અયોધ્યા: સુપ્રીમના ચુકાદા સામે પુર્નવિચાર અરજી, AIMPLBએ કહ્યું-'ગુંબજ નીચે જન્મસ્થળના પુરાવા નથી'

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પુર્નવિચાર અરજી દાખલ કરવાનો છે. (AIMPLB)એ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપી.

અયોધ્યા: સુપ્રીમના ચુકાદા સામે પુર્નવિચાર અરજી, AIMPLBએ કહ્યું-'ગુંબજ નીચે જન્મસ્થળના પુરાવા નથી'

લખનઉ: ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પુર્નવિચાર અરજી દાખલ કરવાનો છે. (AIMPLB)એ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપી. AIMPLBએ કહ્યું કે જન્મસ્થળને ન્યાયિક વ્યક્તિ ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે ત્યાં નમાજ પઢાતી હતી. ગુંબજ નીચે જન્મસ્થળનું પ્રમાણ નથી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી નથી. AIMPLBએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને મુદ્દે સમજ બહાર છે. AIMPLBએ એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવશે. AIMPLB પુર્નવિચાર અરજી દાખલ કરશે. 

ઝફરયાબ જીલાનીએ કહ્યું કે કોઈ બીજી જગ્યાએ મસ્જિદ માટે મંજૂર નથી. તેમણે કહ્યું કે કોર્ટ અને એએસઆઈ રિપોર્ટે માન્યું છે કે કોઈ મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી નથી. ગુંબજ નીચે જન્મસ્થળનું પ્રમાણ મળ્યું નથી. કોર્ટનો ચુકાદો અનેક મુદ્દે સમજ બહાર છે. તેમણે કહ્યું કે સ્પષ્ટ ભૂલો દેખાતી હોવાના કારણે રિવ્યુ પીટિશન ફાઈલ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે મૂર્તિ રાખવાની વાતને  ખોટી ગણવામાં આવી છે તો મૂર્તિઓને દેવતા કેવી રીતે માનવામાં આવ્યાં. તેમને જમીન કેવી રીતે આપી દેવાઈ. વક્ફ એક્ટ હેઠળ જમીનની અદલાબદલી થઈ શકે નહીં તો બીજી જમીન મસ્જિદ માટે કેવી રીતે આપી શકાય. 

— ANI UP (@ANINewsUP) November 17, 2019

ઝફરયાબ જીલાનીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટની ફાઈન્ડિંગ્સ છે કે બાબરી મસ્જિદને બાબરના સમયે મીર બાકીએ બનાવડાવી. 1857થી 1949 સુધી મસ્જિદ મુસ્લિમો પાસે હતી. જે મુખ્ય ગુંબજમાં મૂર્તિ રાખવામાં આવી તે કાયદા વિરુદ્ધ હતું. ગુંબજની નીચે રામલલાનો જન્મ સિદ્ધ થતો નથી. જન્મસ્થળને દેવતા માની શકાય નહીં. બાબરી મસ્જિદને તોડવાનું કામ હિન્દુસ્તાનના સેક્યુલર વિરુદ્ધ હતું. હિન્દુઓ સદીઓથી પૂજા કરે છે એટલે રામલલાને જમીન આપી દેવાઈ. 

AIMPLBના સભ્યે કહ્યું કે અલગથી 5 એકર જમીન લઈશુ નહીં. ન્યાય હિતમાં મુસલમાનોને મસ્જિદની જમીન જ આપવામાં આવે. અન્ય ભૂમિ સ્વીકાર્ય નથી. આથી બાબરી મસ્જિદની જમીન જ આપવામાં આવે. 

જુઓ LIVE TV

AIMPLBના સભ્યે કહ્યું કે મુસ્લિમ પક્ષ બીજી જગ્યાએ જમીન સ્વીકારશે નહીં. આ સાથે જ AIMPLBએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર 10 સવાલો પણ ઉઠાવ્યાં છે. AIMPLBએ કહ્યું કે અમને તે જ જમીન આપવી જોઈએ. જેના માટે લડત લડાઈ. શરીયત મુજબ અમે મસ્જિદ માટે બીજી કોઈ જમીન લઈ શકીએ નહીં. અયોધ્યાનો મુદ્દો શરીયતનો મુદ્દો છે. 

ચુકાદા પર ઉઠેલા 10 સવાલ
1.સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ રહી ચૂકેલા ઝફરયાબ જીલાનીની હાજરીમાં બોર્ડના સભ્ય એસક્યુઆર ઈલ્યાસીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે બાબરના સેનાપતિ મીરબાકી તરફથી મસ્જિદ બનાવવામાં આવી હતી.
2. 1857થી 1949 સુધી બાબરી મસ્જિદની 3 ગુંબજવાળી ઈમારત અને અંતરનો ભાગ મુસ્લિમોના કબ્જામાં સ્વીકારાયો છે તો પછી ચુકાદોમાં મંદિરને જમીન કેમ?
3. કોર્ટે સ્વીકાર્યુ છે કે બાબરી મસ્જિદમાં છેલ્લી નમાજ 16 ડિસેમ્બર 1949ના રોજ પઢાઈ હતી એટલે કે મસ્જિદ તરીકે હતી. તો પણ તેના પર મંદિરનો દાવો કેમ સ્વીકારવામાં આવ્યો. 
4. સુપ્રીમે સ્વીકાર્યુ છે કે 22-23 ડિસેમ્બર 1949ની રાતે ચોરીથી કે પછી જબરદસ્તીથી મૂર્તિઓ રખાઈ હતી. ત્યારબાદ આ મૂર્તિઓને દેવતા માની શકાય નહીં. જેમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ નહતી.
5. ગુંબજ નીતે કથિત રામ જન્મભૂમિ પર પૂજાની વાત કરાઈ નથી. આવામાં જમીન ફરીથી રામલલા વિરાજમાનને કેમ અપાઈ.
6. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે રામજન્મભૂમિને પક્ષકાર માની શકાય નહીં. તો પછી તેના આધારે જ ચુકાદો કેમ અપાયો. 
7. સુપ્રીમે માન્યું કે 6 ડિસેમ્બર 1992માં મસ્જિદ તોડવી ખોટું હતું. ત્યારબાદ પણ મંદિર માટે ચુકાદો કેમ.
8. કોર્ટે ચુકાદામાં કહ્યું કે હિન્દુઓ સેકડો વર્ષોથી પૂજા કરે છે. આથી આખી જમીન રામલલાને આપવામાં આવે છે. જ્યારે મુસ્લિમ પણ તો ત્યાં ઈબાદત કરે છે. 
9. જમીન હિન્દુઓને અપાઈ છે આથી 5 એકર જમીન બીજા પક્ષને અપાય છે. સુપ્રીમે બંધારણની 142મી કલમનો ઉપયોગ કરીને આ વાત કરી. તેમાં વક્ફ એક્ટનું ધ્યાન રખાયું નથી. તે મુજબ મસ્જિદની જમીન ક્યારેય  બદલી શકાય નહીં. 
10. ASIના આધારે જ કોર્ટે સ્વીકાર્યું કે કોઈ મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી નહતી. આવામાં કોર્ટનો આ ચુકાદો સમજ બહાર છે. 

નોંધનીય છે કે અયોધ્યાના ચુકાદાને  લઈને રવિવારે લખનઉની મુમતાઝ કોલેજમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) કાર્ય સમિતિની બેઠક યોજાઈ હતી. અયોધ્યા મામલે AIMPLBની બેઠકમાં વર્કિંગ કમિટીના મોટા ભાગના સભ્યો રિવ્યુ પીટિશન ફાઈલ કરવાના પક્ષમાં હતાં. ઝફરયાબ જિલાની અને ઓવૈસીએ રિવ્યુ પીટિશન ફાઈલ કરવાની સાથે જ 5 એકર જમીનનો પ્રસ્તાવ ફગાવવાની વાત બેઠકમાં કરી હતી. સુન્ની વક્ફ બોર્ડના ચેરમેન તરફથી રિવ્યુ માટે ના પાડવાની સ્થિતિમાં સુન્ની વક્ફ બોર્ડની સુન્ની વક્ફ બોર્ડના બાકી મેમ્બર્સ સાથે વાત કરવાની અને સાથે લેવાની કોશિશ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news