Weather Forecast: મેઘરાજા કરી રહ્યા છે તોફાની બેટિંગની તૈયારી, આજે આ વિસ્તારોમાં છે વરસાદની આગાહી

Weather Forecast Today: જો તમે વિચારી રહ્યા હોવ કે ચોમાસાએ વિદાય લઈ લીધી છે તો તમે ભૂલ કરી રહ્યા છો. હવામાન વિભાગે આજે વરસાદ અંગે મોટું અપડેટ આપ્યું છે. 

Weather Forecast: મેઘરાજા કરી રહ્યા છે તોફાની બેટિંગની તૈયારી, આજે આ વિસ્તારોમાં છે વરસાદની આગાહી

All India Rain Forecast: દેશભરમાં ચોમાસું ભલે સુસ્ત જોવા મળી રહ્યું હોય પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ એક ચોમાસુ ટ્રફ ફિરોઝપુર, કરનાલ, મેરઠ, આઝમગઢ, પટણા,  દેવગઢ, ડાયમંડ હાર્બર, અને પછી દક્ષિણ પૂર્વથી પૂર્વ મધ્ય બંગાળની ખાડી સુધી પસાર થઈ રહી છે. જ્યારે એક ચક્રવાતી પરિસંચરણ પશ્ચિમ ઉત્તર પ્રદેશની ઉપર સમુદ્ર તલથી 3.1 થી 7.6 કિમી વચ્ચે ઊંચાઈ સાથે દક્ષિણ બાજુ ઝૂકેલું છે. 

આજે આ સ્થળો પર વરસાદની આગાહી
એજન્સીના જણાવ્યાં મુજબ આજે ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ,  તેલંગણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, કોંકણ, અને ગોવા તથા આંદમાન તથા નિકોબાર દ્વિપ સમૂહમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 

ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની વકી
એ જ રીતે બિહાર, ઉપર હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં પણ હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ વરસી શકે છે. જ્યારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણાના કેટલાક ભાગો, મધ્ય પ્રદેશમાં કેટલાક ભાગોમાં, વિદર્ભ, મરાઠાવાડા, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, અને તમિલનાડુમાં એક કે 2 સ્થળો પર હળવા વરસાદની શક્યતા છે. 

અંબાલાલની આગાહી
આખું ઓગસ્ટ ગુજરાતમાં કોરુ રહ્યું. ક્યાંક ક્યાંક છુટો છવાયો વરસાદ રહ્યો. ઓગસ્ટમાં વરસાદ હાથ તાળી આપીને જતો રહ્યો હોય તેવું લાગ્યુ. પરંતુ સપ્ટેમ્બર મહિનો કોરો નહિ જાય. સપ્ટેમ્બર મહિનાની આગાહી આવી ગઈ છે. હવામાનશાસ્ત્રી અંબાલાલની આગાહી મુજબ, ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 27 થી 31 દરમિયાન દરિયાઈ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં 28 ઓગસ્ટથી તાપમાન વધશે. 31 ઓગસ્ટ બાદ બંગાળ ઉપસારમાં લો પ્રેશર બનતા ભારે ગતિવિધિ દેખાશે. અરબી સમુદ્રમાં 14 સપ્ટેમ્બરની આસપાસ લો પ્રેશરના કારણે સિસ્ટમ બનશે, જેને કારણે સપ્ટેમ્બરના પહેલા અને બીજા અઠવાડિયામાં વરસાદી ઝાપટા પડશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news