજો અને આ વખતે મેઘરાજા ભૂક્કા બોલાવી દેશે. વરસાદના અગાઉના ચોથા રાઉન્ડ ભયાનક આવ્યા છે અને હવે આવનારો ચોથો રાઉન્ડ પણ રાજ્યમાં ધડબડાટી બોલાવશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ચોથો રાઉન્ડ ગુજરાત જ નહી પણ મુંબઈમાં પણ ધડબડાટી બોલાવશે. આ સમય દરમિયાન રાજ્યના ચારે ય ઝોનમાં 4 ઈચથી લઈને 10 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, 3 ઓગસ્ટથી શરૂ થનારો વરસાદનો ચોથો રાઉન્ડ 9 ઓગસ્ટ સુધી જોવા મળશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં ચાર ઈંચથી લઈ 10 ઈંચ સુધી વરસાદ પડી શકે છે. આ સમયે દરિયામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સમય દરમિયાન નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે જેમાં તાપી, નર્મદા, સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી શકે છે. જુલાઈ મહિના બાદ ઓગસ્ટ મહિનામાં પણ મેઘરાજા અનરાધાર વરસી શકે છે અને જેના કારણે જળસ્તર પણ ઊંચા આવી શકે છે. ખાસ કરીને સિંચાઈ માટે જે વિસ્તારોમાં ખેડૂતોને તકલીફ હતી તેવા વિસ્તારોમાં સિંચાઈનો પ્રશ્ન હલ થઈ શકે છે.
બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય બનતાં 3 ઓગસ્ટથી રાજ્યમાં ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ પડી શકે છે. જેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને રાજ્યના મોટાભાગના ડેમ છલોછલ ભરાઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, હાલ વરસાદનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે અને હવે ચોથા રાઉન્ડની તૈયારીઓ ચાલી રહી છે.
3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી મેઘરાજાનો તોફાની રાઉન્ડ આવશે અને જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ક્યાંક 10 ઈંચથી વધારે વરસાદ પડશે અને જેના કારણે નદી નાળાં છલકાઈ જશે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં પણ મેઘરાજા તેમનું રૌદ્ર સ્વરૂપ બતાવશે અને અનેક વિસ્તારો જળબંબાકાર થઈ જશે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં પણ વરસાદનું જોર ઘટવાનું નથી પણ વધવાનું છે. ઓગસ્ટમાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને જેના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ આવી શકે છે. રાજ્યમાં હાલ મોસમનો સરેરાશ 78 ટકા વરસાદ પડ્યો છે અને જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધારે 135 ટકા વરસાદ પડ્યો છે.
ઉત્તરાખંડમાં આજનું હવામાન
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ યુપીમાં 7 ઓગસ્ટ સુધી હવામાન ખરાબ રહેશે. ખાસ કરીને 6 ઓગસ્ટ સુધી પ્રદેશના અનેક ભાગોમાં મધ્યમ વરસાદથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તરાખંડમાં આજે વીજળી ચમકવાની અને ભારે વરસાદની આગાહી કરાઈ છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને પથ્થર પડવાની આશંકા છે. આ સાથે જ ભૂસ્ખલનની આશંકાથી સાવધાન રહેવા જણાવાયું છે. પથ્થરો પડવાથી માર્ગ બંધ થવાની આશંકા છે.
મધ્ય પ્રદેશ-છત્તીસગઢ
પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 2 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. આઈએમડીના જણાવ્યાં મુજબ છત્તીસગઢમાં આજે 2 ઓગસ્ટના રોજ ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ મધ્ય પ્રદેશમાં પણ 2 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી કરાઈ છે.
બિહાર અને ઝારખંડમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આઈએમડીએ કહ્યું કે 2 ઓગસ્ટે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ભારતની વાત કરીએ તો આજે તટીય કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, અને તેલંગણામાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળો પર ભારે વરસાદની આગાહી છે. દિલ્હીમાં આજે વરસાદની શક્યતા નથી. જો કે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનવું છે કે આગામી સપ્તાહે ગરમીથી રાહત મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે