Redmi K30 2020મા થશે લોન્ચ, કંપનીએ કરી જાહેરાત

વીબિંગની પોસ્ટ ખાસ કરીને ચીનના ટોપ 4જી સ્માર્ટફોનના મોબાઇલ લિસ્ટ વિશે હતી. તેમાં રેડમી K20 પ્રો, રેડમી K20 પ્રો પ્રીમિયમ એડિશન, રેડમી નોટ 8 પ્રો અને રેડમી નોટ 8ને સામેલ કરવામાં આવ્યા હતા.
 

Redmi K30 2020મા થશે લોન્ચ, કંપનીએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ Xiaomi Redmi K30ના લોન્ચને લઈને એકવાર ફરી વાતો શરૂ થઈ ગઈ છે. પાછલા મહિને આ ફોનને લઈને કેટલિક જાણકારીઓ બહાર આવી હતી. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ફોન 2019 પૂરુ થતાં પહેલા લોન્ચ કરી દેવામાં આવશે. પરંતુ હવે તે અફવાઓ પર કંપનીના જનરલ મેનેજર લ્યૂ વીબિંગે વિરામ લગાવી દીધો છે. તેમણે 16 નવેમ્બરે વીબો પર એક પોસ્ટ કરીને જાણકારી આપી કે રેડમી K30ને કંપની આગામી વર્ષે લોન્ચ કરશે. 

વીબિંગની પોસ્ટ ખાસ કરીને ચીનના ટોપ 4જી સ્માર્ટફોનના મોબાઇલ લિસ્ટ વિશે હતી. તેમાં રેડમી K20 પ્રો, રેડમી K20 પ્રો પ્રીમિયમ એડિશન, રેડમી નોટ 8 પ્રો અને રેડમી નોટ 8ને સામેલ કરવામાં આવ્યા હતા. આ સાથે તેમણે પોતાની પોસ્ટમાં 5G નેટવર્કનો ઉલ્લેખ કરતા શાઓમી ફેન્સને બેસ્ટ ક્વોલિટી આપવાની વાત કરી છે. 

પોસ્ટના અંતમાં તેમણે કહ્યું કે, વર્ષ 2020મા રેડમી  K30ની સાથે માર્કેટ લીડર રહેશે. ચીનના એક લીક્સ્ટરે પોતાની ટાઇમલાઇન પર એક ટ્વીટ શેર કર્યું અને જણાવ્યું કે, ક્વાલકોમ અને મીડિયાટેકે  5G મિડ-રેન્જ ચિપસેટની ખરીદી જાન્યુઆરી 2020થી શરૂ થશે. 

Redmi K30 release date

આ વિશે ક્વાલકોમ તરફથી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ક્વાલકોમ 3થી 5 ડિસેમ્બર કેબીચમા થનારી એક ઈવેન્ટમાં નવા પ્રોસેસરથી પડદો ઉઠાવી દેશે. જ્યાં સુધી વાત મીડિયાટેકની છે તે વિશે કહેવામાં આવી રહ્યું છે કે કંપની 26 ડિસેમ્બરથી પોતાના 5G ચિપસેટને વિશ્વની સામે રજૂ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news