Heavy Rain Alert: ફરી 'આકાશી આફત'ના એંધાણ, આ વિસ્તારો માટે 15 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ
All India Weather Update:દેશભરમાં વરસાદનો દોર ચાલુ છે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાત સહિત દેશભરમાં હવામાન કેવું રહેશે અને હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે ખાસ જાણો.
Trending Photos
All India Weather Update: દેશભરમાં વરસાદનો દોર ચાલુ છે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી ઉત્તરાખંડ, બિહાર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારબાદ સક્રિય મોનસૂનની સ્થિતિ ફરીથી શરૂ થતા પહેલા આગામી એક સપ્તાહ દરમિયાન દેશના બાકી ભાગોમાં વરસાદની ગતિવિધિ ઓછી થઈ જશે. જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં રવિવાર સુધી હળવાથી મધ્યમ છૂટાછવાયા વરસાદના ઝાપટાં કે ક્યાંક ભારે વરસાદની વકી છે. આ ઉપરાંત ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની શું આગાહી કરાઈ છે અને આગાહીકાર અંબાલાલ પટેલનું શું કહેવું છે કે તે પણ ખાસ જાણો.
15 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશમાં અને 15 ઓગસ્ટ સુધી ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળો પર ભારે વર્ષાની શક્યતા છે. પંજાબ અને હરિયાણામાં રવિવારે વરસાદ પડી શકે છે. જ્યારે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં રવિવારે અને 14 ઓગસ્ટે વરસાદ પડવાની શક્યતા છે. આઈએમડીએ કહ્યું કે પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ શુક્રવારથી રવિવાર સુધી તથા જમ્મુમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે કહ્યું કે ઉત્તરાખંડમાં 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે શનિવારે અને 14 ઓગસ્ટે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તેનાથી વિપરિત બાકી ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી સાત દિવસ સુધી હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. IMD એ કહ્યું કે પૂર્વ ભારતમાં રવિવાર સુધી હળવાથી મધ્યમ અને ક્યાંક ક્યાંક ભારે વરસાદની ગતિવિધિનું પૂર્વાનુમાન છે.
બંગાળ-બિહારમાં પણ વર્ષાની વકી
બિહાર ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ જેવા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં શનિવાર અને રવિવારે વરસાદ પડવાની શક્યતા છે. બિહાર અને ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ તથા સિક્કિમમાં શનિવારે ભારે વરસાદ પડી શકે છે.
પૂર્વોત્તર ભારતમાં 15 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વ્યાપક વરસાદનું અનુમાન છે. અરુણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં શનિવારે અને 15 ઓગસ્ટે વરસાદનું અનુમાન છે.
આ 6 જિલ્લાઓ માટે રેડએલર્ટ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ઉત્તરાખંડના 6 જિલ્લાઓમાં ખુબ જ ભારે વરસાદનું રેડ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. આ રેડ એલર્ટ 14 ઓગસ્ટ સુધી રહેશે. આ 6 જિલ્લાઓમાં દહેરાદૂન, પૌડી, ટિહરી, નૈનિતાલ, ઉધમસિંહ નગર અને ચંપાવત સામેલ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર વિક્રમસિંહે જણાવ્યું કે ગઢવાલ અને કુમાઉના લોઅર રીઝનમાં આગામી 4 દિવસ સુધી વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં સક્રિય થઈ છે એક સિસ્ટમ
બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાત માટે કહ્યું છે કે એક સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર , કચ્છ માં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
શું કહે છે અંબાલાલ પટેલ
બીજી બાજુ આગાહીકાર અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે તે મુજબ ગુજરાતમાં હવે ચોમાસાના ચોથા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે. ત્યારે અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. રાજ્યમાં આગામી 16,17 અને 18 ઓગસ્ટે વરસાદ પડવાની આગાહી કરી છે. એટલું જ નહીં, 21 અને 22 ઓગસ્ટે પણ રાજ્યમાં વરસાદ પડશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું કે ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવી શકે છે. આગામી 16-17-18 ઓગસ્ટમાં રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે. 21 ઓગસ્ટથી 22 ઓગસ્ટમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ રહેશે. 12 ઓગસ્ટ સુધીમાં ક્રમશ વરસાદી ઝાપટામાં વધારો થશે. દક્ષિણ ગુજરાતમાં હળવા અને ભારે ઝાપટા પડવાની શક્યતા રહેલી છે. મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદી ઝાપટા રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં સોમાલિયાથી આવતા તેજ પવનોનું જોર વધ્યું છે એટલે પવન ફૂકાતા સારો વરસાદ થતો નથી અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળ વાયુ ગરમ થવાની શકયતા રહેતા તેની અસર ભારતના દરિયાઈ તેમાંજ ભૂ ભાગો પર અસર થઇ શકે છે. ભૂમદ્ય મહાસાગર તરફ એક ટ્રોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતા રહે, આ ટ્રોપિકલ સ્ટ્રોમ અસર તળે બંગાળ ઉપસાગરનો ભેજ ખેચાઈ શકે છે જેની સીધી અસર પશ્ચિમી ભારતના ભાગો પર પડી શકે છે. જ્યાં સુધી પૂર્વ ભારતમાં વર્ષા છે ત્યાં સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો રહી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે