'બાબરી મસ્જિદ હતી અને રહેશે', ભૂમિ પૂજન પહેલાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું વિવાદિત ટ્વિટ

આજે 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અયોધ્યા (Ayodhya)માં શ્રી રામ જન્મભૂમિ પૂજન કરશે, ત્યારબાદ મંદિર નિર્માણ શરૂ થશે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ વિવાદિત માળખા અને શ્રી રામ મંદિરનો નિર્ણય થઇ શક્યો છે. પરંતુ ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ફરી એકવાર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર સવાલા ઉઠાવ્યા છે અને હાગિયા સોફિયા મસ્જિદનું ઉદાહરણ આપતાં કહ્યું કે બાબરી મસ્જિદ હતી અને હંમેશા રહેશે.
'બાબરી મસ્જિદ હતી અને રહેશે', ભૂમિ પૂજન પહેલાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું વિવાદિત ટ્વિટ

નવી દિલ્હી: આજે 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અયોધ્યા (Ayodhya)માં શ્રી રામ જન્મભૂમિ પૂજન કરશે, ત્યારબાદ મંદિર નિર્માણ શરૂ થશે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ વિવાદિત માળખા અને શ્રી રામ મંદિરનો નિર્ણય થઇ શક્યો છે. પરંતુ ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ફરી એકવાર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર સવાલા ઉઠાવ્યા છે અને હાગિયા સોફિયા મસ્જિદનું ઉદાહરણ આપતાં કહ્યું કે બાબરી મસ્જિદ હતી અને હંમેશા રહેશે.

ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું, ''બાબરી મસ્જિદ હતી અને હંમેશા જ રહેશે' હાગિયા સોફિયા તેનું એક મોટું ઉદાહરણ છે. અન્યાયપૂર્ણ, દમનકારી, શરમજનક અને બહુસંખ્યક તુષ્ટિકરણ નિર્ણય દ્વારા જમીન પર પુનનિર્માણ તેન બદલી ન શકાય. દુખી થવાની કોઇ જરૂર નથી. કોઇ સ્થિતિ હંમેશા માટે રહેતી નથી. 

ફરીથી મસ્જિદમાં પરિવર્તિત થઇ હાગિયા સોફિયા
1500 વર્ષ પ્રાચીન વિરાસત સહિત યૂનેસ્કોની વિશ્વ વિરાસતમાં સામેલ હાગિયા સોફિયા મ્યૂઝિમને લઇને મોટા ફેરફાર થયા. ગત મહિને જુલાઇમાં ટર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યબ એર્દોગનએ આ ઐતિહાસિક મ્યૂઝિયમને ફરીથી મસ્જિદમાં બદલવાનો આદેશ આપ્યો. રાષ્ટ્રપતિ અર્દોગને 1934ના તે નિર્ણયને પલટી દીધો છે, જેના હેઠળ 1434 ઇસ્તાંબુલ પર કબજો કર્યા બાદ ઉસ્માની સલ્તનત દ્વારા મસ્જિદમાં તબ્દીલ થઇ હાગિયા સોફિયાને એક મ્યૂઝિયમ બનાવી દીધું હતું. આ ઐતિહાસિક ઇમારતને ઘણી વાર પોતાની રંગતોને બદલતા જોઇ છે. જ્યારે આ ઇમારત બનાવવામાં આવી ત્યારે એક ભવ્ય ચર્ચ હતું અને સદીઓ સુધી આ ચર્ચ રહ્યું. પછી તેને મસ્જિદમાં તબદીલ કરવામાં આવી. 

— All India Muslim Personal Law Board (@AIMPLB_Official) August 4, 2020

છઠ્ઠી સદીમાં બન્યું હતું ચર્ચ
હાગિયા સોફિયા દુનિયાના સૌથી મોટા ચર્ચોમાંથી એક રહ્યું છે. તેને છઠ્ઠી સદીમાં બાઇજેંટાઇન સમ્રાટ જસ્ટિનિયનના હુકમથી બનાવવામાં આવ્યું હતું. તે સમયે તે શહેરને કુસ્તુનતુનિયા અથવા કોન્સ્ટેટેનટિનોપોલના નામથી ઓળખવામાં આવતું હતું. 537 ઇ.સમાં નિર્માણ પુરૂ થયા બાદ આ બિલ્ડીંગને ચર્ચ બનાવવામાં આવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news